Columns

નજીકનો શત્રુ

સાંજની પ્રાર્થના બાદ પ્રવચનમાં એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એક અતિ મહત્વની વાત સમજાવવાનો છું કે જીવનમાં જેમ સાચા મિત્રો ઓળખવા જરૂરી છે તેમ આપણા શત્રુને પણ જાણવા જરૂરી છે… મારા એક પ્રશ્નનો જવાબ આપો કે તમારા જીવનમાં સૌથી વધુ ઘાતક અને સૌથી નજીકનો શત્રુ કોણ ?’શિષ્યોએ થોડીવાર કઈ જવાબ આપ્યો નહિ.ગુરુજીએ ફરી પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, ‘વિચારો અને જવાબ આપો .

.’એક પછી એક શિષ્ય જવાબ આપવા લાગ્યા કે કોઈ જાણભેદુ …કોઈ પરિવારજન ..કોઈ ગુસ્સે ભરાયેલો મિત્ર …ભૂતપૂર્વ જીવનસાથી કે પ્રિયજન …નજીકનો પ્રતિસ્પર્ધી …આવા ઘણા જવાબ મળ્યા.ગુરુજીએ બધાના જવાબ સાંભળ્યા અને પછી કહ્યું, ‘તમારા જવાબ ખોટા નથી પણ હું જે નજીકના શત્રુની અને સૌથી ઘાતક શત્રુની વાત કરવા માંગું છું તે આમાંથી નથી તે આ બધા શત્રુ કરતા પણ હજી વધુ તમારી નજીક છે ..એમ કહું કે તમારી અંદર જ છે તો કઈ ખોટું નથી.’એક શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, આપણી અંદર જ આપણો શત્રુ કોણ છે તે ??’ગુરુજીએ કહ્યું, ‘હું સમજાવીશ ..પણ તમે વિચાર કરી પહેલા જવાબ આપો.’શિષ્યોએ વધુ વિચાર્યું અને અમુક જવાબ મળ્યા…

‘આપણું અજ્ઞાન’…. ‘આપણી ઈચ્છાઓ’… ‘આપણી લાલચ’કે પછી ‘આપણી ઈર્ષ્યા’…..ગુરુજી બોલ્યા, ‘બરાબર છે શિષ્યો, આ બધા તમારી અંદર રહેલા તમારા મનના અવગુણો છે તે શત્રુ સમાન જ છે.તેમને મનમાંથી ભાર કાઢવા અથવા તો પ્રવેશવા જ ન દેવા જોઈએ.અને હવે હું વાત કરું એવા શત્રુની કે જેની પર હજી કોઈનું ધ્યાન ગયું નથી ….તે શત્રુ તમને જીવનમાં આગળ વધતા રોકે છે …તે છે તમારી અંદર રહેલું તમારું ‘આળસ’…આળસ સૌથી ઘાતક છે અને સૌથી નજીકનો દુશ્મન છે…આળસ તમને કઈ પણ કામ કરતા રોકે છે …આળસ તમને બધા કામ પાછળ ઠેલતાં શીખવાડે છે …

આળસને લીધે કોઈ કામ સમયસર થતું નથી …આળસ દરેક કામને બગાડે છે અને આળસને લીધે ક્યારેક કામ ખરાબ રીતે કરવામાં આવે છે એટલે આળસ તમારા જીવનમાં સફળતાને મળતાં રોકે છે.આળસને જીવતા મનુષ્યની કબર કહેવામાં આવે છે તે એકદમ સત્ય છે કારણ કે જો જીવનમાં આળસ હશે તો મનુષ્ય એક લાશની જેમ જીવે છે અને કયારેય જીવનમાં આગળ વધી શકતો નથી.માટે તમરી અંદર રહેલા આ સૌથી ઘાતક શત્રુને સમજી લો અને તેને તરત જ જાગ્રત થઈને હરાવી જીવનમાંથી દુર કરો.’ગુરુજીએ બહુ મહત્વની વાત શિષ્યોને સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top