પરંતુ હાલના સમયમાં કુટુંબનું ભરણપોસણ કરવા, પેટની આગ ઠારવા મને ક મને પણ મજબૂરીથી કંઈક તો કરવુ જ઼ પડે. હાલ સોશિઅલ મીડિયા મા દેશ ના જુદા રાજ્યો માથી રોજી રોટી માટે અન્ય શહેરોમાં થી આવીને સખત મેહનત કરીને પ્રગતિ કરેલાઓના ઉદાહરણો આપવામાં આવે છે તેની સરખામનીમાં સ્થાનિક પ્રજા પ્રમાણમાં ઓછી પ્રગતિ કરી શકી છે, તેના કારણો મા સુરતવાસીઓની જ઼ વાત કરીએ તો સુરતીઓ સ્થાનિક લેવલે રહેવામાં, શાંતિપ્રિય પ્રજા તરીકેની ઓળખ બીજું ઘણું બધુ. કોઈપણ રાજ્ય કે શહેર ના વિકાસ માટે કોઈ પરિબળ કામકરતું હોઈ છે. ઉદાહરણ તરીકે ગુજરાત રાજ્યનો ખેડૂત ખાતેદાર 8કિલોમીટર ની ત્રીજીયા મા જ઼ ખેતીની જમીન ખરીદી શકતો હતો.
પરંતુ કેશુભાઈ મુખ્યમંત્રી ના કાર્યકાળ દરમ્યાન 8કિલોમીટર ની ત્રીજીયામાં ખેતીની જમીન ખરીદીનો કાયદો રદ કરી ગુજરાત રાજ્યનો ખેડૂત ખાતેદાર ગુજરાત ના કોઈપણ શહેરમાં, ખેતી ની જમીન ખરીદી શકે તેવો કાયદો પસાર થયો. અને ગુજરાત રાજ્યમાં સુરત શહેર અને જિલ્લાની મૂલ્યવાન ખેતીની જમીનો સ્થાનિક ખેડૂતો ને સારા ભાવ મળતા અન્ય જિલ્લાના ખેડૂત ખાતેદારોને વેચાણ કરી દીધી અને સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ ખેતી ની જમીનો બિનખેતીમાં પરિવરતીત કરી સિમેન્ટ કોક્રિન્ટ ના જંગલો ઉભા કરી દીધા જમીનોના ભાવ વધવાના લીધે ગુનાખોરી પણ વધી વિકાસ ને વિનાશ મા તબદીલ થતા વાર નથી લાગતી.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલ વિચારો લેખકના પોતાના છે.