શહેર હોય કે ગામનાં શેરી, મહોલ્લા કે ફળિયાનાં નામ ત્યાં જે જ્ઞાતિની વસ્તી પ્રમાણે હોય છે.આપણા સુરતમાં જ્ઞાતિ મુજબ શેરીઓનાં નામથી ઓળખાય છે.અસ્સલ સુરતની મૂળ ચાર જ્ઞાતિ ક,ખ, ગ,ઘ એટલે કણબી, ખત્રી, ગોલા રાણા, ઘાંચીનું વર્ચસ્વ હતું.નવાપુરામાં કણબી શેરી, ઈંદરપુરામાં ખત્રીવાડ, બેગમપુરામાં રાણા શેરી,ભાગળની ઘાંચી શેરી, મુખ્ય શેરી હતી.તે ઉપરાંત સગરામપુરામાં દેસાઈ શેરી,અનાવિલ શેરી,ભંડારીવાડ,બેગમપુરામાં કોળીવાડ,વાણિયા શેરી,બ્રાહ્મણ ફળિયા,લાલ દરવાજામાં પટેલ વાડી,નવાપુરામાં પારસી શેરી,સલાબતપુરામાં ધામલાવાડ (ધામલા એક જ્ઞાતિ છે), માછીવાડ, હળપતિવાસ, વિ.મુખ્ય સુરતી જ્ઞાતિઓ વસવાટ કરતી હતી.હવે સુરતનો વિકાસ થયો.કોટ વિસ્તારની બહાર સોસાયટીઓ બની.જે બિલ્ડર દ્વારા આપવામાં આવેલા નામથી ઓળખાય છે અને એ સોસાયટીમાં મીની ભારત વસે છે.સુરતમાં મૂળ સુરતીઓ લઘુમતીમાં છે.વિકાસ..વિકાસ..માં આપણું અસ્સલ સુરત સિમેન્ટ કોંક્રિટના જંગલમાં ક્યાંક ખોવાઈ ગયું છે.
સુરત – કિરીટ મેઘાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અસ્સલ સુરતની શેરીઓનાં નામો
By
Posted on