Gujarat

ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં 200થી વધુ વિદ્યાર્થીના નામ બદલાઇ ગયા

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર છબરડા બહાર આવ્યાં છે. કોર્મસમાં રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓ પૈકી 200 થી વધુ વિદ્યાર્થીઓના નામ, પિતાના નામ અને અટક બદલાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. યુનિવર્સિટી સત્તાવાળાઓના ધ્યાને આ બાબત લાવવામાં આવતા હવે આવા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. બીજી તરફ એનએસયુઆઇ દ્વારા એડમિશન કમિટી વિખેરી નાખીને નવી એડમિશન કમિટી બનાવવા માંગણી કરી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અનેક વખત છબરડાઓ અને ભૂલો બહાર આવતી હોય છે. તાજેતરમાં જ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં કોર્મસ ફેકલ્ટી માટે રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓના નામ, અટક અને પિતાના નામ બદલાઈ જતા વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે મુશ્કેલી ઊભી થઈ છે.

એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી ફરી બહાર આવી છે. જેમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે છબરડાઓ થયા છે, ત્યારે એડમિશન કમિટી બદલીને નવેસરથી નિષ્ણાત સભ્યોની કમિટી બનાવવી જોઈએ. બીજી તરફ આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો મૌન સેવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને નુકશાન થશે.

Most Popular

To Top