નારી તું નારાયણી, નારી તારાં નવલાં રૂપ જેવાં અનેક વિશેષણો નારીઓ માટે વપરાય છે, ભારત પુરુષપ્રધાન દેશ છે. છતાં નારી-શક્તિને સન્નારી તરીકે બિરદાવવામાં આવે છે, ચાલો, મૂળ વાત પર આવીએ. ભારતીય સંસ્કૃતિમાં અનેક છતાં દેવીઓનાં નામ પહેલાં લખાય છે, બોલાય છે. જેમ કે સીતારામ, રાધેકૃષ્ણ, લક્ષ્મી નારાયણ પહેલાં પછી દેવતાનું નામ લખાય છે. ભારતનાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતાં. તે સમયે મહિલાઓને ખૂબ પ્રાધાન્ય અપાતું અને લેડીઝ ફર્સ્ટનું સૂત્ર વહેતું થયેલું. ભગવાન શ્રીરામ-સીતાજી-લક્ષ્મણ ત્રણેય 14 વર્ષ માટે વનવાસ ગયેલાં ત્યારે નદી પાર કરવા માટે નૈયા (નાવમાં બેસતાં પહેલાં કેવટે પૂજા કરેલી. સીતાજીને નાવમાં પહેલાં બેસાડેલાં, પછી રામ લક્ષ્મણ બેઠેલા. આ ભારતની સંસ્કૃતિ છે- આથી દેવી શક્તિ હોવાથી પહેલું નામ બોલાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વધુ મહત્ત્વ આપે છે. આજે રાજકીય ચૂંટણીઓમાં પણ 50 ટકા મહિલાઓનો હિસ્સો છે. આમ મહિલાઓ પણ પુરુષ સમોવડિયાં બની ગઈ છે, શિક્ષણ ક્ષેત્રે પણ પુરુષ સમોવડિયા બની ગઈ છે. શિક્ષણક્ષેત્રે પણ કુમાર કરતાં કન્યાઓ વધુ સારો દેખાવ કરીને ઉત્તીર્ણ થાય છે.
તરસાડા- પ્રવીણસિંહ મહીડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેવીનું નામ પહેલાં, પછી દેવતા
By
Posted on