Vadodara

હિંમતનગર આવાસના રહીશોને વધુ એક વાર પાલિકાએ નોટિસ ફટકારી

(પ્રતિનિધી) વડોદરા , તા. ૩૧
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ યોજના હેઠળ તરસાલી વિસ્તારમાં આવેલા હિમતનગર આવાસમાં થોડા સમય પહેલા સ્લેબ પડવાની ઘટના બની હતી. બાદમાં તમામ રહીશો દ્વારા રીપેરીંગ કરવાની માંગ કરવામાં આવી હતી અને તેટલા સમય પુરતું વૈકલ્પિક રહેણાંકની વ્યવસ્થા કરી આપવાની માંગ રહીશો દ્વારા મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હતી તે છતાં પણ ગત નારોજ પાલિકા દ્વારા રહીશોને નોટીસ ફટકારવામાં આવતા કલેકટર કચેરી ખાતે તમામ રહીશો “મેયરને થોડી બુદ્ધિ આપો” ની ધૂન મચાવી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.
ગત નારોજ હિંમતનગરના જર્જરિત થઇ ગયેલા આવાસોને પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપી હતી. જેને પગલે હિંમતનગરના રહીશો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેયરને થોડી બુદ્ધિ આપોની ધૂન પણ કરી હતી. આ ઉપરાંત નવા મકાનો બનાવી આપવાની માંગ કરી હતી. વડોદરા શહેરમાં 10 કરતા વધુ વર્ષથી જર્જરિત થઈ ગયેલા આવાસોમાં સ્થાનિકો લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
જીવના જોખમે રહેતા લાભાર્થીઓ દ્વારા અનેક વખત જર્જરિત આવસો રિડેવલપ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યું છે અને મોટી દુર્ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાએ આજે નિર્ભયતાની છેલ્લી નોટિસ આપતા સ્થાનિકોમાં ભારે જોવા મળ્યો હતો. તમામ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદન પત્ર આપીને મકાન ફાળવવાની માંગ કરી હતી

Most Popular

To Top