Vadodara

તાંબેકર હવેલીની દુર્દશા માટે પાલિકા અને આર્કોલોજી વિભાગ જવાબદાર

વડોદરા : શહેર ની ઐતિહાસિક ધરોહર ગણાતી એવી તાબેકર હવેલી ની પાલિકા અને આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા  દુર્દશા માટે જવાબદાર છૅ. કેન્દ્રીય પ્રવાસન મંત્રી અને સાંસદે પણ 1 વર્ષ પહેલા આંબેડકર હવેલી ની મુલાકાત લીધી હતી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે લાઇબ્રેરી , આર્ટ ગેલેરી અથવા પ્રદર્શન હોલ બનાવવાની જાહેરાત કરી હતી એક વર્ષથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.તાબકેર હવેલી ચારે બાજુ દીવાલ જર્જરિત થઈ ગઈ છે.જોખમકાર છે ક્યારે પણ રસ્તા પર આવી શકે તેમ છે.

શહેરની ઐતિહાસિક ધરોહર ગણાતી એવી તાંબેકર હવેલી વર્ષ 1854 માં આ બીલડીગ બન્યુ છે.165 વર્ષ જૂની આ મિલકત છૅ. ભાઉ તાબેકર હવેલી જેવો બરોડા સ્ટેટ વખતે દીવાન હતા. 4 માળ નું મરાઠા મેન્સન જેનુ ઉપર શિલ્પ, શિલ્પ ચિત્રો કામ કરેલા દરવાજા કોતરવાની કરેલી દીવાલો આખા બીલડીગમાં સ્ટ્રક્ચર સ્ટ્રોન, લાકડા ની ફ્રેમ વર્ક થી બનેલું છે.રામાયણ મહાભારત પહેલાના માણેલા પ્રસંગો, યુદ્ધ સમય ના ચિત્રો, જાળી વર્ક, તાબેકર હવેલીના 2 માળ ટુરિસ્ટ ને જોવા માટે આપે છે.ઐતિહાસિક ધરોહર ની  અના કરતા ખરાબ પરિસ્થિતિ ના થાય તે જોવા ની ફરજ પાલિકા ના સત્તાધીશો તથા આર્કયોલોજી સર્વ ઓફ ઇન્ડિયા ની બને છે. 300 થી વધારે ચિત્રો અત્યારે બીલડીગ ભીત ચિત્રો છે. દીવાલો ગમે ત્યારે ધસી પડે તેવી પરિસ્થિતિ છે. રાજસ્થાન કારીગરી આવી એ એક ભાગ રિસ્ટોરેશન કર્યો હતો.આ કારીગરો ચૂનો, ઇટ રેતી અડદ દાળ ,ગોળ બિલા નો માવો બનાવી ને છત માં ભરવામાં આવે છે.

વર્ષ અગાઉ કેન્દ્રીય પ્રવાસન મંત્રી, વડોદરાના સાંસદ અને અધિકારીઓએ તાંબેકર હવેલીની મુલાકાત લઈ કામગીરી માટે સૂચના આપી હતી

કેન્દ્રીય પ્રવાસન મંત્રી 1 વર્ષ થી વધુ સમય પહેલાં પહલાડ સિંહ પટેલ ઐતિહાસિક ધરોહર તાબેકર હવેલી ની મુલાકાત લીધી હતી. શહેર ની 2 દિવસ ની મુલાકાતે હતા. પાવાગઢ પણ ગયા હતા અને વડોદરા પુરાતત્વ વિભાગ ની મુલાકાત લીધી હતી.ઐતિહાસિક ઇમારત ની જણાવણી કરવી એ ફરજ અને જવાબદારી છે. તાબેકર હવેલી મુલાકાત દરમીયાન સાંસદ રંજબેન ભટ્ટ સહિત અધિકારીઓ જોડાયા હતા. 1 વર્ષ પહેલાં હવેલી અને સ્કૂલની કોમન દીવાલ ધરાશય થવાની શકયતા છે.

તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપ જાહેર કર્યું હતું કે લાયબ્રેરી, આર્ટ ગેલેરી,અથવા પ્રદશન હોલ, બનાવશે. પરંતુ હજુ સુધી વાર્તા રે વાર્તા ચાલે છૅ. કોઈ પણ પ્રકાર ની કામગીરી ની શરૂઆત કરવામાં આવી નથી.રાવપુરાના તાબેકર હવેલી બાજું સરકારી સ્કૂલની બિસ્મારભાગ નક્કી કર્યું હતું આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ને સોપાશે. ઉલ્લેખનિય છે કે તાબેકર હવેલી ની આરક્ષિત જાહેર કરાઇ છે.તાબેકર હવેલીની સમિતિ. નું શાળા નું મકાન છે જે જર્જરિત છે તે આર્કયોલોજી સુપરિટેન્ડર તરફથી કાગળ પાલિકા ને લખાયો હતો.હેવલી શાળા ની દીવાલ કોમન હોવાથી ચોમાસા માં પાણી ભરાય છે. જેનાથી કેટલો ભાગ જર્જરિત થઈ ગયો છે.હવેલી માં ગણા દુર્લભ ચિત્રો છે. 356 ચો મીટર વિસ્તારમાં જૂની સ્કૂલની બીલડીગ છે.

આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ને આપવા માટે ભલામણ પાલિકા ના જમીન મિલકત વિભાગે કરી છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે હતા એ નિર્ણય લેવાય હતો.ઉપરોક્ત બાબત લગત નો નિર્ણય તત્કાલિન પી સ્વરૂપે જાતે આ સ્થળ ઉપર કરી હતી. ઉલેખનીય છે કે તાબકેર હવેલી ચારે બાજુ દીવાલ જર્જરિત થઈ ગઈ છે. જોખમકાર છે ક્યારે પણ રસ્તા પર આવી શકે તેમ છે. પાલિકાની  નિર્ભય શાખા ને નોટીસ આપવી પડે તેવી પરિસ્થિતિ છે.તાબેકર હવેલી ના  ચારે ખૂણા ચારે બાજુ દીવાલ ગમે ત્યારે ધરાશય થાય તેવી પરિસ્થિતિ છે. આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા એમના મિલકતની ધ્યાન રાખતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ હવેલીની કામગીરી કરાવવા માટે નિષ્ક્રીય રહ્યા છે.

બિલ્ડિંગ ધરાશાય થાય તો દુર્લભ ચિત્રોને નુકશાન થવાની ભીતિ

આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયા એમના મિલકતની  100 મીટર આજુ બાજુ માં કોઈ પણ મોટા બાંધકામ થઈ શકતા નથી. આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ની પરમિશન લેવી પડતી હોય છે. 200 મીટરની રેજ માં  થોડાક હળવા નિયમો બનાવમાં આવ્યા છે.આટલા કડક નિયમો હોવા છતાં પણ બાંધકામ પરવાનગી શાખા ના અધિકારીઓ આડેધડ બાંધકામ મજુરી ઓ આપી દીધી છે. જૂના રહેણાંક મકાનલ માં કોમર્શિયલ ધંધા રાજગાર ચાલી રહ્યા છે.સદર બીલડીગ આજુ બાજુ માં ભારે વાહનોની અવર જવર માટે ટ્રાફિક વિભાગે રોક લગાવી જોઈએ. ટ્રક અને ભારદારી વાહનો રસ્તા ઉપર થી ફક્ત ઇમરજન્સી વેહિકલ ને પરમીશન આપવી જોઈએ.

છેલ્લાં 20 વર્ષ માં આજુ બાજુનો  રેકોર્ડ કઢાવો તો 100 ઉપર ગેર કાયદેસર બાંધકામ ઉભા થઈ ગયા છે.આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા પરમીશન બાંધકામ પરવાનગી શાખા એ તમામ નિયમો નેવે મૂકી મજૂર આપી દીધી છે. દવાના હોલસેલ વેપારીઓ ગોડાઉનો ,સ્ટોકિટ, વગેરે ની 24 કલાક દુકાનો ધમધમતી રહે છે .આવનાર દિવસોમાં આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાબાંધકામ ગમે ત્યારે ધસી બેસશે અને દુર્લભ ચિત્રો ને નુકશાન થશે. દુનિયામાંથી મુલાકાતીઓ આંબેડકર હવેલી ની મુલાકાત માટે આવે છે જે મુલાકાતીઓ કોઠી ચાર રસ્તા પાસે પોતાનું વાહન મૂકીને ચાલતા ઐતિહાસિક ધરોહરની મુલાકાત લે છે.

Most Popular

To Top