Vadodara

પુત્રીના લગ્નના 10 દિવસ પહેલા માતાનું મોત નિપજ્યું

વડોદરા : ગત તારીખ 3 ફેબ્રુઆરીએ ગાજરાવાડી ગોમતીપુરામાં ગેસનો બોટલ ફાટતા ત્રણ વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે પૈકી પુત્રીના લગ્નના 10 દિવસ અગાઉ 50 વર્ષીય માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતા વિકીભાઈ પટેલના ઘરે ગત તા.3ના રોજ સવારે ગેસ સળગાવતી વખતે લિકેજ થઈ રહેલા ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને ઘરમાં હાજર જ્યોતિબેન વિકીભાઈ પટેલ (ઉં.23) તથા બાળક વૃતાંશ પટેલ તથા વિકીભાઈ પટેલ તેમજ તેમના ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલા ભારતીબેન રમેશભાઈ લીમ્બાચીયા ગંભીર રીતે દાઝી ગયા હતા. આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

જોકે,આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.ગેસના બોટલ ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે બાજુમાં આવેલા પાડોશીના મકાનની દિવાલો પણ ધ્રૂજી ઊઠી હતી. સદનસીબે પાડોશમાં રહેતા પરિવારને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. જ્યારે દુર્ઘટનામાં 23 વર્ષીય જ્યોતિબેન વિકીભાઈ પટેલ, બાળક રૂતાંશ પટેલ અને 50 વર્ષીય ભારતીબેન રાજેશભાઈ લીમ્બાચીયા દાઝી જતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાંથી ભારતીબેન રાજેશભાઈ લીમ્બાચીયા જેઓને મોઢાં પર, બંને હાથ અને પગ પર ગંભીર રીતે ઇજા થતાં તેઓની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગુરુવારે સવારે હોસ્પિટલના બિછાને તેઓનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Most Popular

To Top