Vadodara

ગૃહ રાજ્યમંત્રી અને પ્રથમ નાગરિક માસ્ક વગર આશીર્વાદ યાત્રામાં દેખાયા

વડોદરા : જન આશીર્વાદ યાત્રા અકોટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાઇ હતી.જેમાં પદભાર સંભાળ્યા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના પ્રવાસની શરૂઆત કરી હતી. જે પ્રમાણે કાયદા મંત્રી ની જન આશીર્વાદ યાત્રામાં મંત્રી, સાંસદ, મેયર અને નેતાઓએ માસ્ક ન પહેરીને કાયદાનો ભંગ કર્યો હતો તેવી જ રીતે ગુરુવારે પણ જન આશીર્વાદ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી  સહિત નેતાઓએ માસ્ક ન પહેરીને કાયદાનો ભંગ કર્યો હતો. જન આશીર્વાદ યાત્રામાં સંગઠન કાચું પડ્યું હતું કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. યાત્રા માં ટેમ્પા ખાલી જોવા મળ્યા હતા. હાઈપ્રોફાઈલ રેપ કેસમાં સ્પેશિયલ ધારાશાસ્ત્રી નિમણૂક બાબતે ગૃહમંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

વડોદરા શહેરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અકોટા વિધાનસભા મતવિસ્તારમાં જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કીર્તિસ્તંભથી કરવામાં આવી હતી. ઢોલ, ત્રાસા, ફટાકડા સાથે ગૃહ રાજ્યમંત્રી નું સ્વાગત કરાયું હતું. હર્ષ સંઘવીનું અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલીએ ખેસ પહેરી ને સ્વાગત કર્યું હતું. સ્ટેજ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ રંજનબેન ભટ્ટ ,મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય સીમા મોહીલે, નંદા જોશી અને પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયા માસ્ક વગર દેખાયા હતા. ખુલ્લા મંચ પર કાર્યકર્તાઓ તડકાથી પરસેવે રેબઝેબ થઇ ગયા હતા . હર્ષ સંઘવી મંચ પરથી કીધું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને આગળ લઈ ગયા છે, દેશમાં અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, યુવાનોને રોજગારી ની વાત હોય કે કોરોના દેશની એકતા દર્શાવી છે .છેલ્લાં 20 વર્ષથી ભાજપ લોકોની સમક્ષ છે. કિર્તી સ્તંભથી રેલીની શરૂઆત થઈ હતી જેમાં નવીનક્કોર નંબર વિનાની ગાડી જેમાં એપ્લાય ટુ નંબર લખવામાં આવ્યું હતું અને  ઈસ્કોન મંદિર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતાના શપથ બાદ ફૂલો રોડ પર પડી રહ્યા

શહેરમાં એક બાજુ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે અને બીજી બાજુ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અકોટા વિધાનસભ જન આશીર્વાદ યાત્રામાં  ફટાકડા ફોડી અને તેમને અભિવાદન માટે જે ફૂલો આપવામાં આવ્યા હતા તે ફુલો રોડ પર પડેલા હતા સ્વચ્છતા શપથ લેડાવનાર  પોતે ગંદકી કરે છે.

રેપ કેસમાં ધારાશાસ્ત્રી નિમવા મુદ્દે મંત્રીના ગોળ ગોળ જવાબ

હાઈપ્રોફાઈલ રેપ કેસમાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હજુ ભાગેડુની ધરપકડ કરાશે જ્યારે આરોપીઓ રાજકીય વગ ધરાવે છે ત્યારે સ્પેશિયલ ધારાશાસ્ત્રી નિમણૂક બાબતે ગૃહરાજ્યમંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. અને તેમણે જણાવ્યું હતું કે પીડિતાને ન્યાય મળશે.

નેતાઓ મહિલા મોર્ચાની બહેનો પાસે સબક લે…

ભારતીય જનતા પાર્ટી શિસ્ત બંધ પાર્ટી છે. કાર્યકર્તાઓએ મહિલા મોરચા પાસે શીખવાની જરૂર છે. તમામ મહિલાઓએ માસ્ક પહેર્યા હતા અને કાર્યક્રમ અનુરૂપ ડ્રેસ અને સાફા પહેર્યા હતા. કોઈનું પણ ધ્યાન ખેંચે એવી રેલી કાઢી હતી. મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન પટેલની આગેવાની હેઠળ રેલી શીસ્ત બંધ અને કાયદાનું પાલન કરી રેલી કાઢવામાં આવી હતી.

અનેક ટેમ્પા અને ફ્લોટ્સ ખાલી જોવા મળ્યા

જન આશીર્વાદ યાત્રામાં રેલી ટેમ્પા અને ફ્લોટ્સ ખાલી જોવા મળ્યા હતા કોઇપણ યાત્રા કે રેલીમાં ટેમ્પા હોય તો રેલી લાંબી અને તેમાં કાર્યકર્તાઓ બેઠા હોય તો રેલી ખૂબ મોટા પાયે આયોજન કર્યું હોય તેમ લાગે છે. પરંતુ ટેમ્પા ઓ ખાલી હતા એજ બતાવે છે કે કાર્યકર્તા ની પાંખી હાજરી હતી.

Most Popular

To Top