Charchapatra

ભારતની પ્રજાની માનસિકતા

કહેવત પણ છે કે ‘‘મન એવ બન્ધન મોક્ષયો: કારણમ્. મનુષ્યના જીવનની પ્રગતિ-વિકાસ-એના માનસિક વિચારો પર ખૂબજ આધાર રાખે છે. ભારત દેશ ગુલામ હતો ત્યારે બસો વર્ષ ભારતની સામાન્ય પ્રજાએ ગુલામીની માનસિકતા ભોગવી. પરંતુ ભારત આઝાદ થયા પછી પણ સામાન્ય જનતામાં કેળવણી અને શિક્ષણના અભાવે ગુલામીની જ માનસિકતા છવાઈ રહી. આઝાદી પછીની સરકારે પ્રજા જાય ભાડમાં, આપણે નાણાંની તંગી ન જોઈએ અને આપણી ખુરશી સચવાઈ રહે એ જ માનસિકતા રહેવા દીધી.

2014 પછી ભારતની પ્રજામાં થોડો સુધારો નજર આવે છે. પરંતુ માનસિકતા તો એ જ ગુલામીનો અનુભવ થતો નથી. હજી ભારતમાં સામાન્ય જનને સરમુખત્યારશાહી લાગ્યા કરે છે. પ્રજાને એમજ લાગ્યા કરે છે કે સરકારે જ બધું કરવું જોઈએ. આ માનસિક સ્થિતિમાં સિત્તેર વર્ષની ગાદી ભોગવ્યા પછી આજે એ સરકાર નામશેષ થઈ ગઈ છે. ભારત માતાની સેવા કરવાને બદલે સામાન્ય પ્રજાની માંગણીઓ જ ખૂબ હોય છે. ભારતના વિકાસમાં સાથ આપવાને બદલે તેમાં વિઘ્નો લાવવાના પ્રયાસ ઘણા થાય છે. શિક્ષણમાં જો ગુલામીની છાયા પ્રવર્તતી હોય તો પછી સ્વતંત્રતાનો અનુભવ કેવી રીતે થાય? માટે પ્રજાએ પોતાની ગુલામીની માનસિકતા છોડી સ્વતંત્રતાની ભાવના કેળવવી જોઈએ તો જ સાચા ભારતનાં દર્શન થશે.
પોંડીચેરી – ડો. કે.ટી.સોની    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગુટકા અને સટ્ટાનું દૂષણ
આજે જ્યાં જોઈએ ત્યાં ગુટકા ખાવાનું અને ક્રિકેટના સટ્ટાનું પ્રદર્શન થાય છે. આજની પેઢીને બધું ગુટકાના વ્યસનની અને સટ્ટા રમવાની લત લાગી જાય છે. આજની પેઢીમાં એક માનસિકતા હોય છે કે પેલો કરે છે ને તો હું પણ આવું કરું. જે વસ્તુ મા-બાપને ખબર પડે ત્યારે પગ નીચેની જમીન સરકી જાય છે. આ બધું ફિલ્મમાં અને ટી.વી.ના પડદા પર જોવા મળે. તેનું પછી રીયલ લાઈફમાં અનુકરણ કરે છે.  કુમળાં બાળકોની ખોટી વસ્તુ તરફ આકર્ષાય ને ખોટા માર્ગે ચઢી જાય છે.
સુરત     – તુષાર શાહ        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top