Charchapatra

 ‘ગાઇડ’ ફિલ્મની સંવાદ સાથેની સૂરીલી સફર

વાહ કયા બાત હે. મનમોહી લીધા દિલ ખુશ કરી નાંખ્યા. મારા જેવા કઇ કેટલાંય  ‘ગાઇડ’ ફિલ્મનાં પાગલ પ્રેમીઓના આ શબ્દો છે. 6 જુલાઇ અને 13 જુલાઇની ‘મિત્ર’ અખબારની ‘શો ટાઇમ’ની પૂર્તિમાં ખુદ ગાઇડપ્રેમી લેખક બુલક ટેલરે ‘ગાઇડ’ ફિલ્મની સંવાદ સાથે સૂરીલી સફર સદા માટે યાદગાર બનાવી હતી. આ લખનાર પાસે આ ફિલ્મ વિશેની માહિતીનો ખજાનો પડેલો છે. પરંતુ કહેવા દો આવી મન મૂકીને દિલ ખોલીને સમીક્ષા આ પહેલાં કયારે જાણવા મળી નથી. અહીં એક વાતનો એકરાર જરૂર કરવો પડે ખરેખર 1965ની કલાસિક ફિલ્મનો હાસિલ કરનાર સફળ ‘ગાઇડ’ આમ જનતા કરતાં બુદ્ધિજીવી લોકોને વધુ પસંદ આવી હતી. યાદ આવે છે કે રમેશભાઇ ઓઝા જેમની ‘ગાઇડ’ ફિલ્મ વિશેની જાહેરમાં કાર્યક્રમ કરવાની ઇચ્છા અધૂરી રહી ગઇ.

પછી બીજા નંબરે નરેન્દ્રભાઇ જોષી યાદ આવે છે, જેઓએ મારી ઇગ્લિંશ ‘ગાઇડ’ ફિલ્મ જોવાની ઇચ્છા પૂરી કરી હતી. એક સંવાદ આ ફિલ્મનો મારી દૃષ્ટિએ પ્રાણ છે. જયારે આ ફિલ્મની નાયિકા રોઝી જેલની સજા પામેલા રાજુને મળવા આવે છે ત્યારે એ પ્રશ્ચાત્તાપ કરતાં કહે છે ‘તુમ્હે બચાને કે લીયે મે જુઠ નહીં બોલ શકી.’ આના પ્રત્યુતરની લેખકે નોંધ લીધી છે. ‘રાજુ ગાઇડ’ કહે છે ‘દોષ મેરા થા રોઝી મુનાસિબ તો યહી થા કા. તુમ્હે ઘરકી લક્ષ્મી બનાતા મગર જાને કયા ધૂનથી અપના બનાને સે પહેલે તુમ્હે દુનિયા કી રાની બના દૂ. શોહરત તુમ્હે મિલી સર મેરા ગુમ ગયા હોશ આયા તો દેખા જેલમેં.

મને લાગે છે કે આ ફિલ્મનો આ મહત્ત્વનો સાર હતો. જીવનમાં પરિસ્થિતિ પણ કેવી કલ્યાણકારી સાબિત થાય છે. એ રાજુ ગાઇડનો ‘સ્વામી’ તરીકેનો નવો અવતાર પાછળથી બનેલા આચાર્ય રજનીશના ચેલા આધ્યાત્મિક રંગથી રંગાયેલા વિજય આનંદને એ પહેલાના અભ્યાસનો અનુભવ કામ લાગ્યો. સાર વિના આવા બેમિસાલ, લાજવાબ, સંવાદનું સર્જન થઇ શકે નહીં. મૃત્યુ સમયનો રાજુ ગાઇડનો અંતિમ યાદગાર સંવાદ ‘ન સુખ હે ન દુખ હે ન દિન ન દુનિયા ન ઇન્સાન ન ભગવાન સિર્ફ મે હૂં મે, સિર્ફ, મેં. ‘સિર્ફ મેં. થેંકયુ બકુલ ટેલર સર થેંકયું વિજય આનંદ, ‘ગાઇડ’ના પરદા પાછળના સાચા અધિકારીને.
સુરત     – જગદીશ પાનવાલા

Most Popular

To Top