Vadodara

માસ્ટરમાઈન્ડો કોઈને શક ન જાય એટલે ફરિયાદી સાથે ફરતા હતા

વડોદરા: વાસણા રોડ પર રહેતા એનઆઇઆર દંપતીને રિવોલ્વરની અણી બંધક બનાવી 41 તોલા સોનું અને રોકડ રકમ સાથે 16.40 લાખની લૂંટના મુખ્ય સૂત્રોધાર ભાજપના કોર્પોરેટર સંગીતાબેનના સાવકાપુત્ર અને જમાઇની પોલીસે દોઢ મહિના બાદ અટકાયત કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં બે વર્ષ પહેલા એનઆઇઆર દિપકભાઇ પટેલ તેમની પત્ની સાથે રહેવા માટે આવ્યું હતું. મૂળ કરજણના દિપક જર્મની સ્થાયી થયા હતા. તેમના સંતાનો હાલમાં જર્મનીમાં છે.

જેથી દંપતી આટલા મોટા ઘરમાં એકલા રહેતા હતા. 7 ઓક્ટોબરના રોજ દંપતી સાંજે 6 વાગ્યાની આસપાસ ફ્રેસ થવા માટે બહાર નીકળ્યું હતું અને સાંજે 7.30 વાગ્યાના અરસામાં પરત ઘરે આવ્યું હતું. કમ્પાઉન્ડમાં મૂકેલા હિચકા પર બાદ 8 વાગ્યે ઘરમાં ગયા હતા તે દરમિયાન ત્રણ બુકાનિધારી લુંટારુ ઘરમાં ઘુસી ગયા હતા.દિપક અને તેમની પત્ની સંગીતા પર રિવોલ્વર ધરી દીધી હતી. ઘર મે છો કુછ પડા હુવા હૈ સબકુછ હેમે દે દો કહી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં દિપકભાઇ પાસેથી અંદરના રૂમમાં મૂકેલી તિજોરીની ચાવી લઇને 41 તોલા સોનો તથા રોકડા 40 મળી 16.90 લાખની માલમત્તા લઇને ફરાર થઇ ગયા હતા.

ગોત્રી પોલીસ સહિત ડીસીબી પીસીબી સહિતના 5 એજન્સીઓને લુંટારો પકડવામાં કામે લાગી હતી.ત્યારબાદ સંપૂર્ણ તપાસ ડીસીબીને સોંપાતા પોલીસે 7 લુંટારુઓ પકડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર વોન્ટેડ મુકેશ ઉર્ફે બિટ્ટુ રજનીકાંતભાઇ પટેલ તથા ઉમેશ ઉર્ફે યોગેશ રાજુ રાજેશ સિન્હાને કોર્ટમાં આગતોરા જામીન અરજી મુકી હતી. પરંતુ કેસ ચાલુ હોવાના કારણે કોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ બંને આરોપીઓ 21 નવેમ્બરે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઇ ગયા હતા. જેથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતા 28 નવેમ્બર સુધીના 6 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.

લૂંટ બાદ બંને શેરડી, મહારાષ્ટ્રાના તીર્થધામોના દર્શન કર્યાં
એનઆઇઆરના ઘરમાં લૂંટની ઘટના બની હતી ત્યારથી સંગીતાબેનનો સાવકો પુત્ર અને લૂંટનો માસ્ટર માઇન્ડ મુકેશ ઉર્ફે બિટ્ટુ રજનીકાંત પટેલ દિપકભાઇની સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પણ ગયો હતો. કોઇને તેના પર શંકા ન જાય તે માટે સાતીર દિમાગનો બિટ્ટુ ફરિયાદી સાથે ફરતો હતો. બિટ્ટુ જાણતો હતો કે દિપકભાઇની જમીનનો સોદો થઇ ગયો છે અને એનઆઇઆર હોવાથી તેમના ઘરમાં રૂપિયા છે. તેમની સાથે રહીને લૂંટના સાથીદારોને પળેપળની માહિતી પુરી પાડતો હતો. જેવું લૂંટમાં તેનુ તથા તેના બનેવી ઉમેશ ઉર્ફે યોગેશ સિન્હાનું નામ નીકળ્યું હોવાની જાણ થતા તેઓ વડોદરા છોડા ભાગી ગયા હતા.

આરોપીઓને આર્થિક મદદ કરના માતા-પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે?
મુકેશ ઉર્ફે બિટ્ટુ તથા યોગેશ સિન્હાને લૂંટની રકમના 50 ટકા ભાગ મળવાનો હતો. પરંતુ ફરિયાદમાં બંને નામ ખુલતા બંને ભાગી ગયા હતા. દોઢેક મહિનો બંને શેરડી,સુરત, મહારાષ્ટ્ર સહિતના યાત્રાધામમાં ફર્યા કરતા હતા. આ ફરવામાં રૂપિયા તેમના માતા-પિતા પૂરા પાડતા હોવાની વિગતો તપાસમાંથી જાણવા મળી રહી છે. મુકેશ અને જમાઇ બંને તેમના વધારે પડતા તેમના પિતાના સંપર્કમાં રહેતા હતા. જેથી આરોપીને આર્થિક સહિતની મદદ કરવા બદલ માતા સંગીતાબેન તથા પિતા રજનીકાંતભાઇ પર કાર્યવાહી કરાશે ?

બોક્સ-હજુ વોન્ટેડ એક આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા
વાસણાની સોસાયટીમાં એનઆઇઆરના ઘરે થયેલી લૂંટમાં સાળા બનેવી કરેલી આગોતરા અરજી નામંજૂર થતા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જેથી પોલીસે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યા બંનેની ધરપકડ કરી જોકે તેમની પાસેથી મુદ્દામાલ વ હોવાનું જણાવ્યું હતું. હજુ એક વોન્ટેડ આરોપી હિરાલાલ માંગીલાલ કુમાવત પાસે હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. -સુમિત ગુર્જર, પીઆઇ ગોત્રી પોલીસ સ્ટેશન
યોગેશ સિન્હા સામે લૂંટનો ગુનો નોંધાયો હતો
ભાજપના કોર્પોરેટર સંગીતાબેનના પતિ રજનીકાંતભાઇ તેમની સાળીની દીકરીને દત્તક લીધી હતી. જે દીકરીએ યોગેશ ઉર્ફે રાજુ સિન્હા સાથે લગ્ન કર્યા હતા. યોગેશ સિન્હા કોન્ટ્રક્શનના વ્યવસાય કરે છે. અગાઉ સંગીતાબેનનો જમાઇ લૂંટની ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.

રિમાન્ડ દરમિયાન પૂછતાછના મુદ્દાઓ
લૂંટ કર્યા બાદ સોના સહિતનો મુદ્દામાલ ક્યા છુપાવ્યો છે?
સંબંધમાં થતા મામા સાથે લૂંટ કરવાનું કાવતરુ કેમ રચ્યું ?
કોની કોની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો કોની કેવી ભૂમિકા હતા
લૂંટ કર્યા બાદ તમારા હિસ્સામાં કેટલો મુદ્દામાલ આવવાનો હતો
વોન્ટેડ હીરાલાલ માંગીલાલ ક્યાં છુપાયો છે હાલમાં ક્યા રહે છે ?

Most Popular

To Top