Madhya Gujarat

મલાવ-અલીન્દ્રા ચોકડી ગેરકાયદે હેરાફેરી માટે સ્વર્ગ સમાન

કાલોલ: કાલોલ તાલુકાના મલાવ ગામથી લઈને મેઈન હાઇવેની મલાવ ચોકડી અને અલીન્દ્રા ચોકડી સુધી વહેલી સવારથી લઈને રાત્રી દરમિયાન ગેરકાયદેસર લાકડા,દારું અને માટી ખનનની મોટા પ્રમાણમા હેરાફેરી ચાલતી જોવા મળે છે. કાલોલ તાલુકામાં બે નંબરના ઘંધા માટે ગણાતી  મલાવ  અને અલીન્દ્રા ચોકડી જ્યાં અનેક મોટા પ્રમાણમાં  બે નંબર ઘંધાના વાહનો  ની મોટા પ્રમાણમાં  અવર જવર  ચાલતી રહે છે . અને વખતોવખત પોલીસ ચોપડે ગુના પણ નોંધાયા છે.

આ વિસ્તારમાં લાકડા નાં વેપારી દ્વારા  બેફામ લાકડા ની મોટા પ્રમાણમાં  ફેરારી  કરવામાં આવે છે અને લાકડાં ભરેલ ટેમ્પા ડ્રાઇવર દ્ધારા હાઇવે ઉપર ન કાઢતાં  અંતરિયાળ રસ્તાઓ ઉપરથી ચોરી-છુપી વાહનો કાઢતાં રહે છે.લાકડાનાં  વેપારીઓ દ્વારા  કોઇ પણ  પ્રકારની પરમીશન લીધા વગર વૃક્ષો  નું  નિકંદન કરવામાં આવે છે. અને સીધાજ  ટ્રક અનેટ્રેકટરમારફતે આ વિસ્તારની લાકડાની શો મીલો મા પહોંચાડાય છે આવા ટ્રક અને ટ્રેકટર નું પાઇલોટિંગ પણ આ વૃક્ષ છેદન કરનાર લોકો કરતા હોય છે.

જ્યારે એવા બેફામ બની બેઠેલા  લાકડા નાં વેપારી અને મોટે પાયે માટી ખનન કરનાર ઉપર સ્થાનિક  અધિકારી  ની  મિલિભગત નાં  કારણે  બેફામ  લાકડા અને માટીની ગાડીઓ નીકળતી રહે છે પરંતુ ત્યાંના લાગતા વળગતા અધિકારીઓ  એક-બીજા  અધિકારી ઉપર ખો આપી રહ્યા છે. જયારે  આ મલાવ અને અલીન્દ્રા ચોકડી  બે નંબરનાં  ધંધા કરતાં માલિકો માટે આશિર્વાદ સમાન છે. જયારે અહિંયા રાત્રી દરમિયાન  અનેક પ્રકારના  કાળા ઘંધા ની હેરાફેરી ચાલતી હોય છે. જો સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેવી લોકચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top