સુરતીઓની જીવનશૈલી

પહેલાં સુરત કોટ વિસ્તારમાં વસતું હતું.ઘણી ઓછી વસ્તી હતી.સુરતમાં મુખ્ય ક,ખ,ગ,ઘ એટલે કણબી,ખત્રી,ગોલા,અને ઘાંચી સમાજના લોકો વસવાટ કરતાં હતાં.ખત્રી જ્ઞાતિનો મુખ્ય કાપડનો વ્યવસાય હતો,ઘરે  ઘર કાપડના લુમ્સ ચાલતા.ઘરમાં છ મશીન હોય અને ખાવાવાલા બાર હોય,ઘરના સભ્યો જ મશીન ચલાવતા,ઘરની મહિલાઓ બોબીન ભરતી,અને છોકરાઓ ભણવા સાથે કાપડના તાકા ભરતા અને સુખેથી જીવન વિતાવતા.ઘરમાં સાદું ભોજન જ બનતું.લગ્નમાં બહુ  દેખાડો નહિ.એક મા બાપનાં પાંચ સાત બાળકો ક્યાં પરણી જતાં કંઈ ખબર પડે નહીં.પહેલાં બર્થ ડે પાર્ટી ક્યાં ઉજવાતી હતી.મંદિરમાં સાકરની પ્રસાદી ધરાવી ભગવાનના આશીર્વાદ મેળવી સાલગીરીની ઉજવણી થતી.વારે તહેવારે દીકરી જમાઈને ભોજન માટે બોલાવવા એ એક સુરતીઓની આગવી પરંપરા છે.આમ પણ સુરતીઓ પહેલેથી ખાવાના શોખીન.દરેક પ્રકારની વાનગી ઘરમાં જ બનતી.પહેલાં એક ઘરમાં મોટા મોટા સંયુક્ત પરિવાર વસવાટ કરતાં હતાં.ઘરમાં માંડ એકાદ સ્કુટર હતું.સાયકલ મુખ્ય વાહન હતું.પરિણામે સુરતમાં ટ્રાફિક કે પાર્કિંગની કોઈ સમસ્યા હતી નહિ.જેટલાં ભૌતિક સુખ વધ્યાં એટલી સમસ્યા વધી.આજે ફરી સુખી સંપન્ન માણસો દૂર ગામમાં ફાર્મ હાઉસમાં  સુખ શોધવા દોડે છે.આજે માણસ પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં માનસિક શાંતિ ક્યાં છે?
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top