વડોદરા : વડસર બ્રીજ નજીક આવેલા જય અંબે ફ્લેટમા હત્યાની ઘટના ને અંજામ આપનાર સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણે પ્રેમીકાના સાસુ દક્ષાબેનની ઘરમાં ઘુસીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકના વહુ ભાવના અશ્વિન પરમારે કહ્યું કે, આરોપી સોનુ છેલ્લા કેટલાંક સમયથી મને ફોન પર તેમજ અન્ય રીતે હેરાન કરીને સબંધ બાંધવા દબાણ કરતો હતો. અને ફોન પર પણ ખુલ્લેઆમ ધમકી આપતો હતો. 10 સપ્ટેમ્બરના રોજ ઘરમાં ઘૂસીને મારા સાસુ દક્ષાબેનની ચાકુ મારી હત્યા કરી છે. આજે પોલીસે સોનુના સાગરિતની પણ ધરપકડ કરી છે.
જેની ઓળખ કરવા માટે પ્રેમિકા પોલીસ સ્ટેશન ગઈ હતી અને 10 જેટલા લોકો માંથી આરોપીના સાગરિતને ઓળખી પણ લીધો હતો. વિધર્મીના ખુની ખેલ બાદ હત્યારા જેલમાં જશે ત્યાર બાદ તેના પરિવારજનો અમારા પર જીવલેણ હુમલો કરશે તેવી પણ દહેશત વ્યકત કરી હતી. ખુની ધોળા દિવસે ગમે ત્યાં જઈને ગમે તેવું ગંભીર ગુનાહિત કૃત્ય કરી શકતો હોય તો મારા પરિવારજનો સાથે તેનો માથાં ભારે પરીવાર કઈ પણ કરી શકે છે. અત્યારથી જ અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતા પોલીસ સુરક્ષા માટે માંગ કરી હતી અને નિર્દોષ સાસુનો ભોગ લેવાતા વધુ આક્રોશ ઠાલવતી ભાવનાએ તો ખુનીઓને વહેલી તકે ફાંસીની જ સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી અને મદદગાર લોકોનો પણ ખાસ કરીને આભાર માન્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદે પણ હત્યાની ઘટના વખોડી
વિધર્મિના હાથે નિર્દોષ વૃદ્ધાની થયેલી હત્યા બાબતે વિશ્વ હિન્દુ પરિષદના અને અન્ય હિન્દુ સંગઠનો પરિવારની સહાયમાં આગળ આવ્યા છે. ઓળખ પરેડ સમયે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ હાજર હતા. બનાવ બન્યા પછી આ આરોપીઓ નજીકની મસ્જીકમાં ગયા ત્યાં તેઓને આશ્રય મળ્યો. જ્યાં આરોપીઓને આશ્રય મળ્યો હતો તે મામલે પણ ઉંડી તપાસ હાથ ધરી ને કડક કાનૂની કાર્યવાહીની માગ ઊઠી હતી. સંગઠનોએ વધુમાં જણાવ્યું કે, લવ જેહાદ જેવા આવા બનાવોને માત્ર શબ્દોમાં વખોડવાનો સમય નિકળી ગયો છે. પીડિતા અને તેના પરિવારને તત્કાલિક પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે. અને ભવિષ્યમાં ક્યારેય આવો બનાવ ન બને તેની તકેદારી પોલીસ તંત્રને રાખવાની જરૂર છે.