SURAT

જજ ઉપર ચપ્પલ ફેંકનારને 18 માસની કેદ,જજને 9 વર્ષે ન્યાય મળ્યો

surat : ગુજરાત હાઇકોર્ટના ( gujrat highcourt) જસ્ટિસને પણ 9 વર્ષે ન્યાય મળ્યો છે. જસ્ટિસ ( justice) ઉપર ચપ્પલ ફેંકનાર એક યુવાનને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને 18 મહિનાની કેદની સજા ફટકારી હતી. આ યુવાનની સામે નગરપાલિકાએ કેસ કર્યો હતો અને કેસ ચાલતો ન હોવાથી જસ્ટિસ ઉપર ચપ્પલ ફેંક્યાની વિગતો પોલીસને કહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના વતની ભવાનીદાસ મયારામ બાવાજી ચાની કીટલી (લારી) ચલાવે છે. મનપાએ તેની લારી કબજે કરી હતી અને ભવાનીદાસની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. આ અંગે સેશન્સ કોર્ટમાં અપીલ થઇ હતી, પરંતુ કેસ લાંબા સમય સુધી ચાલતો ન હતો. બીજી તરફ ભવાનીદાસ બેરોજગાર બની ગયો હતો અને વારંવાર ઉછીના રૂપિયા માંગીને કોર્ટના ધરમના ધક્કા ખાતો હતો. વારંવાર ધક્કા ખાવાથી તે કંટાળી ગયો હતો અને માનસિક સંતુલન ગુમાવી દીધુ હતુ. ભવાનીદાસે કંટાળીને ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને જસ્ટિસ બ્રિજેશ ત્રિવેદીની ઉપર બે ચપ્પલો ફેંક્યા હતા. ચપ્પલ ફેંકવા બદલ ભવાનીદાસની સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. 9 વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં ગ્રામ્ય કોર્ટે ભવાનીદાસને તકસીરવાર ઠેરવીને 18 મહિનાની કેદની સજા ફટકારી હતી.

સુરત શહેરના યોગીચોક ખાતે રહેતા રત્નકલાકારની સામે સાયબર ક્રાઈમ ( cyber crime) પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ( Child pornography ) રાખવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે રત્નકલાકારની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના યોગીચોક ખાતે આવેલી પ્રમુખછાયા સોસાયટીમાં રહેતો 24 વર્ષીય મયંક પ્રવિણભાઇ ભાલાળા હજીરા ખાતે આવેલી કંપનીમાં રત્નકલાકાર છે. મયંકના મોબાઈલ ફોનમાં મેગા એપ્લિકેશન પરથી ઢગલેબંધ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ક્લીપ હોવાની બાતમી સાયબર ક્રાઈમ સેલને મળી હતી. મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી રાખવી ગુનો હોવાથી સાયબર ક્રાઈમ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેના મોબાઈલ ફોન તપાસતા મોબાઈલમાંથી 150થી વધારે એડલ્ટ પોર્નોગ્રાફી ક્લીપ મળી હતી. યુવકની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top