અવિકા ગૌરને હિન્દી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે આવતાં કેમ વર્ષો લાગ્યા તે ખબર નથી પણ અનેક અભિનેત્રીઓને પહેલી ફિલ્મ આપનાર વિક્રમભટ્ટ હવે અવિકાને તક આપશે. તેણે 2008માં ‘1920’ નામની ફિલ્મ બનાવેલી હવે ‘1920’ નામની ફિલ્મ બનાવેલી હવે ‘1920 : હોરર્સ ઓફ ધ હાર્ટ’ બનાવશે પણ નિર્માતા તરીકે. આ ફિલ્મનું દિગ્દર્શન વિક્રમની દિકરી ક્રિષ્ના કરશે. વિક્રમ ભટ્ટ હોય એટલે મહેશ ભટ્ટનું નામ ઉમેરી લેવું. તે કમસે કમ લેખક તરીકે તો હોય જ. ‘બાલિકા બધુ’ ની અવિકા હવે બાલિકા તો ક્યારની રહી નથી. 26 વર્ષની થઈ ચુકી છે.
અવિકાએ ત્રણેક હિન્દી ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવેલી પણ યુવાન થયા પછી તે તેલુગુ અને કન્નડ ફિલ્મોનો ભાગ બની ગઈ. આ વર્ષે પણ તેની બે તેલુગુ ફિલ્મ ઉપરાંત એક કઝાખ ફિલ્મ આવી ચુકી છે. પણ હિન્દી ફિલ્મો તેના ભાગે નહોતી આવતી. હકીકતે ‘લોડોર : વીરપુરકી મર્દાની’માં અનુષ્કાની ભૂમિકા ભજવ્યાને પણ ચાર વર્ષ થઈ ગયા. હમણાં ‘પેપર રોકેટ’ નામની સિરીયલમાં આવી રહી છે જેમાં તે તાન્યા રવિચન્દ્રની ભૂમિકામાં છે. પણ તેનું ધ્યાન ફિલ્મો તરફ છે. ‘પોપકોર્ન’ નામની ફિલ્મમાં તે આવી રહી છે અને ‘આમ રન ઈન ધ સીટી : ચેપ્ટર 1’નું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. સાઉથની આ બંને ફિલ્મોમાં પણ તે મુખ્ય અભિનેત્રી જ છે.
પરંતુ હિન્દી ફિલ્મો માટે તેણે રાહ જોવી પડી છે. વિક્રમ ભટ્ટની ફિલ્મ તો છે પણ તે ઉપરાંત પ્રતિક ગાંધી સાથે ‘કહાની રબરબેન્ડ કી’ માં પણ તે આવી રહી છે. તે હવે ટી.વી. સિરીયલોમાં પાછા વળવા નથી માંગતી પણ ફિલ્મો તેના ટાર્ગેટમાં છે. ‘શશશશ… ફીર કોઈ હૈ’ ટી.વી. શ્રેણીથી તેણે કારકિર્દી શરૂ કરેલી અને ‘બાલિકા વધુની આનંદી તરીકે ઘરેઘરે જાણીતી બની ગયેલી તે વખતથી જ તેને સાઉથમાંથી ઓફરો મળવા લાગેલી પણ લોકોએ તો તેને ‘સસુરાલ સીમરકા’ની રોલી અને છેલ્લે અનુષ્કા વડે જાણીતી રહી પછી તો તે ફિલ્મોની જ થઈ ગઈ અને વળી હિન્દી નહીં એટલે લોકોને થતું હતું કે અવિકા ગાયબ થઈ ગઈ છે. યા પરણીને કામ બંધ કર્યુ છે.
મુંબઈમાં જન્મેલી આ ગુજરાતણ પોતાની કારકિર્દી બાબતે સભાન છે. હા, આનંદી તરીકે જાણનારને તે હજુ પણ આનંદી જેવી જણાશે પણ તે હવે તે નથી. વિક્રમ ભટ્ટની ફિલ્મમાં આવશે તો તો તેને સેકસી પણ દેખાડાશે. કારણકે વિક્રમ ભટ્ટની ફિલ્મો અભિનેત્રીના સૌદર્ય પર નથી ચાલતી. ભલે ફિલ્મનું દિગ્દર્શન ક્રિષ્ના કરશે પણ તે રસ્તો તો મહેશ ભટ્ટ, વિક્રમ ભટ્ટનો જ અનુસરશે. પણ વિક્રમ ભટ્ટની ફિલ્મ ઉપરાંત તે અન્ય હિન્દી ફિલ્મમાં છે એટલે ફરી તે તેનો ચમકાર બતાવશે. એટલે રાહ જુઓ. તે ગુજરાતી છે પણ ગુજરાતી ફિલ્મોથી હજુ દૂર રહે છે તેના પરથી જ સમજાશે કે તે તેના લક્ષ્ય બાબતે સ્પષ્ટ છે. અબ આગે આગે દેખીયે હોતા હે ક્યાં. •