Comments

રાજકારણ અને મતદાનનાં મુદ્દાઓ રાષ્ટ્રએ નક્કી કરવાનાં છે, કોઈ પાર્ટીએ નહીં

2019 માં લોકસભાની જબરદસ્ત જીતનાં જૂસ્સામાં વડાપ્રધાને તેમના વૈચારિક સુધારાઓની શરૂઆત કરી. આર્ટીકલ 370 નાબૂદી, નાગરિકતા કાયદો અને મુસ્લિમ તલાકને ગેરકાનૂની કરવું આ તમામ મુદ્દા યુનિયન અને બીજેપી શાસિત રાજ્યોમાંથી આવ્યા, એ જ રીતે વિધર્મી લગ્ન, ગૌમાંસ અને હિજાબ જેવા વિષય પર કાયદાઓ બનાવાયા. એ જ સમયે અયોધ્યાનો ચુકાદો પણ આવ્યો હતો. ડિસેમ્બર 2019નો એ સમયગાળો સિમા ચીહ્ન હતો જ્યારે દેશભરમાં NRC અને CAA લાગુ કરવા માટે કોઈ વિરોધ જણાતો ન હતો પણ કમનસીબે તેમના આ સુધારાના પ્રવાહમાં રુકાવટ આવી.

ભારતમાં NRC-CAAનાં વિરોધ પ્રદર્શનોએ તે નીતિનો અંત કર્યો. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મુદ્દો હતો છતા સાડા ત્રણ વર્ષ પછી પણ અમલમાં નથી. આ જ કારણે વસ્તીગણતરીનું પણ બલિદાન લેવામાં આવ્યું છે. લદ્દાખમાં મજબૂત નેતાવાળી કહાની ઝડપથી ખોટી સાબિત થઈ રહી છે કારણ કે તેમણે (નેહરુથી અલગ) બહાદુરીને બદલે ડહાપણ પસંદ કરી. કાશ્મીર અસ્તવ્યસ્ત છે અને ભાગલા પહેલાનો ભારતનો એકમાત્ર ભાગ આજે લોકશાહી શાસન હેઠળ નથી. મણિપુરમાં બનેલી ઘટનાએ સારા કે કોઈપણ જાતના શાસનના દાવાની પૂરેપૂરી ગેરહાજરી બતાવી છે.

વિશ્વભરમાં કોવિડની અસર થઈ અને અમુક દેશો પર બીજી લહેરનો તીવ્ર આઘાત થયો, ભારતનાં સળગતા સ્મશાનો વૈશ્વિક સમાચાર બન્યા. મહામારી દરમિયાન ચર્ચા વિના પસાર કરવામાં આવેલા વટહુકમનો વિરોધ કરતા ખેડૂતોના આંદોલને સરકારને તેના કાયદાઓ પાછા લેવા અને માફી માંગવાની ફરજ પાડી. તે સમયે વિરોધ થયા બાદ કોઈ નવો માસ્ટરસ્ટ્રોક આવ્યો નથી અને સારી સલાહ સાથે જ્યારે વિચાર્યા વગરની ક્રિયા નિષ્ફળતા અને જે ગૂંચવણ ઉભી કરે, ત્યારે શું ખોટું થયું છે તે જાણવા રાહ જોવી.

તેમ છતાં હવે યુનિફોર્મ સિવિલ કોડને 2024ની ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાંના એક તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર અને NRCની જેમ તે પાર્ટીના ઢંઢેરામાં છે, જે કહે છે કે “ભાજપ માને છે કે જ્યાં સુધી ભારત એક સમાન નાગરિકતા નહીં અપનાવે ત્યાં સુધી લિંગ સમાનતા ન થઈ શકે, જે તમામ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે અને ભાજપ ડ્રાફ્ટ માટે તેની વાતને ફરી દોહરાવે કરે છે. એક સમાન નાગરિક કાયદો શ્રેષ્ઠ પરંપરા અને આધુનિક સમય સાથે સુમેળ કરાવશે.’’

આ સુમેળ કરવા એક સ્તરની જટિલતાની આવશ્યકતા છે અને આજ સુધી સમાન નાગરિકતા નથી બની એ જ તેનું કારણ છે. ભાજપે હમણાં કર્ણાટકમાં તેના વાયદામાં વચન આપ્યું હતું, પણ અમુક સારા કારણોસર તેમાં આકર્ષણ બહુ ઓછું હતું. બેરોજગારી 7% થી વધુ છે અને શ્રમ ભાગીદારી સ્તર 40% પર છે જે 30 વર્ષ પહેલા હતી તે કરતા પણ નીચે છે. આ બાબતોનો નિકાલ યુનિફોર્મ સિવિલ કોડથી નહીં આવશે. જેમ એક નવું મંદિર, નવી પ્રતિમા, કાશ્મીરની સ્થિતિમાં ફેરફાર અથવા કાયદા દ્વારા લઘુમતીઓને હેરાન કરવાથી આ બાબતોનો ઉકેલ નથી આવ્યો. મોટી સમસ્યાઓ રહેશે જ.

ICCની બાબતે શું કરવું તે રાજકારણ અને મીડિયાને અર્થતંત્ર, લદ્દાખ, મણિપુર અને કાશ્મીરથી ધ્યાન દૂર રાખાવે છે અથવા દૂર રાખવા ઓછામાં ઓછો પ્રયાસ કરશે અને આપણે સ્વીકારવું જોઈએ કે અગાઉ તેમના પ્રયત્નો સફળ થયા છે. એક આખી પેઢી હતી જે વિચારતી કે ભારતીય લોકશાહીમાં વિવાદનો મુખ્ય મુદ્દો એક શહેરની મિલકતનો છે. દેશની શક્તિનો નોંધપાત્ર ભાગ અયોધ્યા પર ખર્ચવામાં આવ્યો અને તેમાં રાષ્ટ્ર ખતમ થઈ ગયું. એ જ સમયગાળામાં જેને ઉદારીકરણ અને જ્ઞાતિ અનામત કહે છે તેનું વિસ્તરણ પણ જોવા મળ્યું, પરંતુ તેને સામાન્ય બાબત બનાવી સ્વીકારી લેવામાં આવ્યા અને સાંપ્રદાયિક વિવાદ ચાલુ રાખવામાં આવ્યો.

રાજકીય, સમાજના વિરોધથી લઈને અદાલતોનાં મુકદ્દમા પર ભાજપ પાસે જવાબ આપવાના ઘણા રસ્તાઓ હશે અને આ તમામ (જે જરૂર) માન્ય હશે. પણ બે પાસાને ધ્યાનમાં લેવા યોગ્ય છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેમને સમાન નાગરિક કાયદા માટે કોઈ ખાસ લાગણી નથી અને તેઓ ભાજપને કહેશે કે તમારી પાસે આ કરવા મત છે તો કામ કરો, કાયદાનો ડ્રાફ્ટ બતાવો અને તે મૂજબ આગળ વધો.

બાકી પાર્લામેન્ટ પર છોડી દો. બીજાનું કહેવું હશે સારું, આ તમારા વાયદામાં છે પણ આર્થિક વિકાસ, રોજગાર, લદ્દાખમાં અખંડિતતા અને મણિપુરમાં સલામતીનાં વાયદા પણ હતા! આમ કરવાથી બાકીની નિષ્ફળતા અને સમસ્યાઓને કઈ રીતે ઊકેલશો? ભાજપ આમાંથી એક પણ કરે તેવી સંભાવના નથી. તે ફક્ત તેના વિશે વાત કરશે, મીડિયા પર તેનું નિયંત્રણ વાપરી તેનો પ્રચાર કરશે અને તેની આસપાસના રાજકારણ અને સમાજને સાંપ્રદાયિક બનાવશે, ધ્રુવીકરણ કરશે, જે ભૂતકાળમાં ઘણી વાર સફળતાપૂર્વક કર્યું છે. જેના પર રાજકારણ અને મતદાન થવું જોઈએ તે ભાજપના મુદ્દાઓ છે કે નહીં, તે રાષ્ટ્રએ નક્કી કરવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top