SURAT

રફ હીરાની ખરીદી પર વસૂલાતા 2 ટકા વધારાના ટેક્સનો ભારનો મુદ્દો નાણાંમંત્રી સુધી પહોચ્યો

surat : વિદેશથી ઓનલાઈન ( online) રફ હીરાની ખરીદી પર ભરવી પડતી 2 ટકા લેવીના ટેક્સને ( tex) દૂર કરવાનો મામલો આજે છેક કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામન ( nirmla sitaraman) સુધી પહોંચ્યો છે. સુરતનાં સાંસદ દર્શના જરદોશને હીરા ઉદ્યોગ ( diamond market) અને જીજેઇપીસી દ્વારા મળેલી રજૂઆતોને પગલે સાંસદે દિલ્હીમાં નાણામંત્રીની રૂબરૂ મુલાકાત લઇ બે ટકા લેવીને દૂર કરવા માંગ કરી હતી. દર્શના જરદોશે ‘ગુજરાતમિત્ર’ને જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં બે ટકા લેવીને લીધે હીરાની ખાણમાંથી નીકળતો કાચો હીરો મેળવવામાં તકલીફ થઇ રહી છે. બે ટકા લેવી ટેક્સની અસર ફિનિશ્ડ ડાયમંડના વેચાણ પર પણ પડી રહી છે. વર્તમાન સ્થિતિમાં તેને લીધે હીરાની કિંમતો વધતી હોવાથી હીરા ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. તે જોતાં લાખો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગ પર બે ટકાના ભારણને ઘટાડવા માટે યોગ્ય નિર્ણય લેવા નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે.


કોરોના મહામારીમાં ઘણા દેશોએ ભારતમા જતી ફ્લાઇટ ( flight) સસ્પેન્ડ કરી છે. જેના લીધે હીરા ઉદ્યોગકારો બોત્સવાના, બેલ્જિયમ, દુબઇ, હોંગકોંગ, લંડન અને દક્ષિણ આફ્રિકા સાઇટના રૂબરૂ ઓક્શનમાં જઇ શકતા નથી. ટ્રાવેલિંગ બંધ થતાં હીરા ઉદ્યોગમાં ઓનલાઈન ટ્રેડિંગ ( online trading) શરૂ થયું છે. વિદેશ જઈ શકાતું નહીં હોવાથી ઓનલાઈન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવી લીધો છે. અત્યારે એન્ટવર્પમાં રોજના ચારથી પાંચ ટેન્ડર ખૂલી રહ્યાં છે અને રફની વધુ માંગ હોવાના લીધે કિંમતોમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યાં બીજી તરફ ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈ પણ ચીજવસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ ભરવાનો રહે છે. આ કાયદો હીરા પર પણ લાગુ પડે છે. તેથી સ્થાનિક હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓને રફ હીરાની ખરીદી પર 2 ટકાનો વધારાનો બોજો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા સાંસદ દર્શના જરદોશનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેના પગલે ગુરુવારે સાંસદે નાણામંત્રીને આ મુદ્દે રજૂઆત કરી હતી.


સાંસદ દ્વારા વિવિંગ ઉદ્યોગ અને યાર્ન મેન્યુફેક્ચર્સના પ્રશ્નો અંગે પણ નાણામંત્રીને રજૂઆત કરાઈ

સાંસદ દર્શના જરદોશે સુરતનાં વિવિંગ સંગઠનો અને યાર્ન મેન્યુફેક્ચર્સના પ્રશ્નો અંગે પણ નાણામંત્રીને રજૂઆત કરી હતી. સરકારે હવે ડીજીટીઆરના ચુકાદા પછી માત્ર ટેક્સટાઇલ મંત્રાલય કે વાણિજ્ય મંત્રાલયના અહેવાલને માન્ય રાખવાને બદલે નાણા મંત્રાલય અને વિદેશ મંત્રાલયને પણ આ પ્રકારના નિર્ણયમાં શામેલ કરવાની નીતિ બનાવી છે. ટેક્સટાઇલમાં માત્ર ચીન કે વિયેતનામથી ડમ્પિંગ થાય વિદેશ મંત્રાલય એવી નીતિના વિરોધમાં છે. તો જોતાં એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી અને કાઉન્ટર વેલિંગ ડ્યૂટીમાં ફેરફારો આવી શકે છે.

Most Popular

To Top