વડોદરા: રાજ્ય સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કર્યો છે. જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. આ અંગેનું નોટિફિકેશન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે. આ પહેલા વર્ષ 2011માં જંત્રીના ભાવમાં વધારો થયો હતો. ત્યારબાદ ફરીથી જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે
જંત્રીના દરમાં વધારો થયા પછી આજે સબ રજીસ્ટાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી કરાવવા માટે આવનારા અરજદારોની સંખ્યા નહીવત જણાતી હતી.
જંત્રીના દરમાં ડબલ વધારો કરી દેતા લોકો દસ્તાવેજ કરવાનું હાલ પૂરતું ટાળી રહ્યા છે. જોકે અગાઉથી જેણે ટોકન લીધી હોય અને સ્ટેમ્પ ખરીદ કર્યા હોય તેવા દસ્તાવેજોની નોંધણી થતી હતી. જંત્રીના દરમાં વધારો થયા પછી કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ કેટલીક વિસંગતતાના કારણે હજી પણ મુજવણ અનુભવી રહ્યા છે. કયા પ્રકારના દસ્તાવેજોની નોંધણી કરવી અને ક્યાં પ્રકારના દસ્તાવેજોની નોંધણી નહીં કરવી તે અંગે વિગતવાર સૂચનાઓની રાહ જોઈ રહ્યા છે. ટૂંકમાં અત્યાર સુધી દસ્તાવેજોની નોંધણી કરવા માટે જે ઘસારો થતો હતો તેના પર બ્રેક વાગી ગઈ છે.
સરકારે બિલ્ડરો સામે નમતું ન જોખતા તેમના મા નારાજગી જોવા મળી હતી
ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવતાં બિલ્ડર એસોસિયેશન અસંતુષ્ટ હોવાનો ઘાટ ઘડાયો છે. જંત્રીના નવા દર અમલી બન્યા બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એમાંય ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે.જંત્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પુછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે, તેમને નવા દર લાગુ થશે.