કોરોના રોગની મહામારીએ ભયંકર આતંક મચાવ્યો છે. પ્રજા આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ છે.આવી કપરી પરિસ્થિતિમાં દવાઓ, ઇન્જેકશનો, શાકભાજી, ફળો બધાની કિંમતો વધી ગઈ છે. વધુમાં નાના વેપારીઓને મીની લોકડાઉન કે જનતા કરફયુના નામે ધંધાકીય અસર થઇ રહી છે. આ નાના વેપારીઓએ મોંઘવારીમાં પોતાનું ઘર તો ચલાવવાનું પણ સાથે તેમને ત્યાં કામ કરતા કારીગરોને પણ સાચવવાના હોય છે.આ ઉપરાંત બેંકોની લોન, ગેસ બીલ, લાઇટ બીલ, કાચા માલના પેમેન્ટ, જુદા- જુદા ટેકસ વગેરે તો ભરવાના જ. એક બાજુ મોંઘવારી અને બીજી બાજુ અલગ અલગ નિયંત્રણોને કારણે ધંધા પર પડતી અસરને લીધે આ વેપારીઓ બેવડો માર સહન કરી રહ્યા છે. આવા સમયે નિયમીત રીતે આવકવેરો ભરતા વેપારીઓનુ રીફંડ જો આવકવેરા ખાતામાંથી વહેલાં માં વહેલી તકે છુટા કરવામાં આવે તો તેમને થોડી રાહત મળે એમ છે. આપણે જાણીએ છીએ કે હાલની સરકારે છેલ્લા વર્ષોમાં આવકવેરા બાબતે ઘણા નિયમો બદલયા છે અને સમયસર ટેક્ષ કે ચલનો ન ભરાય તો અલગ- અલગ પ્રકારની લેટ ફી અને પેનલ્ટી પણ રાખી છે તો સામે પણ એવી જ રીતે સરકારે આવા કપરા સમયે પ્રજાનું રીફંડ ઝડપી છૂટું કરી આપવું જોઈએ એવું લખનારનું માનવું છે.
સુરત- સૃષ્ટિ કનક શાહ–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આવકવેરા વિભાગ રીફંડ છૂટું કરે
By
Posted on