સાસરીયાઓએ બે બહેનોની મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકી

વડોદરા : વડોદરાની બે બહેનોના આણંદ ખાતે બે પિતરાઈ ભાઈ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ બંને બહેનોને તેના સાસરીયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનમાં બે બહેનોના 9 સાસરીયા વિરૂદ્ધ ગુના નાોંધાયા છે. શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય રીના(નામ બદલ્યું છે)એ પોલીસને જણાવ્યું છે કે, મારી મોટી બહેન તેજલ(નામ બદલ્યું છે) અને મે એક જ ઘરમાં સાસરે છીએ. મોટી બહેના લગ્નના છ વર્ષ અગાઉ આનંદના ક્રુણાલ દશરથ વાંસફોડા સાથે થયા હતા. ત્યારબાદ મારા લગ્ન ચાર વર્ષ અગાઉ મોટી બહેનના કાકા સસરાના પુત્ર અજય વિક્રમ વાંસફોડા સાથે થયા હતા. આ બાદ હું ગર્ભવતી થતા સાસરીયા મળી મને ત્રાસ આપતા કસુવાવડ થઈ હતી. ગત તા.13 ડિસેમ્બરે કાકા સસરાના દિકરાના લગ્ન હતા.

ત્યારે મારા પિયર પક્ષવાળા આવ્યા હતા. હુ ગર્ભવતી હોવાથી મારા માતાએ સાસુને મને માપસરનું કામકાજ કરાવા જણાવ્યું હતું. પરંતુ સાસુએ કાન ભંભરણી કરી હતી. જેથી મારા પતિએ અને મોટી બહેનના પતિએ લગ્નમાં દારૂ પીને પિયર પક્ષને અપમાનીત કર્યા હતા. બીજા દિવસે જાનમાં મને અને મોટી બહેનને ગાડીમાંથી ઉતારી રૂ.5/10 લાખ આપી માણસો મોકલી છુટાછેડા આપી દઈશુ તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. અમે બંને બહેનો ગર્ભવતી હોવાથી પિયરપક્ષવાળા અમને સાસરીમાં મુકવા આવ્યા હતા. ત્યારે સાસુ લીલાબેન, પતિ અજય, સસરા વિક્રમભાઈ, નણંદ રોશની, કાકા સસરા વિજયભાઈ, બહેનના પતિ ક્રુણાલ, સાસુ શોભનાબેન તથા ફોઈ સાસુ સોનલબેને મળી અમને વાળ પકડી ઘરની બહાર કાઢી મુક્યા હતા.

પતિએ પત્ની પર વહેમ રાખી માર મારતા ફરિયાદ
સમતા વિસ્તારના મીનાબેન(નામ બદલ્યું છે)એ પોલીસને જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ 2004માં ધર્મેન્દ્ર રેવા પટેલ(રહે,આકાંશા ઢુપ્લેક્ષ, સમતા) સાથે થયા હતા.2014માં પતિની સાઉડી અરેબીયામાં નોકરી લાગતા તે ત્યાં નોકરી માટે ગયા હતા. 2015માં હું પણ બાળકો સાથે તેમની સાથે રહેવા ગઈ હતી. પતિ મારી સાથે દારૂ પીને ગંદી હરકતો કરતા હતા. મારા પર શક રાખી મારઝુડ કરતા હતા. 2018માં મે બાળકો સાથે વડોદરા રહેવા આવી હતી અને પતિ 3-4 મહિને વડોદરા ઘરે આવતા હતા. તેમના ફોનમાં અન્ય છોકરીઓના ફોટા જોયા હતા અને મે પુછતા મારી સાથે મારઝુડ કરી હતી. જેની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top