આ જગતમાં માયા વ્યાપ્ત છે અને આપણું મન એ માયામાં પ્રવૃત છે, કેમ કે એક ઇચ્છા પૂરી થતાં બીજી ઇચ્છા આવી ને ઉભી રહે છે, બીજી પૂરી થતાં ત્રીજી, એટલે માનવીની આશા, તૃષ્ણાનો કોઈ અંત નથી. માયાથી મુક્ત થવા કોઈ સારા ગુરૂનું માર્ગદર્શન લેવું પડે, એટલે કહ્યું છે, ગુરૂ ગોવિદ દોનો ખડે, કિસકો લાગું પાય, બલિહારી ગુરૂ દેવ કી, ગોવિદ દીયો બતાય- ગુરૂનું સ્થાન પણ ગોવિદથી ઓછું નથી પરંતુ એમાં સારા અને પાવનકારી ગુરૂની વાત છે. આજનાં આ જમાનામાં એવા ગુરૂ આંગળીનાં વેઢે ગણાય એટલા જ હોય. સંસાર એક માયા છે અને માયા એક ભ્રમ છે- એમ કહી ટપલી મારી કંઠી બાંધી તમને માયાથી મુક્ત કરાવી અને લાખો રૂપિયાની તમારી માયા પોતાના ગજવામાં નાંખી તાગડધીન્ના કરનારા ગુરૂઓનો જોટો જડે તેમ નથી. એટલે જ અખો એક પંક્તિમાં કહે છે, ગુરૂ કર્યા મેં ગોકુળનાથ, ઘૂમતા બળદ ને દીધી નાળ, ધન હરે ધોકા ના હરે એવા ગુરૂ કલ્યાણ શું કરશે,
સુરત – દિવ્યેશ કુમાર ફૈજાભગત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સત્તાનો સૂર આઝાદીનાં આટલા વર્ષો પછી પણ કોણ બદલાશે?
રાષ્ટ્ર પ્રથમ, મને લાગે છે કે હવે આ ભૂલાઈ જ ગયું છે. ધર્મ આધારિત રાજકારણ બધા જાણે છે, હવે રાજકીય વ્યૂહરચના સંબંધિત, વિસ્તાર સંબંધિત ભાષાઓનું યુધ્ધ ચાલુ થાય તો નવાઈ નહીં. થોડા દિવસો પહેલા દક્ષિણમાં, હવે મહારાષ્ટ્રમાં, ઘટના બની. કોણ અને ક્યારે આ નિયંત્રણ કરશે? જો મજબૂત લોકો આવું વર્તન કરે છે તો સામાન્ય લોકો કેવી રીતે જીવશે? શક્તિ મોટી છે એ સાચું છે પણ આપણે કંઈપણ સ્વીકાર કરવો જોઈએ? જ્યા સુધી કાયદો મજબૂત નહીં બને ત્યાં સુધી મજબૂત વ્યક્તિઓ લાભ લેશે અને સામાન્ય લોકો આનો ભોગ બનશે. સત્તાનો સૂર આઝાદીનાં આટલા વર્ષો પછી પણ કોણ બદલાશે?
સુરત – જિજ્ઞેશ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે