દાહોદ,લીમખેડા : એક વર્ષ પુર્વે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગર ખાતે પતિએ પોતાની પત્નિને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાંની ઘટના બાદ પોલીસમાં ફરિયાદ થતાં અને આ ફરિયાદને આધારે લીમખેડાની ત્રીજા એડીશનલ સેશન્સ જજ,ની કોર્ટમાં ચાલી જતાં આરોપી પતિને આજીવન કેદની સજા તથા રૂા. ૧૦ હજારના દંડની વસુલાત કરવાનો હુકમ કર્યાે હતો. જ્યારે આરોપીની સાથે સાથે મૃતક પરણિતાના સાસરી પક્ષના અન્ય ચાર આરોપીઓને પુરાવાના નાશ કરવા બદલ ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. પાંચ-પાંચ હજાર રૂપીયાનો દંડ ફટકારતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઘાટોલ તાલુકામાં બપ્પટીયા ગામે રહેતાં જેબાનેનના લગ્ન ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ લાકડાના પીઠામાં રહેતાં આમીરખાન હમીદખાન પઠાણ સાથે સમાજના રીતી રિવાજ મુજબ થયાં હતાં જાણવા મળ્યાં અનુસાર, જેબાબેનના આમીરખાન પહેલા એક લગ્ન થઈ ગયાં હતાં અને જેબાબેનના પહેલા પતિના બાળકો ત્રણ બાળકો હતાં જેમાં બે છોકરીઓ અને એક છોકરો હતો જેમાંથી છોકરાને દેવગઢ બારીઆ પોતાની સાથે લાવવા માટે જેબાબેને પોતાના બીજા પતિ આમીરખાનને અવાર નવાર કહેતાં રહેતાં હતાં.
અવાર નવાર આ મામલે તેઓની વચ્ચે ઝઘડો તકરાર પણ થતો હતો ત્યારે તારીખ ૧૫.૦૮.૨૦૨૦ના વર્ષ દરમ્યાન આ મામલે આમીરખાન અને જેબાબેન વચ્ચે પુનઃ ઝઘડો તકરાર થયો હતો અને આવેશમાં આવી એકદમ ઉશ્કેરાઈ જઈ આમીરખાને ચપ્પુના ઉપરા છાપરી ઘા જેબાનને શરીરે મારી ઘટના સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. આ બાદ આ મામલે મૃતક જેબાબેનના પિયરક્ષમાંથી મોઈનુદ્દીન નુરૂલ્લાખાં પઠાણે દેવગઢ બારીઆ પોલીસ મથકે આમીરખાન, હમીદખાન ચમનખાન પઠાણ, રહીશખાન ઉર્ફે રઈસખાન પઠણા, કરામતબાનુ હમીદખાન પઠાણ, નીલોફરબેન વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવી હતી.
ત્યારે ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ મૃતક અને તેના પિયર પક્ષના પરિવારજનોને ન્યાય મળ્યો હતો. આ કેસ લીમખેડાની ત્રીજા એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો અને ગતરોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં આરોપી પતિ આમીરખાન હમીદખાન પઠાણને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂા. ૧૦ હજારનો દંડ ફટકાર્યાે હતો. આ ઉપરાંત આમીરખાન, હમીદખાન ચમનખાન પઠાણ, રહીશખાન ઉર્ફે રઈસખાન પઠાણ, કરામતબાનુ હમીદખાન પઠાણ અને નીલોફરબેન રહીસખાન ઉર્ફે રઈસખાન પઠાણનાઓને પુરાવાઓના નાશ કરવા સબબ ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂા. પાંચ-પાંચ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.