સુરત: સુરતમાં એક બેશરમ પતિએ વિકૃતિની તમામ હદો વતાવી દીધી હતી. પતિ ધોળે દિવસે 4 વર્ષની પુત્રીની નજર સામે જ પત્નીને શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હતો. આખરે કંટાળી જઈને પત્નીએ અભયમની ટીમને ફોન કર્યો હતો. અભયમની ટીમે કાયદાની ચાબુક બતાવી ફરિયાદીના પતિની શાન ઠેકાણે લાવી હતી. ભૂલ સમજાતા પતિએ માફી માંગી લીધી હતી.
સુરતમાં અભયમની ટીમને એક પરણીતાએ કોલ કરીને પોતાના પતિ દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરી હતી. જેથી અભયમની ટીમ તુરંત આ મહિલાની મદદ માટે પહોંચી હતી. પરણીતાની આપવિતી સાંભળ્યા બાદ અભયમ ટીમના મહિલા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને પતિને કાયદાનું ભાન કરાવવા સાથે સમજણ આપી હતી. પરણીતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. શરૂઆતમાં તેનો પતિ એમ્બ્રોઇડરી યુનિટમાં કામ પર જતો હતો અને તેમના લગ્ન જીવનથી બે સંતાનો થયા છે.
ચાર વર્ષની એક દીકરી પણ છે છેલ્લા કેટલાક સમયથી તેનો પતિ સવારે ઘરેથી કામ જવા માટે તેના માતા પિતા પાસેથી ભાડાના પૈસા લઇને જાય છે પરંતુ તેના માતા પિતા કામ જતા રહે પછી પતિ કામ પર જતો નથી અને પરત ઘરે આવી જાય છે. ઘરે આવીને તેની ચાર વર્ષની દીકરીની નજર સામે જ પતિ શરીર સબંધ બાંધે છે અને પોતાની વિકૃતિ સંતોષવા માટે તેના ગુપ્તાંગમાં નાની પાણીની બોટલ પણ નાંખે છે.
રોજના ત્રાસથી કંટાળીને જીવવાનું હરામ થઇ જતા આખરે પરણીતાએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો તેમજ રડતા રડતા પોતાની આપવિતી જણાવી હતી. જેથી અભયમની ટીમ તુરંત પહોંચી ગઇ હતી અને મહિલાના પતિને કાયદાની સમજ આપી હતી. સાથો સાથ ચીમકી પણ આપી હતી કે, જો હવે પછી કોઇ પણ પ્રકારનું અમાનવિય વર્તન કરશે તો તેની સામે કાયદેસર પગલા ભરવામાં આવશે. પોલીસની ધાક જોઈને પતિએ પત્ની પાસે માફી માંગી હતી તેમજ પોલીસને એવી ખાતરી પણ આપી હતી કે, હવે પછી તે આવા પ્રકારનું કૃત્ય નહીં કરે.