વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હતો.કોરોનામાં સપડાયા બાદ અશક્ત બનેલ પતિ સાયકલ પરથી પડી જતા કુદરતી હાજત બંધ થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આવા સમયે સાથ સહકાર આપવાને બદલે પત્નિ ઝગડો કરી પિયર જતી રહેતા માનસિક ડિપ્રેશનમાં આવી ગયેલા પતિએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.બનાવ અંગે માંજલપુર પોલીસે આગળની તપાસ હાથધરી છે.
વડોદરામાં દિવસેને દિવસે આપઘાત કરવાના બનાવો વધવા માંડ્યા છે.તેવામાં વધુ એક આપઘાતનો બનાવ માંજલપુર પોલીસ મથકના ચોપડે નોંધાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર અટલાદરા ચાણક્યનગરી કલાલી વુડાના મકાનમાં ઉ.વ.33 હરીશભાઈ ભાઈલાલ ભાઈ પરમાર બંગલામાં રખેવાળી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
દરમિયાન કોરોનાકાળમાં તેઓ કોરોના સંક્રમિત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જેમાંથી બહાર આવ્યા બાદ તેઓ શારીરિક અશક્ત બન્યા હતા.તેમ છતાં તેમણે તેમની ફરજ ચાલુ રાખી હતી.તે દરમિયાન સાયકલ પરથી પડી જતા ગંભીર ઈજા થતાં તેમનું કુદરતી હાજત બંધ થઈ ગયું હતું. જેના કારણે તેઓને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ભરતી કરાયા હતા.આવા કપરા સમય દરમ્યાન તેમની પત્નીએ પતિની સારવાર કરવાની જગ્યાએ હરીશભાઇ સાથે ઝઘડો કરી તેઓને છોડી પિયર ચાલી જતા હરીશભાઇ માનસિક ડિપ્રેશનમાં આવી ગયા હતા.અને તેમના મકાનના બેડરૂમમાં સીલીંગ ફેન સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં જ આડોશી પાડોશી ઓપન એકત્ર થઇ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરતાં માંજલપુર પોલીસે સ્થળ પર દોડી આવી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.