અરવલ્લી: અરવલ્લી (Aravalli) જિલ્લામાં પિયરમાં આવેલી પત્ની પર શંકા (suspicion) રાખી પતિએ બ્લાસ્ટ કરી હત્યા (Murder) કરી દેતા ચકચાર મચી જવા પામી છે. ક્રૂર પતિએ પત્નીની (wife) હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો હતો તે ઘણો ક્રૂર હતો. મેઘરજના ઇસરી નજીક આવેલા બીટી છાપરા ગામમાં પિયરમાં રહેતી પત્નીને મળવા આવેલો પતિ પત્નીને વળગી પડ્યો હતો. ત્યારે જ અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં પત્નીનું મોત થયું હતું જ્યારે પતિ ઈજાગ્રસ્ત થયો હોવાથી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, સારવાર દરમિયાન તેનું પણ મોત (death) નિપજ્યું હતું. બ્લાસ્ટની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભેદી બ્લાસ્ટની ગંભીરતા સમજી એસપી અને ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવી ગયા હતા.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના શંકાશીલ પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. ભેદી બ્લાસ્ટના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ બ્લાસ્ટની જાણ થતા એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથ ધરી એફએસલની મદદ પણ લીધી છે.
પતિ ડાયનામાઈટ પહેરી પત્નીને વળગી પડ્યો
બીટીછાપરા ગામમાં શારદાબેનના લગ્ન ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા.તેમને ૨૦ વર્ષીય એક પુત્ર પણ છે. શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતા. ગુરુવારે તેમના પતિ પર જાણે હત્યાનું ભૂત સવાર હોઈ તેમ તે કમરના ભાગે ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી ગયા હતા. પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડ્યા હતા.અને ત્યાર બાદ અચાનક જ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.
એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી
આ બ્લાસ્ટમાં પત્નીના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જ્યારે લાલાભાઇના શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યા તેમનું મોત થયું હતું. અચાનક ભેદી બ્લાસ્ટના પગલે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ અંગે જિલ્લા પોલીસવડાને જાણ કરતા જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.