સાવલી: સાવલી તાલુકામાં ગતરાત્રીના વાવાઝોડાને પગલે ભારે ખાનાખરાબી સર્જાઇ છે વાવાઝોડાના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થઈ જવાના પગલે રસ્તાઓ પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે છેલ્લા ૨૨ કલાક થી તાલુકાના અડધા ગામોમાં વીજળી ડૂલ થઇ જવા પામી છે. સાવલી તાલુકામાં ગતરાત્રીના સાંજે ભારે વાવાઝોડાના પગલે સાવલી વડોદરા રોડ પર મસ્ત મોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જેના પગલે લામડાપુરા પેટ્રોલ પંપ થી ટુંડાવ ની વચ્ચે પાચ થી આઠ જેટલા વૃક્ષો ધરાશયી થઈ જતાં આશરે પાંચેક કલાક ટ્રાફિકજામ થઇ ગયો હતો.
જેના પગલે પાંચ કિલોમીટર બંને બાજુ વાહનોની કતારો જામી હતી અને રાહદારીઓને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો હતો અને ભાદરવા પોલીસ અને સ્થાનિકોના સહયોગથી ધરાશાયી થયેલા વૃક્ષોને ખસેડીને ટ્રાફિક ચાલુ કર્યો હતો જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પોલ ખુલી જવા પામી હતી અને તંત્રની પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખુલી જવા પામી હતી અને ગતરોજ ના વાવાઝોડા ના પગલે તંત્ર વામણું પુરવાર થયું હતું જ્યારે ટુંડાવ ગામે વૃક્ષ ધરાશાયી થતા ડેરી ઘર પર પડ્યું હતું.
જ્યારે તળાવ કિનારે આવેલું વડનું ઝાડ પડી જતાં એક કેબિન નો ભુક્કો બોલી ગયો હતો જ્યારે ભારે વરસાદ અને તોફાની વાવાઝોડા ના પગલે તાલુકા ના મંજુસર પંથક માં ગત રાત્રિ થી વીજળી ડૂલ થઇ છે પરિણામે અંધારપટ છવાયો છે જોકે એમ જી વી સી એલ્ ના અધિકારી અને કર્મચારી ઓ વીજળી પુરવઠો પૂર્વ તત કરવા ગત રાત્રિ થી જ રીપેરીંગ માં જોતરાયેલા છે જોકે મોટા પ્રમાણમાં વીજપોલ અને વાયરો તૂટી જવાના પગલે અને વરસાદ ચાલુ હોવાના કારણે રીપેરીંગ કરવામાં ભારે વિઘ્ન આવી રહ્યું છે. જ્યારે વાવાઝોડાને પગલે તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને સેંકડો ખેડૂતોના ઉભા પાક જેવા કે દિવેલા તમાકુ સરગવા કપાસ તુવેર ડાંગર જેવા પાકો પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે .
ડભોઇ ચાંદોદ માર્ગ પર ´પસાર થતી ગાડી પર ઝાડ પડતાં ગાડી દબાઇ ગઇ, જાનહાનિ થઇ નથી
ચાંદોદ ખાતે પૂજાવિધિ માટે જતા શ્રદ્ધાળુઓની ઇકો ગાડી ઉપર હરસિધ્ધિ માતા ના મંદિર પાસે એકાએક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા અકસ્માત સર્જાયો જ્યારે અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ના હતી. ચાંદોદ ખાતે પવિત્ર યાત્રાધામો આવેલ છે અને આ યાત્રાધામો પર રોજ અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન તથા પૂજાવિધિ માટે આવતા હોય છે જેને લઇ વહેલી સવારે સતત વરસી રહેલા વરસાદના કારણે એક બાવળનું વિશાળ વૃક્ષ શ્રદ્ધાળુઓ ની ઇકો ગાડી પર એકાએક ધરાશય થઈ પડતાં ઇકો ગાડી ના ભુક્કા બોલ્યા હતા સાથે ઇકો ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું. પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે એ પંક્તિ સાર્થક થતા સદભાગ્યે ઈકો ગાડીમાં બેસેલ તમામ શ્રદ્ધાળુઓને જરા પણ આચના આવતાની સાથે મોટી દુર્ઘટના થતી ટળી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ ના દ્રશ્યો ઉદભવ્યા હતા જેને લઇ ચાંદોદ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાનો ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક હળવી કરવાના પ્રયાસો કરી સાથે વૃક્ષને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.