Gujarat Main

જેટલો આકરો ઉનાળો એટલો વરસાદ સારો: આ વરસે સારાં વરસાદની વકી

સુરત: આ વખતે ઉનાળાની (Summer) અડધી સિઝન જાણે ચોમાસું (Monsoon) હોય તેવી રહી. અને હવે કાળઝાળ ઉનાળો અનુભવાય છે. ઉનાળામાં એક પછી એક પાંચ માવઠાએ ધરતીપુત્રોને (Farmers) પણ રડાવ્યા અને બીજુ પણ નુકસાન વેઠવું પડ્યું પરંતુ હવામાન શાસ્ત્રીઓની વાત માનીએ તો ઉનાળો જેટલો આકરો એટલો સારો વરસાદ પડે છે.

ઉનાળામાં કન્વિક્શન પ્રક્રિયા લીધે વરસાદ થાય છે. જેમાં ઘટ્ટ ગરમ પ્રવાહી (વરાળ) ઉપર જાય છે તેની જગ્યાએ પાતળુ પ્રવાહી નીચે આવે છે. આ પ્રક્રિયા દરમિયાન એકજાતના વાદળો (ટેમ્પરરી) બંધાય છે. જે વરસાદ લાવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાતાવરણનો ભેજ ઓછો થઈ જાય છે.

જો વધુ ગરમી પડીને નવો ભેજ પુરતા પ્રમાણમાં વાતાવરણમાં ન ઉમેરાય તો વરસાદની ઉણપ રહેવાની પુરેપુરી શક્યતા છે. હાલ જે ગરમી પડી રહી છે તે વરસાદ માટે એક સારું ચિન્હ છે. જેમ વધુ ગરમી પડશે તેમ હવામાં ભેજ (પાણીનું બાષ્મીભવન થવાથી) નું પ્રમાણ વધશે. જેને લીધે નવા વાદળો બંધાશે. વાતાવરણને અનુરૂપ કન્વેક્શન પ્રક્રિયા થશે ત્યારે વરસાદ સારો થવાની શક્યતા વધી જાય છે.

આ માટે અલ-નીનો અને લા-નીનો ને સમજીએ
આ બધી પ્રક્રિયા સમજવા માટે અલ- નીનો અને લા- નીનો સમજવા પડે. જે બંને શબ્દો સામાન્ય માણસના કે વ્યવહારમાં નથી. આ બંને વાતાવરણની એક પેટર્ન છે. જે સમુહમાં ઉદભવે છે. પરંતુ તેની અસર હજારો કિમીના એરીયામાં થાય છે. જેમાં વેપારી પવનો વેસ્ટ એશીયા તરફ જાય છે. જેને લીધે ગરમ પાણીની જગ્યા લેવા ઠંડું પાણી દરિયામાં ઉપર આવે છે.

જે પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. જેને અલનીનો કહેવામાં આવે છે. જે પણ ભેજવાળા એશીયાય દેશો તરફ લાવે છે. અલનીનોની દરિયાઈ જીવ સૃષ્ટિ પર પણ ઘણી અસર પડે છે. કારણ ગરમ પાણીની જગ્યાએ ઠંડુ નીચેનું પાણી આવે છે. જે ન્યુટ્રીશનવાળા તત્વોથી ભરપુર હોય છે. જે દરિયાઈ પોષક જીવસૃષ્ટીને ઘણુ ફાયદાકારક છે. અને એશીયાઈ દેશોને વરસાદ માટે ફાયદાકારક છે.

લા નીનો એટલે નાની બાળા જે અલનીનોની વિરુધ કામ કરે છે. વિજ્ઞાનની ભાષામાં કોલ્ડ ઇવેન્ટ તરીકે ઓળખાય છે. લા-નીનોની અસરમાં વ્યપારી પવનો વધુ પ્રમાણમાં ગરમ પાણીનો પ્રવાહ એશીયાના દેશો તરફ લઈ જાય છે. જેને લીધે નીચેથી પોષણ યુક્ત ઠંડુ પાણી ઉપર આવી જાય છે. જેની અમેરીકાના સમુહ ભાગમાં ખરાબ અસર થાય છે. વરસાદ ઓછો પડે અથવા દુકાળ પડે કારણ પાણીના પ્રવાહ જલ્દી ઉપર નીચે નથી થતો. જેને લીધે વધુ વાવાઝોડા પણ આવી શકે છે.

અલનીનો અને લાનીનોની મુખ્ય અસરો

  • બંને ઈએનએસઓના ઠંડા અને ગરમ ફેઝ છે.
  • ઈએનએસઓ દુનિયામાં વાતાવરણમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
  • અલ-નીનો અને લા-નીનો બંને દરિયાઈ અને પૃથ્વી પરના વાતાવરણમાં ખૂબ અસર કરે છે.
  • પૂર્વના દરિયાઈ વેપારી પવનો અલ-નીનો અને લા-નીનોને અસર કરે છે.

વધારે ગરમીની માણસના શરીર પર અસર

  • શરીરમાં પાણીની કમી થવી(ડી-હાઈડ્રેશન)
  • મગજમાં ગરમી લાગવાથી મૃત્યુ થવા સુધી, લોહીનું જામી જવું
  • જે લોકો અમુક દવાઓ વધારે લેતા હોય તેઓને ઘણા કોમ્પલીકેશન થાય
  • નાના બાળકો અને મોટી ઉંમરનાને ખાસઅસર કરે જેથી તેમનું ધ્યાન રાખવું
  • ઘુંઘણાપણુ લાગવું, જોવામાં તકલીફ પડે, ચક્કર આવે, ચામડી કાળી પડી જાય,
  • સામાન્ય કરતા 10 ગણો પરસેવો વધી જાય છે જેથી શરીરમાંથી પાણી નીકળી જાય
  • વધુ ગરમીમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વધારે પડતો થાક લાગે છે

જેમ ઉષ્ણતામાન વધારે તેમ સારો વરસાદ
જેમ જેમ વાતાવરણનું ઉષ્ણતામાન વધે તેમ તેમ જમીનની સપાટી અને પાણીની સપાટીનું ઉષ્ણતામાન વધે છે. જેને લીધે પાણીનું બાષ્પીભવન પણ વધે છે. જેથી વાતાવરણમાં વધુ માત્રામાં ભેજ વધે છે. જે વાદળ બનાવવા માટે ઘણુ અગત્યનું પાસુ છે. જ્યારે જ્યારે ગુજરાતમાં લાંબા સમય સુધી ઉષ્ણતામાન ઉંચુ રહ્યું છે ત્યારે વરસાદ સારા પ્રમાણમાં પડ્યો છે. જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ગુજરાતનો એવરેજ સામાન્ય વરસાદ 51 સેમી થી 102 સેમી છે.

ગુજરાતમાં જ્યારે પણ તાપમાન વધુ ગયું ત્યારે સારો વરસાદ થયો
વર્ષ એવરેજ વરસાદ(સેમી) ઉષ્ણતામાન એરવેર

  • 2010 102 46.8
  • 2015 91 47.0
  • 2016 112 45
  • 2017 90 42
  • 2018 77 44
  • 2019 99 42
  • 2020 106 44
  • 2021 108 43
  • 2022 216 44

જેટલું તાપમાન ઉંચુ જાય એટલો સારો વરસાદ થાય
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિભાગીય વડા ડો.એસ.કે.ટાંકે જણાવ્યું હતું કે, વેપારી પવનો એટલે વહાણ વટા દ્વારા વેપાર કરવા આ પવનો ઉપયોગમાં આવતા એટલે વેપારી પવનો કહેવાય છે. અને જે વર્ષે ઉષ્ણતામાન વધારે તે વર્ષે સારો વરસાદ પડે છે.

Most Popular

To Top