નવી દિલ્હી: બૌદ્ધ ધર્મના (Buddhism) સ્થાપક એને ભારતના કપિલવસ્તુ નગરમાં જન્મેલા ભગવાન બુદ્ધ (Lord Buddha) થાઇલેન્ડમાં (Thailand) પણ ખુબ જ પુજનીય છે. ત્યારે ભગવાન બુદ્ધ તેમજ તેમના શિષ્યો અરહત સરીપુત્ર અને અર્હત મૌદગલયાનના પવિત્ર અવશેષો (Remains) થાઇલેન્ડમાં હતાં. જેને 26 દિવસના પ્રદર્શનના ભાગ રૂપે થાઇલેન્ડમાં વિવિધ સ્થળોએ પ્રદર્શિત કર્યા પછી આજે મંગળવારે સાંજે ભારત પરત લાવવામાં આવ્યા છે.
આ અવશેષો વિશ્વભરના બૌદ્ધ અનુયાયીઓના પૂજનીય અવશેષો, 22 ફેબ્રુઆરીએ ‘રાજ્યના અતિથિ’ તરીકે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં ભારતમાં પરત લાવવામાં આવ્યા હતા. આ અવશેષોને દિલ્હીના પાલમ સ્થિત એરફોર્સ બેઝ પર લાવવામાં આવ્યા હતા. વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી જ્યારે અવશેષો ભારત પરત લાવવામાં આવશે ત્યારે ‘એક સમારોહમાં અવશેષોને સ્વીકારશે’.
થાઈલેન્ડમાં પ્રદર્શિત કરવા માટે મોકલાયા અવશેષો
ભગવાન બુદ્ધ અને તેમના બે શિષ્યોના ચાર પવિત્ર પિપ્રહવા અવશેષો ભારતમાં સચવાયેલા હતા. તેમજ ભગવાન બુદ્ધના અવશેષો રાષ્ટ્રીય સંગ્રહાલયના સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે તેમના શિષ્યોના અવશેષો થાઈલેન્ડમાં પ્રદર્શન માટે મધ્ય પ્રદેશ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. દરમિયાન બેંગકોકમાં સનમ લુઆંગ પેવેલિયન ખાતે ખાસ બાંધવામાં આવેલા પેવેલિયનમાં 23 ફેબ્રુઆરીના રોજ અવશેષોને જાહેરમાં પૂજા માટે રાખવામાં આવ્યા હતા.
સરકારે શું કહ્યું?
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે કહ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના પવિત્ર અવશેષો એકસાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અનુસાર આ પવિત્ર અવશેષોને માર્ચ 4-8 દરમિયાન હો કુમ લુઆંગ, રોયલ રુજાપ્રુક, ચિયાંગ માઈ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ 9-13 માર્ચ સુધી વાટ મહા વાનરામ, ઉબોન રત્ચાથાની અને 14-18 માર્ચ સુધી વાટ મહા થટ, ઓલુ, ક્રાબી ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
જેથી ભગવાન બુદ્ધના અનુયાયીઓ કે જેઓ થાઇલેન્ડમાં છે, તેઓ પણ તેમના આરાધ્યની પુજા કરી શકે. તેમજ આ પુજા બાદ આજે એટલેકીે 19 માર્ચ 2024ના રોજ મંગળવારે આ અવશેષોને ભારત પરત લાવવામાં આવ્યા છે. હવે ભારતમાં ફરી આ અવશેષોને તેમના સ્થાને પ્રસ્થાપીત કરવામાં આવશે. તેમજ જ્યારે આ અવશેષો ભારત આવશે ત્યારે તેને વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા સ્વીકારવામાં આવશે. જેને એક સમારોહમાં સ્વીકારાશે.