Charchapatra

‘‘પવિત્ર મન સત્યવાદીને મળવું જોઈએ’’

‘સત્યમેવ જ્યતે’, આપણો મુદા્લેખ છે. ‘સત્યંવદ’,વેદનું કહેવું છે. ‘જવું કર્મ તે પ્રમાણે ફળ મળે છે એમ ગીતા સૂચવે છે. અને અપરાથ કરનારને શિક્ષા મળે જ છે એમ શાસ્ત્ર પ્રતિપાદન કરે છે. એટલે બધી વાતો સત્ય સાથે જોડેલી છે. સત્યનો અંગિકાર કરવાવી ખરું સુખ મળે છે. જેમાં માણસને સમાધીન અમે નિર્ભયતા મળે છે. માણસ માણસ, સતશિલતા, સંયમ, ગુમાવે છે. પોતાની શક્તિનાગર્વથી નકરવાનું કર્મ કરી બેસે છે દંભ-અંહકારથી વ્યક્તિ જુલમી અમે સ્વૈરાચારી બીને છે, અને સમાજને નુકસાન પહોંચાડે છે. એવા માનસવાળા માણસો જ કોઈના મજબુરીનો ફાળદો લઈ ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર અને બલાત્કાર જેવા કૃત્યો કરીને પૈસો-પદ અને સત્તાના બળથી પોતે નિષ્કલંકની જાહેરાત કરે છે.

અને એક અપરાથને છુપાવવા બીજો અપરાધ કરવા પ્રયાસો કરે છે. એવા વ્યક્તિને શ્વર્મઅનેધર્મજ્ઞનો, ઈશ્વર અને ઈશ્વરોપાસકનો ડર લાગતો નથી. એક જ માણસ સળગ્ર તંત્રને સમાજને અને એના અધિપત્ય નીચે રહેનારા ગરીબ શોષક માણસોને પણ બગાડે છે. ચૂપ કરી દે છે. અને આપરાથનો વૃક્ષ વધે છે. આમારા દેશનો વિકાસ યંત્ર-તંત્ર અને રાજકીય પુરુષોના યંત્રથી થશે એ વાત નિવિવાદ છે. અધુનિકતા અમને ગૌરવ અરપશે, વિજ્ઞાન અમને સુવિધાઓ આપશે. પણ પંરનો અંધકાર કેમ દૂર થશે? શુધ્દેતેલનો એક નાનકડો દીવો પોતાના સત્યના પ્રકાશથી હર ઘરનો મનનો અંઘકાર દૂર કરશે. અને સમગ્રના મનનો સાત્વિક નિકાલ થશે.

અમારા શ્રેષ્ઠી અમને એવા ઉમેદવાર બક્ષે જે ને સત્યનો મુગટ પહેર્યો છે, સત્શીવતાના વસ્ત્રો પહેર્યો થે, જે નારીનો સન્માન કરે છે, જે ઉધમને જાણે છે, જેનામાં સેવાનું જ વ્રત છે. ભ્રષાટાચાર, બલાત્કાર જેના અક્ષય્ય અપરાધોને ક્ષમા કરતો નથી. દે જ્ઞાની, સુવિઘ છે. પ્રજાદક્ષ છે. અને દેશપ્રત્યે માતૃત્વ ભાવ છે. એના નિષ્યાવાન સભ્ય મળે તો મનકી બાત અથાર્થ કરો. અને પ્રજાજનોનું કર્તવ્ય છે કે એવો જ વ્યક્તિને મતદાન કરવું આ નૈતિક જવાબદારી મતદાતાની છે. તમારા પવિત્ર મતથી જ અપરાધી અને અપરાધની સંખ્યા ઘટશે. ભારતીય માણસ સાત્વિક, સત્યપ્રિય અને સુવિચારી છે એની પ્રસિતિ આ ચુટણીઓ આવી જોઇએ.
સુરત – બાળકૃષ્ણ વડનેરે- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top