અમદાવાદ સૌથી વધુ 11 કેસ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 નવા કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થયું હતું. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 10093 થયો છે.
બુધવારે રાજ્યમાં નવા નોધાયેલા કેસમાં સોથી વધુ અમદાવાદ મનપામાં 11, ભરૂચ જિલ્લાના વાલિયામાં 7, વડોદરા મનપામાં 5, ગાંધીનગર- સુરત મનપામાં 4-4, કચ્છમાં 3, નવસારી, રાજકોટ મનપા, વલસાડમાં 2-2, આણંદ, ભાવનગર મનપા-ગ્રામ્ય, જામનગર મનપા, ખેડામાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે આણંદમાં વધુ એક દર્દીનું મૃત્યુ નોધાયું છે. બુધવારે કોરોનાના 26 દર્દીઓ સાજા થયા હતા. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 293 થઈ છે. જેમાંથી 285 કેસ સ્ટેબલ છે અને 08 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. બુધવારે રાજ્યમાં વધુ 4,26,161 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
કોરોના નવા વેરિઅન્ટની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલ મહોત્સવ રદ
અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટથી લોકો ચિંતિત બન્યા છે, ત્યારે અમદાવાદ મનપાએ બુધવારે એક મહત્વની બેઠક યોજી તા. 25મી ડિસે.થી 31 ડિસે. વચ્ચે આયોજિત કાંકરિયા કાર્નિવલ મહોત્સવને રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર ફ્લાવર શોના આયોજન અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.