Business

સુરતના શૌર્યની ગોલ્ફની શૌર્ય ગાથા

સ્લોટ્સમા ફિટનેસ અને ન્યુટ્રીશનું ખાસ ધ્યાન રખાય છે. આથી શોર્ય ફિટ રહેવા માટે વેજિટેરિયન હોવા છતાં એગ્સ ખાય છે. નાનપણથી જ શિસ્તપૂર્વક વર્તનાર શોર્યને પોતાના શિક્ષણ અને સ્પોર્ટસને બેલેન્સ કરવા માટે ફ્રેન્ડ્સ સર્કલને પણ સાઈડ કરવું પડે. ઘણીવાર એના ફ્રેન્ડ્સ બહાર જતા હોય એ સમયે તેણે અભ્યાસ કવર કરવા માટે એક્સ્ટ્રા સમય બેસવું પડે છે.

રમત ગમતની દુનિયામાં ગોલ્ફ એક એવી રમત છે. જેમાં ખેલાડીઓએ પરિપક્વતા કેળવવી પડે છે. ભલભલા ખેલાડીઓ પણ ગોલ્ફ જેવી રોયલ રમતમાં વર્ષોની પ્રેક્ટિસ પછી સિદ્ધિ મેળવી શકતા હોય છે ત્યારે આ રમતમાં સુરતના સત્તર વર્ષના શોર્યએ ગોલ્ફમાં અનોખી મહારત મેળવી છે. ત્યારે સિટી પલ્સે લીધી શોર્યની મુલાકાત અને જાણી એની ગોલ્ફની શાૈર્ય ગાથા…

જુદા જુદા કોચ પાસેથી મને ઘણુ શિખવાનો મોકો મળ્યો : શોર્ય

૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો શોર્ય જ્ણાવે છે કે,’’ મેં જ્મ્મુમાં ગોલ્ફ રમવાનું શરુઆત કરી હતી. ત્યારબાદ પિતાની હેદરાબાદ અને બેંગ્લોર ટ્રાંફર થતા ત્યાં પણ ગોલ્ફ રમ્યો. જોવા જઇએ તો ગોલ્ફ વિષેની પસંદગી પાછળનું કારણ એ જ હતું કે ઇન્ડિયામાં હજુ આ સ્પોર્ટસ પ્રત્યે લોકો જાગ્રુત નથી. બહુ ઓછા લોકો આ સ્પોટ્સ રમે છે આથી મારી પાસે મોકો છે આગળ વધવાનો ઉપરાંત આ ગેમ તમે ધારો ત્યાં સુધી રમી શકો. જેમાં કોઇ એજ લિમિટ હોતી નથી. મારા ફાધર આર્મીમાં હોવાને લીધે મારે ભારતના અલગ અલગ રાજ્યોમાં એમની ટ્રાન્સફર સાથે સ્કુલ બદલવાની થાય અને સાથે મારા ગોલ્ફ કોચ પણ આથી જુદા જુદા કોચ પાસેથી મને નવુ નવુ ઘણુ શિખવાનો મોકો મળે.’’

અનેક કોચના માર્ગદર્શનનો મળ્યો લાભ 

શોર્ય ગોલ્ફ કોર્ટમાં ગજબનું પ્રદર્શન કરે છે. IGU ઇન્ડિયન ગોલ્ફ યુનિયન દ્વારા પણ ઘણો સપોર્ટ મળ્યો છે. ના માત્ર લોકલ લેવલે પણ શોર્યે અનેક નેશનલ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ જીતી છે. જેમ કે થાઇલેન્ડમાં યોજાયેલ ૨૦૧૮ એશિયા પેસિફિક ચેમ્પિયનશીપ, ૨૦૨૧માં અમદાવાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા જુનિયર ચેમ્પિનશીપ જીતી છે. તરુણ સરદેસાઈ અન્ડર પ્રેક્ટિસ કરવાનો ફાયદો પણ થયો અને તેમણ ઘણો સપોર્ટ પણ પૂરો પાડયો છે. શોર્યને નાની ઉમરથી જ અનેક મેડલ અને એવોર્ડ મળ્યાં છે.

નાનપણથી જ પિતાને જોઇને સ્પોર્ટસ પ્રત્યે વધી રૂચી

કહેવાય છે ને મોરના ઇંડા ચિતરવા ના પડે, તેમ શોર્યને રમત પ્રત્યેની રૂચી એમના પિતા કર્નલ બિન્નુ પાસેથી જ વિકસી. એમના પિતા આર્મી ઓફિસર છે. આથી શોર્યને નાનપણથી જ પિતાને સ્પોટ્સમા જોઇને એની રૂચી આપોઆપ જાગી. તેમની માતા ભારતીબેનના જણાવ્યા અનુસાર અવારનવાર શોર્યના પિતાની જોબના લીધે છોકરાઓની સ્કુલ બદલવી પડી પણ આર્મી સ્કુલમાં જ શોર્ય શિક્ષણ લઇ રહ્યો છે. જ્યારે તે ૨ વર્ષના હતો ત્યારથી જ ખૂબ જ ફોકસ્ડ છે અને સેલ્ફ મોટિડ છે. ગોલ્ફ ઉપરાંત તે ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટ્બોલ, સ્વિમિંગ, હોસ રાઇડિંગ જેવી અનેક સ્પોટ્સ રમે છે.

લોકોમાં જાગ્રુતતાની સાથે સરકારી સહાય પણ જરૂરી

ગોલ્ફ ઘણી મોંધી રમત ગણવામાં આવે છે. જેની કિટનો ખર્ચ જ ૩ લાખ રૂપિયા થાય છે. ઉપરાંત હજુ ગુજરાતમાં જોઇએ એટલા મેદાન કે કોચ નથી. બહુમુખી પ્રતિભા ધરાવતા ભારત દેશ માટે ક્રિકેટ, કબડ્ડી કે હોકી જેવી રમતોના અસંખ્ય ખેલાડીઓ વિશ્વ સ્તરે પ્રદર્શન કરી રહ્યાં છે પરંતુ ગોલ્ફ કે જિમ્નાસ્ટિક જેવી રમતોમાં આપણને હજુ ઘણા પાછળ છીએ ત્યારે શોર્ય જેવી પ્રતિભાઓને અત્યારથી સરકાર દ્વારા પ્રોત્સાહન અને તમામ પ્રકારની સગવડતાઓ આપે તો આવા ખેલાડીઓ આવતા દિવસોમાં ભારત દેશને વિશ્વ સ્તરે નામના અપાવી ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ અપાવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

સ્ટડી પર ઇફેક્ટ થતા YouTube જોઇને ભણે

સ્વભાવીક છે કે આ રમતમા ઘણો સમય જાય છે, અને રમત પુરી કરતાં ૬ ક્લાક લાગે છે. આથી મેન્ટલ લેવલની સાથે ફિઝીક્લ લેવલ પર સ્વસ્થતા જળવાય એ જરૂરી છે. સ્કીલ સેટની ડિમાન્ડ વધુ રહેતા સમય તો માંગે જ. આથી શોર્યએ તેની સ્ટડી મિસ કરવી પડે. ઘણીવાર તો તેણે એક્ઝામ પણ મિસ કરવી પડી. પણ ભણવામાં હોશિયાર હોવાને લીધે ઓછા સમયમા તે સ્ટ્ડી કવર કરી લે તો બીજી બાજુ YouTub જોઇને પણ તે તેનો અભ્યાસ કવર કરી લે છે.

Most Popular

To Top