- આજવા રોડના અંબર કોમ્પલેક્સની ખુલ્લી જગ્યા રખડતાં ઢોરો માટે વિશ્રામગૃહ
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાટી ફરી વિવાદમાં આવી છે વારસિયા રિંગ રોડ પર ઢોરપાર્ટીઅે પશુપાલકના કહેવાથી ગાયને છોડી મુકતા હોબાળો મચી ગયો હતો સ્થાનિક લોકોએ વિરોધ કરી અધિકારીઓ અને પશુપાલકો વચ્ચે સાઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો કરી કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 11 ટીમો બનાવી રખડતા ઢોરોને પકડવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જોકે રખડતા ઢોરને પકડતી પાલિકાની ઢોર પાર્ટી વિવાદમાં આવી છે પશુપાલકના કહેવાથી ગાયને છોડી મૂકવામાં આવતા સ્થાનિકોએ ભારે હંગામો કર્યો હતો ન્યુ વીઆઇપી રોડ ઉપર 24 કલાક મુખ્ય માર્ગ ઉપર ઢોરઢાંખર અડિંગો જમાવી બેસે છે. જ્યાં પાલિકાની કામગીરી નબળી પુરવાર થતી હોય છે. હરણી વારસીયા રિંગ રોડ ઉપર પરાગરજ અને રાજ લક્ષ્મી સોસાયટીમાં પાલિકાના કર્મચારીઓએ ગાય પકડયા બાદ પશુપાલકના કહેવાથી ગાય છોડી મુકવાના મામલે સ્થાનિક રહીશોએ વિરોધ કરી હોબાળો કર્યો હતો.
ગાય પકડયા બાદ નજીકમાં રહેતો પશુપાલક આવી ચડ્યો હતો અને તેણે અધિકારીઓને આ ગાય છોડી દો એટલું જ કહ્યું હતું અને તરત જ પાલિકાના અધિકારીઓએ ગાયને છોડી મૂકી હતી. જેથી પાલિકાના કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે સાંઠગાંઠની શક્યતા છતી થાય છે અગાઉ પણ પશુપાલકો રખડતાં ઢોરોને છોડાવી ગયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ઢોર પાર્ટી ગાયોને પકડી છોડી દેતી હોવાને કારણે કદાચ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા નાબૂદ થઇ રહી નથી તેવું લોકો માની રહ્યા છે તેમજ તંત્રએ સાંઠગાંઠીયા અધિકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ માંગ કરી હતી.
મિલીભગત નો ભોગ મેયર બને છે..!?
શહેરમાં રખડતા ઢોરો અને પકડવાની ઝુંબેશ ચાલે છે પરંતુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતને કારણે આ અભિયાનમાં અવરોધ આવી રહ્યા છે શહેરને 15 દિવસમાં રખડતા ઢોરોથી મુક્ત કરવાની જાહેરાત પોકળ પુરવાર થઈ હોવાનું મનાય છે. આ ઉપરાંત મેયરને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો ઠપકો પણ સાંભળવો પડયો હતો. આમ અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતનો રાજકીય ભોગ મેયર બની રહ્યાની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે મેયરે પણ પશુપાલકો સાથે મીલીભગત કરતા અધિકારી કર્મચારીઓ સામે લાલ આંખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.
રસ્તા પર ઢોર છૂટા મૂકનાર વધુ એક ગોપાલક વિરુદ્ધ ફરિયાદ
શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે બાપોદ વિસ્તારના કમલાનગર તળાવ પાસેથી 1 ઢોરને કબ્જે લઇ ડબ્બામાં પુરી દીધા હતા. જયારે ઢોરને બિનવારસી હાલતમાં છોડનાર ગોપાલક સામે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ પડે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલ સ્ટાફ સાથે શહેરમાં રખડતા પશુઓને પકડવા ટિમ લઈને તપાસમાં નીકળ્યા હતા. બપોરે 12 વાગ્યે બાપોદ વિસ્તારના કમલાનગર તળાવ પાસેથી રખડતા 1 પશુને પાર્ટીએ પકડીને લાલ બાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છુટ્ટા મૂકી દેતા માલિકની શોધખોળ દરમિયાન જાણવા મળેલ કે, આ ઢોર જયેશભાઇ દેહુરભાઈ ભરવાડ (રહે,ગોકુલનગર, આજવારોડ)ના હતા. જેથી તેમની વિરુદ્ધ સુપ્રિટેન્ડટ બાપોદ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગોપાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ વિસ્તારમાં ટીમોને કોની શરમ નડે છે..!!
રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવા પાલિકા દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તારોં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ન્યુ વીઆઇપી રોડ, વારસિયા, સોમા તળાવ,આજવા રોડ ગધેડા માર્કેટ સહીત વિસ્તારોમાં ઉપર 24 કલાક મુખ્ય માર્ગ ઉપર રખડતાં ઢોરો અડિંગો જમાવી બેસે છે. પૂર્વ વિસ્તારમાં પાલિકાની કામગીરી પણ નબળી પુરવાર થતી હોય તેમ લાગી રહ્યું છે પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો અને વાહન ચાલકો રખડતાં ઢોરોનો ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમ છતાય તંત્રની આંખ ખુલતી નથી ત્યારે આ વિસ્તારમાંથી રખડતાં ઢોરોની સમસ્યાને દુર કરવા ઢોર પાર્ટીની ટીમોને કોની શરમ નડે છે તેવા પણ સવાલો સામે આવ્યા છે.