હજી તો ફૂલેલું ફાલેલું ફાગણીયુ ચાલે યાર..! જ્યાં શિયાળાની અંતિમ વિધિનાં ક્રિયાકરમ પણ બાકી, ત્યાં તો ગરમ ઉનાળિયું, ‘ઉલાળિયું’ કરવા માંડ્યું બોલ્લો..! મગજ ફાડી નાંખે એવી ગરમી ને બફારો ફેંકે..! ફાગણની ફોરમના લટકા તો હજી અધૂરા, ત્યાં ઉનાળાએ મેલી માયાજાળ ફેલાવવા માંડી. જાણે જેહાદી ‘લવ’ કરવા માંડ્યો..! એના કપાળમાં કાંદા ફોડું, હજી તો ઉનાળાની સીમંત-વિધિ પણ થઇ નથી, ત્યાં તો ઉનાળિયું ગરમીની ફૂઉઉટ કાઢવા બેઠું..! સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થા વધે એમ, ગરમીની ટકાવારીમાં પણ રોજનો વધારો થાય..! ચચરાટ તો થાય જ ને બોસ..! શંકા જાય કે સાલી રાજનીતિ ઋતુઓમાં પણ આવી ગઈ કે શું..?
સવાર-સવારમાં ‘ઠંડી-ઠંડી’ બેટિંગ કરે..! ત્યારે મલમલ જેવું લાગે..! પછી સહેજ સુરજ માથે ચઢે એટલે, કંતાનનો તાકો કાઢે. ગરમીનો પારો એવો બેફામ બનાવે કે, મગજની મસ્તી, ઐશ્વર્યામાંથી સુર્પણખા થવા માંડે. મગજ ફાટ ફાટ થાય, ને હૃદય ધગ ધગ થવા માંડે..! અધૂરે મહીને બાળક જન્મે, એ સાંભળેલું, હવે તો ઋતુઓ પણ અધૂરે મહીને જ પ્રગટ થવા લાગી. સવારે શિયાળો, બપોરે ઉનાળો ને રાતે એકાદ ઝાપટું પણ ખંખેરે. સાલું સમજ નહિ પડે કે, સ્વેટર કાઢવું કે, રેઇનકોટ ચઢાવવો કે પછી ટુવાલ વીંટીને જ ઓફિસે જવું..!
કેવી પરસેવાન ગરમી? તાળવેથી નીકળેલો પરસેવો શરીરના સર્વાંગ સ્ટેશન કરતો-કરતો, પગના તળીએ ઉતરે ત્યારે ખબર પડે કે, હું તો વગર વરસાદે ભીન્નાઈ ગયો..! એ તવાઈ ખરો, પણ બફાય નહિ..! આપણે રહ્યા સંસ્કારી એટલે..! સિંહ જેવા જંગલના રાજા થોડા છીએ કે, ઉઘાડા ફરીએ..? શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય કે વસંત ઋતુ, મૌસમ પ્રમાણે કપડે/લતે તો ઠીકઠાક રહેવું પડે, નહિ તો ઘરમાંથી જ ફોડચી કઈડે..! શૈલી તરત બરાડા પાડે કે, આ શું વેશ કાઈઢાં..? સાલું પશુ-પંખીને નહિ કપડાની ઝંઝટ કે નહિ મેચીંગની ઝંઝટ..! જો કે, આપણી જેમ ક્યાં એમણે જાત જાતના વરઘોડા કાઢવાના હોય..? એમનુ અનુકરણ કરવા જઈએ તો, લોકો પથારી ફેરવી નાંખે..! તંઈઈઈઈઈ..?
માન કે ન માન, રૂતુઓ હવે માણસ બની ગઈ. જાહેરાતનો માલ બતાવે જુદો, ને આપે જુદો..! પંચાંગમાં ભલે શિયાળો ચાલતો હોય, પણ ગરમીનો ચમકારો એવો તેજીલો હોય કે, તાળવું તઈડી નાંખે..! જજેલા જ ઉઠવાના બાકી રહે..! પાંચ કિલો ગરમ મસાલો ચાવી ગયો હોય એમ, માણસ ગરમીમાં ધગ…ધગથઇ જાય..! એના કપાળમાં કાંદા ફોડું, સંસાર લઈને બેઠા એટલે બીજું કરી પણ શું શકીએ..? નાગડા-પુગડા થઈને વ્યવહારમાં થોડા રહેવાય? પરસેવાન થઈને પણ લાકડાની તલવાર હલાવવી જ પડે..! કવિ કહે એમ,
થક કર ભી ચલના પડતા હૈ, રો કર ભી ચલના પડતા હૈ
યે તો જિંદગી હૈ સાહબ, યહાં તો જી કર ભી જીના પડતા હૈ
ચમનીયો ઘણીવાર કાનમાં તેલ રેડવા આવે કે, “માન કે ન માન રમેશિયા..! આ ઋતુઓમાં પણ ગઠબંધનવાળી રાજનીતિ ચાલતી હોવી જોઈએ. એ વિના એક મૌસમ પોતાનો ખેસ કાઢીને બીજો ખેસ પહેરે નહિ. એક મૌસમ ઉપર બીજી મૌસમનું ખાબકવું એ પણ જેહાદી અપવ્યવહાર જ કહેવાય..! જુઓ ને ફોરમતા ફાગણ ઉપર ઉનાળાનો બળાત્કાર જ થાય છે ને..? શરીર સાલું પરસેવાનું સરોવર બની જાય..!ફરતેથી ગરમી એવી ફરી વળે કે, ટાઢકની કોઈ ગુંજાઈશ જ નહિ..! દાળ-ભાત પણ બરફ નાંખીને ઉલાળવા પડે એવી બદતર હાલત છે..!
એને કેમ સમજાવું કે, વાઈફ વગર નહિ ચાલે એમ, ગરમી વગર પણ નહિ ચાલે. ગરમી નહિ પડે તો નવી આડઅસર પણ થાય. ઉનાળામાં પણ લોકોના વરઘોડા નીકળે જ છે ને..? અમુકે તો ઉનાળામાં જ સાત ફેરા ફરવાની કસ્સ્સમ ખાધી હોય એમ, ઉનાળામાં જ પીઠી ચઢાવીને ઉભા થાય..! વરઘોડા કાઢે. જાણે વાઈફનો હાથ ઝાલીને જિંદગીભર હિમાલયની ગોદમાં ફેરવવાનો હોય એમ, એવાને ઉનાળો આકરો પણ નહિ લાગે..! યે જીના ભી ક્યા જીના હૈ મામૂ..! જો કે, મારા લગન પણ ઉનાળામાં જ થયેલા.
પુણ્યના પ્રતાપે એ વખતે મેઘરાજા મહેમાન બનીને અઠવાડિયા સુધી રોકાયેલા, એટલે થોડીક ટાઢક મળેલી. પણ ગરમીએ હેરાન નહિ કરેલા એટલા કાદવ-કીચડે પરેશાન કરી મુકેલા..! એક બાજુ માથાનો સાફો ઝબુકીયાથી લપઝપ થતો હોય, અને બંદો વરસાદની હેલી ઝીલતો હોય..! પણ વરઘોડો તો મુશળધાર વરસાદમાં પણ રેઇનકોટ પહેરીને કાઢેલો. શરીરની એવી હાલત થઇ ગયેલી કે, સામાપક્ષવાળાએ એકવાર તો કહી પણ દીધેલું કે, આ અમારો વરરાજા નથી..! ફાયદો એ થયેલો કે, ‘હનીમુન માટે ચેરાપુંજી જવાનો ખર્ચ બચી ગયેલો. એના કપાળમાં કાંદા ફોડું, કાળો રેઈનકોટ ચઢાવેલો હોવાથી, લગનના આલ્બમમાં, આજે પણ મારા બદલે કાળા ધાબા જ દેખાય છે બોલ્લો..! ડામરના પીપ સાથે શૈલીએ ‘સેલ્ફી’ લીધી હોય તેવું લાગે..!
ઉનાળામાં નીકળતા વરઘોડાને જ્યારે-જ્યારે જોઉં છું,ત્યારે મને વર કરતા ઘોડાની દયા વધારે આવી જાય..! તમે શું માનો..? તોડી નાંખે એવી ગરમીમાં શણગારેલા ઘોડા કે ઘોડીઓને વરઘોડામાં ફરવાનું ગમતું હશે ખરું..? છતાં, હોંશ હવસ ગુમાવ્યા વગર કેવા બની ઠનીને ગરમી ઝીલતા હોય? ક્યાંક ક્યાંક તો વરરાજા કરતા ઘોડા ‘હેન્ડસમ’ લાગે..! મુશળધાર લૂ વરસતી હોય, પરસેવો ચહેરાનો નકશો બદલી નાંખતો હોય, એવી ગરમી ખાવી કંઈ ખાવાના ખેલ નથી, અગનખેલ છે..! દરિયામાં પથારી કરીને સુઈ જવાનું મન થાય..! ખુદ વરરાજો પણ નહિ ઓળખાય એવી હાલત થઇ જાય..! ખુદની વાઈફ પણ ગોથા ખાય જાય કે, આ આપણો જ નમૂનો છે કે, બીજાનો..? પરસેવાની પાઈપલાઈન ફાટી હોય એમ, શરીર રેબઝેબ થવા માંડે. પરસેવો એવો ફેલાય કે, બે-ચાર અળસિયા મોંઢા ઉપર લટાર મારવા નીકળ્યા હોય, એમ ચહેરાનો આખો નકશો બદલી નાંખે..! સાચે જ ગરમીની જોડ સખી નહિ જડે રે લોલ..!
લાસ્ટ ધ બોલ
પરણેલી છોકરી અને પરણેલા છોકરાના ભેદ કેવી રીતે જાણી શકાય..?
મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી સમજવી, અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો સમજવો..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.