Columns

શિવશક્તિનાં સામંજસ્ય, સમરસીકરણની વિદ્યા છે : કુમાર વિદ્યા

મત્સ્યપુરાણ (અ. 147-159) કહે છે કે, તારકાસુરે બ્રહ્મદેવ પાસે માગી લીધુ હતુ઼ કે સાત દિવસના છોકરા સિવાય તેનું મૃત્યું બીજા કોઇથી ન થાય. સ્કન્દે જન્મ્યા પછી સાતમે દિવસે આ અસુરને હણી નાખ્યો. સહુ આસુરી વૃત્તિઓ, અહંકારના મૂળ સહિત સઘળા ઉત્પાતો જ્યાં શમી જાય છે એવા સપ્તક પર ભારતીય સાધના વિવિધરૂપે ભાર મૂકે છે. સપ્તપદીનું પૂર્ણત્વ સર્વ ભૂમિકા પર છે. બુદ્ધલીલામાંપણ આવે છે કે બુદ્ધેુ જન્મતાંવેંત ચારે દિશામાં સાત સાત પગલા માંડ્યા અને એ સર્વ દિશાઓ જીતી લેશે એવી આગાહી આપી. બુદ્ધના જન્મ સાથે પણ માનવંતા થતા અધ્યાત્મ જન્મના સંકેતો ગૂંથી લેવાયા છે. આવો અધ્યાત્મજન્મ વામ-પાર્શ્વ ભાગમાંથી થાય છે.

વામ એટલે અહીં ડાબો ભાગ નહી. પણ ઉલ્ટો -ઉધો પાર્શ્વ એટલે પાછળનો ભાગ. આમ પાછળના ઊલટા ભાગમાં જન્મ તે મેરુદંડમાં ઉર્ધ્વ ચેતનાનો જન્મ છે. દેવી ભાગવત (9-3-49)માં વિષ્ણુના અવતાર વિશે કહ્યું છે:
બભૂવ પાતા વિષ્ણુ :
ક્ષુરસ્ય વામ પાશ્ચર્વ:
(ક્ષુદ્ર-પિંડના પાછળના ઊર્ધ્વ ભાગમાંથી વિષ્ણેનો જન્મ થયો)
આ માત્ર પુરાણો પૂરતી વાત નથી. વૈદિક મંત્રોમાં પણ આ પ્રકારના ઉલ્લેખો છે. ઋગ્વેદમાં ઇન્દરના જન્મ અંગે પણ આવું જ કથાનક છે:
તિરશ્વતાપાશ્વાન્નિર્ગમાણિ!
(હું માતાના પાર્શ્વ ભાગમાંથી તીરછી રીતે જન્મ ધારણ કરું છું)

ઇન્દ્ર, વિષ્ણુ, સ્કંદ અને બુદ્ધના જન્મ વિશે જે સંકેતો છે તે સિદ્ધો અને સંતાનો સાહિત્યમાં સ્પષ્ટ બની જાય છે. ઋગ્વેદના ઋષિ વામદેવને સમજવા માટે મહાપંડિતો કરતાં ગોરખ અને કબીર વધારે મદદ કરે છે. કુમાર સ્કન્દ વિશે પણ કહ્યું છે કે આ માતાના વાા ભાગને વિદારીને દેવીનો પુત્ર બહાર નીકળ્યો. પાર્શ્વ ભાગ, ઉર્ધ્વ દિશાને વિદારણ અને અદ્દભૂત શિશુનો જન્મ. આ ત્રણે શું સુચવે છે? સંત રામચરણદાસે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું છે.
પચ્છિમ દિશા મેર કી ઘાટી,
બીસો ગાંઠ ઘોર સે ફાટી.

(મેરુદંડમાં આવેલી સુષુમ્ણામાં કડાકો થયો અને વીસેવીસ ગાંઠ ફાટી પડી.) એક કડાકા સાથે દેહભાવ તૂટી પડે અને આત્મભાવ જાગે તે કુમારન્જન્મની મંગલ ઘડી. સંતો એને માટે કહે છે: પચ્છિમ ઉગ્યા ભાણ. લક્ષ્યને ભેદીને દૃશ્ય સંસારને વીંધીને અલક્ષ્ય ભણી જતા આ મુક્ત માનવને પીર પચ્છમ – પશ્ચિમ દિશાનો પીર કહેવામા આવે છે. એ નિત્યકિશોર છે. જરા-મરણથી રહિત છે. વૈદિક દૃષ્ટા અને ચિત્રશિશુ : અદ્દભુત બાળક તરીકે નિરૂપે છે. તો એની ઓળખ પણ આપે છે.
અયં વાત શિશુ: અયં મધ્યમ પ્રાણ :
(બહુદારણ્યમ : 2-2-1)
(આ શિશુ એ જ મધ્યમ પ્રાણ છે.)

આ મધ્યનાડીમા વહેતો એ જ ચેતનાને છેક મૂર્ધા ભણી લઇ જાય છે. એ જ મનુષ્યશરીરમાં રહેલો વામનરૂપધારી વિશાટ છે. ગોરખનાથ કહે છે:
બસતી ન સુન્યં, સુન્યં ન બસતી,
અગમ અગોચર ઐસા,
ગગન સિખર મંહી બાલક બોલે.
તાકા નામ ધરહુંગે કૈસા?
(અસ્તિત્વ કહીએ તો જે શૂન્ય છે અને શૂન્ય કહીએ તો જે અસ્તિત્વ છે એનુ અગમ અગોચર રહસ્યથી ભરલુ પરમ તત્વ છે. ગન શિખર મસ્તકમાં આવેલા સહસ્ત્રારમા આ બાળક બોલ છે તેની પ્રતીતિ થાય છે, પણ તેને નામ કયું આપીશું)

જેને કોઇ નામ નથી. રૂપ નથી એવુ આ વિલક્ષણ તત્ત્વ છે. તેને કેવી રીતે ગ્રહણ કરી શકાય તેની પ્રક્રિયા સાધનામાર્ગ દ્વારા ખૂલે છે અને તેના સ્વરૂપની થોડી ઝાંખી થાય છે. તેને પુરાણકથાઓ મૂર્તરૂપ આપવા મથે છે. ગોરખે તેના સાધનામાર્ગ વિશે અને બાળતત્વને પ્રગટ કરવા વિશે કહ્યું છે.
ઉલટ્યા પવના ગગન સમોઇ
તબ બાલરૂપ પરતષિ હોઇ.
(વાયુને ઉલટાવીને બ્રહ્મરંધ્રમાં સમાવવામા આવે ત્યારે બાળરૂપનો પ્રત્યક્ષ પરિચય થાય છે.)

ઉદયાચલ પર કુમારનો જન્મ થાય છે અને જે ચાર સ્વરૂપમા તે પોતાને વિભક્ત કરે છે તેના નામ પણ અર્થસૂચક છે: મહાસેન, શાખ, વિશાખ અને કુમાર તે અનુક્રમે અગ્નિ, કુટિલા, પાર્વતી અને શંકરના પુત્ર તરીકેના નામ છે. મહાસેન તે ઇન્દ્રિયો પર પ્રભુત્વ સૂચવે છે. પ્રાણાગ્નિ જાગ્રત થાય છે અને તેની ગતિ ઉર્ધ્વ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ વૃત્તિઓ પર કાબૂ આવે છે. મહાસેન વિના અસુર-વિજય ન થાય. પણ એટલે પૂરતુ નથી. એક નવા ચૈતન્યનો ઉદય થવો જોઇએ. માટીનું શરીર અમૃત-રસે પલ્લવિત થવુ જોઇએ. પ્રાણનો સુષુમ્નામા પ્રવેશ થતા મેરુદંડ ઝંકૃત થઇ ઉઠે છે. કુંડલિની કે દેવાત્મશક્તિનુ જાગરણ ‘શાખ’ નામમા સૂચિત છે. ઉપનિષદ આ પ્રાણશક્તિ વિશે કહે છે:
વદ્યપ્યેનત્ શુષ્કાય સ્થાણયે બ્રૂયાત્ જાયેરન્ એવ અસ્મિન્ શાખા:
પ્રરોહેયુ : પલાશાણીતિ.
(છાન્દોગ્ય : 5-2-3)
(આ વિદ્યા એકાદ સુક્કા ઠૂંઠાને પણ કહેવામા આવે તો તેને શાખા ફૂટે અને પાંદ ઉત્પન્ન થાય)

મનુષ્યશરીરમાં પરમ ચૈતન્ય પાંગરતુ઼ નથી ત્યાં સુધી તે રસ-કસ-હીન ઠૂંઠં જ છે. મૃત્યુને વળગીને જેના મૂળિયા રહેલા હોય તેને કોણ જીવનનુ નામ આપે. શાખ એ દુવશક્તિનુ અંકુરિત થવુ છે તો વિશાખ તેનુ સર્વ રીતે પલ્લવિત થવુ છે અને કુમાર તેમાંથી ઉત્પન્ન થતો નિત્ય આત્માનંદ છે. કૃત્તિકા નક્ષત્રના છ તારાના સુંદર ઝૂમખા સાથે કાર્તિકેયનુ સ્મરણ જોડી દેવનામા આવ્યુ છે. ષણ્મુખ કાર્તિકેયની સ્મૃતિ એક બીજી રીતે પણ ઉપાસનામા સામે રાખવામા આવે છે. ઉર્ધ્વમુખી ત્રિકોણ શિવનું ગણાય છે. નિમ્નસુખી શક્તિનુ છે. આ બંને ત્રિકોણ સમાનપણે મળે તયારે ષટકોણ એ ષણ્મુખ કાર્તિકેયનુ પ્રતીકાત્મક સ્વરૂપ છે. કુમારની સાથ઼ વાત અને પ્રાણનુ અથવા તો સ્વર અને સ્પંદનનુ વિજ્ઞાન જોડાયેલુ લછે.

પણ આજે તો કુમાર-વિદ્યાની પરંપરા તૂટી ગઇ છે અને તેનુ જ્ઞાન લુપ્ત થયુ છે. કુમારનુ વાહન મયૂર છે. પુરાણો કહે છે તેને વિશ્વકર્માએ કૂકડો આપ્યો હોય છે. મયૂર અને કૂકડાના સ્વરમાં હૂસ્વ દીર્ઘ અને પ્લુત ત્રણે સ્વરો મળેલા હોય છે. ડોકના 3-3 કટકા કરી મોર મે (હ્રસ્વ), આ.. (દિર્ઘ) આ.. વ (પ્લુત) એવી કેકા કરે અથવા કૂકડો કુ (હસ્વ), કુઉ (દીર્ઘ) કૂઉઉ (પ્લુત) એમ છડી પોકારે ત્યારે સ્વરના ઉડ્ડયનનો સંકેત પૂરો પાડે છે અને મેઘનુ આગમન કે પ્રભાતનો ઉદય નવા જીવનનો આવિર્ભાવ સૂચવે છે. શબ્દ. ધ્વનિ, સૂરતા – આ ત્રણ વડે પ્રાણ અને મનની ભૂમિકા કેવી રીતે પલટાવી શકાય તેની કીમિયો આ કુમારવિદ્યામાં રહ્યો છે. પૌરાણિક પરંપરાની ગુરુચાવી ખોવાઇ ગઇ છે. માત્ર કથાઓ રહી ગળ છે. પણ સંતવચનોમા તેની જીવતી સરવાણી જોઇ શકાય છે. ભીખા સાહેબે કહ્યું છે કે:
હર દમ નામ ઉઠત અભિઅંતર
અનુભવ મધુર વચનિયાં,
સુનત સુનત દિલ મૌજ ઊઠી
લગી સુરતિ-નિરતિ ઉનમુનિયાં.
(દરેક શ્વાસ સાથે હૃદયની અંદર નામનો ગુંજારવ થવા લાગ્યો. નામમાં કેવી મધુરતા રહી છે તેનો અનુભવ થયો. નામનુ શ્વણ કરતાં અંતરમા એવો તો ઉછાળો આવ્યો કે સુરતિ અને નિરતિ એટલે કે આંતરિક સ્મૃતિ અને બાહ્ય વિસ્મૃતિ, તલ્લીનતા અને ત્યાગવૃત્તિ, મનથી ધર અવસ્થામા એકાકાર બની ગયાં)
ગોરખની જેમ કબીરે પણ આ અમૃતરસ ચાખતાં કહ્યું છે:
ઉન્મુનિ શ્રધ્ધા ગગન-રસ પીવે,
ત્રિભુવન ભયા ઉજિયારા.
કુમારનો ઉદયાચલે જન્મ તે મનસાતીત ભૂમિકામાં થતો મનુષ્યનો અપૂર્વ ઉલ્લાસમય, ઉજાસમય નવ-જન્મ છે. સ્કન્દ દ્વારા જે સૃષ્ટિતત્ત્વ પ્રગટ કરવામાં આવ્યું છે તેને ‘કૌમા૨સર્ગ’ કહેવામાં આવે છે. વાસુદેવશરણ અગ્રવાલે તેમના મત્સ્યપુરાણ પરના પુસ્તકમાં તેની ઊંડાણથી ચર્ચા કરી છે; પણ કુમારને તે જડ પ્રકૃતિમાં પ્રવેશતા ચેતનઅંશ જીવ તરીકે અથવા જડ પદાર્થમાં પ્રગટતા પ્રાણાગ્નિ તરીકે (‘મત્સ્યપુરાણ – એ સ્ટડી’, પાનાં ૨૫૦-૨૫૧) વર્ણવે છે તે બરાબર નથી લાગતું. સાંખ્ય પ્રમાણે પ્રકૃતિ જડ હશે પણ સ્કંદ, જેનું નામ શૈવદર્શન સાથે જોડાયેલું છે, તેમાં પ્રકૃતિ જડ નથી, ચૈતન્યમયી છે. ‘કુમારવિદ્યા’ એ શિવશક્તિના સામંજસ્યની, સમરસીકરણની વિદ્યા છે. વળી તે પ્રાણીસૃષ્ટીની જેમ સૃષ્ટિક્રમ અનુસારી નથી પણ તેને અતિક્રમી જતી ઊર્ધ્વધારા છે. વૈદિક પરંપરામાં વામદેવ, જ્ઞાનસાધનામાં સનત્કુમાર, ભક્તિરસમાં શુકદેવ અને યોગતત્ત્વમાં સ્કન્દ તેના સમર્થ ઉદ્ગાતા અને મૂર્તિમંત આદર્શ છે.

Most Popular

To Top