વડોદરા: તરસાલી અમીન ખડકીમાં પ્રોપર્ટીના ચક્કરમાં ભાડૂઆતે ભાણિયા સાથે મળી 67 વર્ષીય વૃદ્ધાની કરપીણા હત્યા કરાઇ હતી. જોકે પહેલા વૃ્દ્ધા પર ભાણિયો ઘા કરવાનો હતો પરંતુ તેના હાથ ધ્રુજવા લાગતા ભાડૂઆતે ભાણિયાને હાથ પકડવાનું કહી ઘાતકી રીતે વૃ્દ્ધાના પેટમાં 6-7 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે દત્તક પુત્ર વિદેશમાં ગયો ત્યારથી વૃદ્ધાના હત્યાનો પ્લાન બનાવવાનું શરૂ કર્યું હતું.
શહેરના તરસાલી વિસ્તારમાં તળાવ સામે આવેલી અમીન ખડકીમાં રહેતા 67 વર્ષીય સુલોચનાબેનને સંતાન ન હતા. જેથી તેમના પતિએ તેઓએ સંજયના યુવકને દત્તક લીધી હતો. જેે હાલમા 6 મહિના પહેલા વિદેશમાં સ્થાયી છે.વૃદ્ધાના પતિ જાગીરદાર હતા જેથી તેમની કરોડોની પ્રોપર્ટી છે. વૃદ્ધા સાથે તેમની બહેનનો પુત્ર નયન અમની નાનપણથી રહેતો હતો. તેમન અભ્યાસ કરવા સહિતનો તમામ ખર્ચ તેઓ ઉપાડતા હતા.
હાલમાં નયન તેમની સાથે રહેતો હતો. ઉપરાંત બીજા રૂમના મકાનમાં નયમનો કૌટુબિક ભાઇ હેમંત પટેલ ભાડે રહેતો હતો. વૃદ્ધાના વારસદાર તરીકે સંજયને લેતા તેમનું ગમ્યું ન હતું. જ્યારથી તેમનો દત્તક પુત્ર વિદેશ ગયો ત્યારથી નયન અને હેમંતે વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવવાનું શરૂ કર્યું હતું. ભાણિયા અને ભાડૂઆત વૃદ્ધા પાસેથી વાપરવા સહિતના રૂપિયા લેતા હતા. જેથી રવિવારે રાત્રીના પણ વૃદ્ધા પાસે ભાડુઆત હેમંતે એક હજાર રૂપિયા માગ્યા હતા પરંતુ તેમણે રૂપિયા નહી આપતા ઝઘડો કર્યો હતો.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પહેલા ભાડૂઆતે વૃદ્ધાને પકડી હતી અને નયન ચાકુ મારવા ગયો હતો પરંતુ તેણે કહ્યું હતું કે મને તેમણે નાનપણથી મોટો કર્યો છે જેથી મારાથી તેમના પર ચાકુ નહી મરાય મારા ધ્રુજે છે બાદમાં હેમંતે નયન પાસે વૃદ્ધાના હાથ પકડવાનું કહીને પેટમાં ચાકુના 6-7 ઘા ઝિંકી વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મોડી રાતના ભાડૂઆત ભાગી ગયો હતો અને ભાણિયા તાળુ મારી બહાર બેસી ગયા તેમના સંબંધીને જાણ કરી હતી. સવારે પોલીસે ઘટના સ્થળ પર આવી લાશનો કબજો મેળી આરોપીઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. હાલ મૃતકના દિકરાના વિદેશથી આવ્યા બાદ વૃધ્ધાના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યાં સુધી હાલમાં મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો છે.
વૃદ્ધાની બુધવારે અંતિમ વિધિ કરવામાં આવશે
વૃદ્ધાએ દત્તક લીધેલો પુત્ર છ મહિના પહેલા જ સંજય અમીન વિદેેશમાં સ્થાયી થયો હતો. ત્યારબાદ એકલા રહેતા વૃદ્ધ માસીની ભાણિયા અને ભાડૂઆતે ભેગા મળીને કરપીણ હત્યા કરી નાખી હતી. જેથી પીએમ પતી ગયા બાદ તેમના મૃતદેહને બુધવાર સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે પુત્રને આવ્યા બાદ મૃતદેહને અંતિમ વિધિ માટે આપવામાં આવશે.
આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે
કરોડોની મિલકતના સંબંધી ચક્કરમાં ભાણિયા અને ભાડૂઆત દ્વારા ખૂની ખેલ ખેલી માસીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.જેમાં મુખ્ય આરોપી ભાડૂઆત હેમંત પટેલ તથા નયન અમીનની ધરપકડ કરી લીધી હતા. આજે બંને કોર્ટમાં રજૂ કરી કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ક્ટ્રકશન કરાશે.
નયન અમીન પોતે ભાજપાના કિસાન મોરચાનો મંત્રી હોવાનું જણાવતો હતો
તરસાલી વિસ્તારમાં રહેતો નયન અમીન રેતી કપચીનો ધંધો કરતો હતો અને નાનપણીથી જ સુલોચનાબેન સાથે રહેતો હતો. નયમ અમીને પોતાના વિસ્તારમાં ભાજપનો કાર્યકતા હોવાનો રોફ મારતો હતો. જેથી તેણે પોતાની સોસિયલ માડિયા એકાઉન્ટ પર વોર્ડ નંબર 16 કિસાન મોરચાના મંત્રી તરીકે પ્રોફાઇલમાં લખ્યું હતું.