Vadodara

સ્માર્ટ સિટીના રેલવે સ્ટેશનનું ગળનાળું વરસાદથી ભરાઇ ગયું

વડોદરા:અનંત ચતુર્દશીના દિવસે શ્રીજી ને શહેરના નાગરિકોએ અને કુદરતે ભીની આંખે વિદાય આપી હતી. હવામાન વિભાગે ૨૦ અને ૨૧ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં વહેલી સવાર થી ભારે પવન અને કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઘરનાળા ફુલ, સીટી કંટ્રોલરૂમ તદ્દન ફેલ જવાબદાર અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા, શહેર-જિલ્લામાં 4 ઈચ વરસાદ નોંધાયો.

અનંત ચતુર્દશી એટલે દસ દિવસથી શહેરમાં આતિથ્ય માણનાર શ્રીજી નું ગણેશ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ભક્તો ભીની આખે ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવની વિદાય આપતા હોય છે ત્યારે આજે કુદરતે પણ ભીની આંખે ભગવાને વિદાય આપી હોય તેમ લાગી રહ્યું છે. વહેલી સવારથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યું હતું.મેઘરાજા આજે મન મુકીને વરસ્યા હતા. શહેર અને જિલ્લા  વરસાદ 4 ઇંચ પડતાં વડોદરા શહેર અને જિલ્લા જળબંબાકાર થઈ ગયું હતું. શહેરમાં પાલિકા ની  પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા શહેરમાં વુડા સર્કલ, કારેલીબાગ, રાવપુરા, મુક્તાનંદ બહુચરાજી મંદિરની પાછળ, દાંડિયાબજાર ચારરસ્તા, સયાજીગંજ, ગોત્રી ,આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોરવા, સુભાનપુરા રોડ, હરણી, કિશનવાડી, વારસિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાય હતી.

સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ દ્વારા સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. શહેરનું રેલવે સ્ટેશનનો ગરનાળો પાણીથી તરબતર થઇ ગયું હતું. વરસાદમાં અલકાપુરી ગળનાળુ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાહેર રસ્તા ઉપર પાણી ભરાયા હતા જ્યારે વરસાદ પડે ત્યારે ચોમાસાની સિઝનમાં  ખાડાખોડા, રોડ રસ્તા, ડ્રેનેજ ગટર ની કામગીરી ચાલુ રાખવામાં આવે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાયદાને ઠરાવને ઘોળીને પી જાય છે. વરસાદ પડતા જ જવાબદાર અધિકારીઓ ખરાબ થઈ જાય છે. જો કે હવામાન વિભાગે 20 અને 21 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા

વડોદરા શહેરમાં ચાર દરવાજામાં વર્ષોથી પાણી ભરાય જાય છે. વરસાદે મન મૂકીને વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જોકે દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓએ પોતાનો માલ સામાન ખસેડીને દૂર કરી દીધો હતો. મહાનગર પાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ આજ દિન આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શક્યા નથી.પાલિકા દ્વારા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ના કરવામાં આવતા વેપારીઓ ને કરોડો રૂપિયાનું નુકસાન વરસાદમાં થાય છે સવારથી વરસાદ પડતા શહેરના અમુક વિસ્તારોમાં વીજળી ગૂલ અને વૃક્ષ ધરાશાયી ના બનાવ બન્યા છે

Most Popular

To Top