Charchapatra

ગુરૂ જ શિષ્યને ઈશ્વરના દર્શન કરાવે છે

 ‘ગુરૂ’ શબ્દ બે અક્ષરો ભેગા કરીને બન્યો છે. ગુ અને રૂ ‘‘ગુ’’નો અર્થ થાય છે ‘અંધકાર’ અને રૂ એટલે અંધકારને દૂર કરનાર. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનું સ્થાન ઇશ્વર કરતાં ય ઉંચું માનવામાં આવે છે. કારણ કે ગુરૂ જ શિષ્યને ઇશ્વરના દર્શન કરાવે છે. એટલે જ કહેવાય છે કે- ‘ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર- ગુરૂ સાક્ષાત પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગૂરૂદેવ નમ:’’ ગુરૂનું પૂજન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ કરતા હતા. ગુરૂને હંમેશાં શિષ્યની ચિંતા રહેતી હોય છે. ગુરૂપૂર્ણિમાને દિવસે ગુરૂપૂજન શ્રેષ્ઠ મનાય છે. ટુંકમાં જ્ઞાન આપે તે ગુરૂ. સંસારિક જીવનમાં માતા-પિતાનું સ્થાન હોય તેવી રીતે સંન્યાસી જીવનમાં ગુરૂનું સ્થાન હોય છે. ગુરૂ ચેતન્ય તત્વ છે. વ્યાપક તત્વ છે. પરમાત્મા તત્વ છે. તેથી તેમનું સ્મરણ અને પૂજનનું આ દિવસે મહત્વ રહેલુ છે. કારણ કે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે. અને તે તત્વ કોઈ હોય તો તે ફફક્ત ગુરૂ છે. જીવનમાં જ્ઞાનથી પ્રાપ્તિ એક સાચા ગુરૂ જ કરાવી શકે છે.
સુરત     – મહેશ આઈ ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top