અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સુનાવણી હાથ ધરી છે. આજે હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, નિયમોનું પાલન કેમ થતું નથી? તંત્રની બેદરકારીના લીધે જ અગ્નિકાંડ થયો છે. શું ગેમઝોનમાં તમામ મંજૂરીઓ આપવામાં આવી હતી? ગેમઝોનમાં ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ ન રખાયું? તેવા પ્રશ્નો કોર્ટે ઉઠાવ્યા હતા.
રાજકોટ પોલીસ કમિશનર TRP ગેમ ઝોનને કોઈ પરમિશન આપી હતી કે નહીં તેનો રિપોર્ટ 3 જૂન પહેલા એફિડેવિટ ફાઈલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાને પણ એફિડેવિટ ફાઈલ કરવા હુકમ કર્યો છે. નોટિસ રિટર્નેબલ 6 જૂન આગળ રેગ્યુલર કોર્ટ શરૂ થશે. ત્યારે ચીફ જજની બેન્ચ સમક્ષ આ પીઆઈએલ ચાલશે. છેલ્લે રાજકોટ મહાનગર પાલિકા તરફથી કોઈ રજૂઆત થતાં કોર્ટે કહ્યું હતું કે, અમે રાજકોટ મનપાના કમિશનરે સસ્પેન્ડ કરવાના હતા પણ કર્યા નથી. કોર્ટે કહ્યું કે, અમે અત્યારે ઓફિસરોને સસ્પેન્ડ કરી રહ્યાં નથી. પહેલાં રિપોર્ટ સબમીટ કરો.
મ્યુનિસપિલ વિસ્તારમાં ચીફ ફાયર ઓફિસર એફિડેવિટ ઉપર આપે કે લાયસન્સ લીધું છે, સાધનો પૂરતા છે વગેરે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ક્યાં પગલાં લીધા કે જે હાઇકોર્ટે ફાયર સેફ્ટી PILમાં નિર્દેશ તરીકે આપ્યા હતા. શા માટે કોર્ટના નિર્દેશોનું પાલન થયું નથી.
ગેમ ઝોન પાસે જરૂરી મંજૂરીઓ નહીં અને રેગ્યુલરાઈઝેશન માટે માગ કરી હતી. RMCના અધિકારીઓના નાક નીચે પરમિશન વગર ગેમ ઝોન ચાલતું હતું. આવા ગેમ ઝોન પોલીસના ધ્યાને હોવા છતાં ચાલે છે.