બરેલી: લગ્ન (Wedding) પહેલાં દુલ્હનને (Bride) પ્રેમી (Lover) સાથે ભાગી જવાના કિસ્સા તો અનેકોવાર સાંભળ્યા અને જોયા હશે પરંતુ ક્યારેક એવું જોયું છે કે પોતાની પ્રેમિકા સાથે લગ્ન થઈ રહ્યો હોઈ છતાં વરરાજા (Groom) મંડપ છોડીને ભાગી જાય. આવું જ બરેલીમાં (Bareli) થયું. અહીં એક દુલ્હો લગ્ન મંડપમાંથી ભાગી ગયો હતો. મજાની વાત તો એ છે કે દુલ્હન બનેલી પ્રેમિકા પોતાના વરરાજાને પકડવા તેની પાછળ 20 કિ.મી. સુધી દોડી હતી, જેના લીધે બરેલીના રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા. આખરે દુલ્હને વરરાજને પકડી પાડ્યો હતો.
બદાઉન જિલ્લાના બિસૌલીના એક યુવક સાથે અઢી વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. આ પ્રેમસંબંધ જાહેર થતાં જ યુવતીના પરિવારજનો બદનામીથી બચવા માટે તેના લગ્ન કરવા રાજી થયા હતા. યુવતીએ પ્રેમીને લગ્ન માટે મનાવી લીધો હતો.
બાદમાં લગ્નની તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રેમિકા દુલ્હન બની હતી અને મંદિરમાં લગ્ન કરવા માટે શણગારવામાં આવેલા મંડપમાં પહોંચી હતી. અહીં દુલ્હો બની પ્રેમી પણ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યાર બાદ જાણે શું થયું કે પ્રેમીનો લગ્ન કરવાનો ઈરાદો બદલાઈ ગયો હતો. તૈયાર થવા અને પોતાની માતાને બોલાવવાના બહાને વરરાજો મંડપ છોડીને ભાગી ગયો હતો.
ઘણો સમય વીતવા છતાં પ્રેમી લગ્ન મંડપ પર પરત નહીં ફરતા દુલ્હને તેને ફોન કર્યો હતો. ત્યારે દુલ્હાએ કહ્યું કે પોતાની માને લેવા તે બિસૌલી જઈ રહ્યો છે. આથી દુલ્હન પ્રેમીનો ઈરાદો સમજી ગઈ અને તે તેને શોધવા નીકળી પડી હતી. અંદાજે 20 કિ.મી. સુધી પીછો કર્યા બાદ બસમાં બેઠેલા પ્રેમીને દુલ્હન પ્રેમિકાએ પકડી લીધો હતો.
દુલ્હનના જોડાં પહેરેલી યુવતીને બસમાં ચઢતા જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ હતી. લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો ત્યારે ખબર પડી કે વરરાજો મંડપ છોડી ભાગી ગયો છે, ત્યારે લોકો હસવા લાગ્યા હતા. દુલ્હન બળજબરીપૂર્વક વરરાજાને બસમાંથી ઉતારી લગ્ન મંડપ પર લઈ ગઈ હતી અને ત્યાં લગ્ન કર્યા હતા.
આ અગાઉ બસમાં અને રસ્તા પર દુલ્હન અને દુલ્હા વચ્ચે ઘણો વાદવિવાદ ચાલ્યો હતો. વરરાજા પોતાની માતાને લેવા જવાની જીદ કરી રહ્યો હતો. આ તમાશો જોવા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. આખરે દુલ્હને વરરાજાને લગ્ન કરવા માટે મનાવી લીધો હતો. લગ્ન બાદ દુલ્હન ખુશી ખુશી પોતાના પતિ સાથે સાસરે બરેલી જતી રહી હતી.