Charchapatra

સરકારની પીછેહઠ યાદ આવ્યું, નર્મદનું શૌર્યગીત

કાયદાઓનું ઘડતર થાય પસાર થાય પછી?? પીછેહઠ કેવી? તાજેતરના કૃષિ કાયદાના વિરોધનું પ્રદશન છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહ્યું. વૈશ્વિક સ્તરે પણ સૌથી લાંબા આંદોલન રૂપે તેની ચર્ચા થઇ ત્યારે રહી… રહીને… અખબારી પાને જોવા, વાંચવા મળે છે તેમ તમામ કાયદાઓ સરકાર પાછા ખેંચે છે. જોકે 2014થી જ છપ્પનિયા છાતીના ઉપનામથી જગજાહેર થયેલી કમળધારી દેશભક્તિની પૂર્ણતાને વરેલી… સરકારની કાયદા સુધારા-વધારા તો ઠીક છે પરંતુ પાછાખેંચી લેવા જેવી બેકફૂટનીતી (પીછેહઠ)થી હવે આમજનતા પણ સમજી ગઇ છે કે સરકારને એની ખુરશી નીચે પાણી આવતા જ ખુરશી સાચવવા માટે મુખવટો હસતા મોઢે પાણીમાં બેસી રહી છે જેથી એમની દેશભક્તિનો ખોટો સાબિત થાય છે અને સત્તાભૂખ ઉજાગર થાય છે.

આવા સમયે સૂર્યપુરક્ષેત્રે (સુરત) આદિ કવી વીર નર્મદનું શૌર્યગીત સ્વાભાવિક રીતે યાદ આવી ગયું કે, ડગલુ ભર્યુ તે તો હટવુ ના હટવુ એકવાર નક્કી કરી કે આમે જ કરવું છે એજ કરો. પીછેહઠ કરી પાછા ડગલા લેવા એમાં કોઇ ભલીવાર બાકી છાસવારે કાયદા ઘડો તેમાં પૂર્ણતા દેખાડવી બાકી છાસવારે કાયદા ઘડો એમા પણ પીછેહઠ કરો એ કાયરતા સાથે સત્તાલોલુપનો દર્શન કરાવી જાય છે. સરકારે સૌપ્રથમ તો દરેક ક્ષેત્રે મોંઘવારી મારથી મિલતી પ્રજાની દરકાર કરવી પડશે. બાકી આવનારી 2024ની લોકસભાની ચૂંટણી બહુમત મેળવી જીતવી એ લોકચર્ચાની સત્તા ભૂખની ગંધાતી ચટણીને સરેઆમ લોકોના મોઢાથી દૂર કરવી જ પડશે. .

અનેક ધર્મ ‘સંસાર ત્યાગ’ને અગ્રિમતા આપે છે! શિક્ષિત, કુમળી વયના બાળકો, યુવાનો ‘સંસાર ત્યાગ’ને જ ભકિતમાર્ગ માને છે. સંસાર ત્યાગ એ સૌની માન્યતા તથા અંગત વિચારસરણી હોઇ શકે, પરંતુ કુમળી વયના બાળકો યુવાવસ્થામાં પ્રવેશે ત્યારે એમના અંતસ્ત્રાવોમાં ફેરફાર કુદરતી રીતે અવશ્ય આવે છે અને વિજાતીય આકર્ષણ પણ ઉદ્‌ભવે છે. એ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સિધ્ધ થયેલ બાબત છે. તો શા માટે સંયમ દાખવવા કુદરતી આવેગોને દબાવી દેવા? ઘણી વાર અખબારી આલમ દ્વારા વિવિધ પંથોના ‘કૃત્યો’ જાણવા મળે જ છે! અને શું દેહદમન જ ભકિત હોિ શકે? આપણા ઋષિમુનિઓ પણ સાંસારિક જીવન જીવતા અને સંતાન પ્રાપ્તિ પણ કરતા તો એમની ભકિત ઇશ્વરે નહીં સ્વીકારી હશે? સંસારનો ત્યાગ કરીએ તો જ પ્રભુ રાજી થાય? આપણે જેમને ઇશ્વરના અવતાર માનીએ છીએ એમણે પણ સંસારસુખ સ્વીકાર્યું જ હતું. એમને પણ સંતાન પ્રાપ્તિ થઇ જ હતી. રાજા તરીકે પણ શ્રેષ્ઠ રાજવી પણ સિધ્ધ થયા હતા. શ્રીરામ અને શ્રીકૃષ્ણ સંસારમાં રહીને સદ્‌કાર્યો કરી અન્યોને મદદતપ નિવડી, કોઇને અન્યાય ન કરી શુધ્ધ સાત્વિક જીવન અને માનસિકતા પણ પ્રભુ ભકિત કહેવાય જ.
સુરત              – નેહા શાહ .-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top