Gujarat

પોલીસને ગ્રેડ પે મામલે સરકાર બે માસમાં નિર્ણય લેશે, ખાતરી આપી

રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પેનો મામલે હવે આગામી બે માસની અંદર સરકાર દ્વારા નિર્ણય લવાશે. આજે દિવસ દરમ્યાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા તથા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જુદી જુદી બેઠકો કરી હતી. જેમાં સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી. કે આગામી બે માસની અંદર સરકાર ગ્રેડ પેના મામલે નિર્ણય લેશે.

બેઠકોનો દોર એક કલાક સુધી ચાલ્યો હતો. જેન પગલે આ સમજૂતિ સધાઈ હતી. પોલીસ પરિવારના સભ્યોએ અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સરકારે જ્યારે બે માસની અંદર સમગ્ર મુદ્દો ઉકેલવાની ખાતરી આપી છે ત્યારે હવે આપણે રાહ જોવી રહી એટલું જ નહીં એકત્ર થવાનું નથી.

ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પણ પોલીસ પરિવારના સભ્યોને સમજાવીને ઓને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાત્રે પોલીસ દ્વારા જ મંડપ હટાવી લેવાયો હતો. પોલીસ કર્મીઓની ગ્રેડ પેની માંગણી સંદર્ભે ચાલતાં આંદોલનનો અંત આવી ગયો છે.

આંદોલન માટે ઉશ્કેરવાના મુદ્દે એક શખ્સની સામે ગુનો દાખલ
અમદાવાદમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પેના મામલે શાહિબાગ પોલીસ દ્વારા કૌશિકસિંહ બાબુજી ચૌહાણ સામે પોલીસ આંદોલનમાં ઉશ્કેરણી કરવાના મુદ્દે ગુનો દાખલ કર્યો હતો. ગુરૂવારે શાહિબાગમાં વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે કૌશિકસિંહ રસ્તા પર આવીને બેસી જઈને ટ્રાફિકને અડચણ કરી હતી. એટલું જ નહીં સરકાર વિરૂધ્ધ ઉશ્કેરણીજનક સૂત્રો પોકાર્યા હતા.જેના પગલે આ યુવકની સામે ધી પોલીસ (ઈન્સાઈમેન્ટ ટુ ડીસઅફેકસન) એકટ- 1922 અન્વયે ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી લેવાઈ હતી

Most Popular

To Top