વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણા રોજિંદા જીવનમાં અનેક કામ ઝડપી અને સરળ બનાવી દીધાં છે પરંતુ આ જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમજણ અને કાળજીપૂર્વક ઉપયોગ ન થાય તો તે અનેક પ્રશ્નો પણ સર્જે છે. એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી કામમાં ઝડપ આવે છે. ચોકસાઈ આવે છે તેમાં જ બીજી બાજુએ તે કેન્દ્ર કરવા અને પરાવલંબન વધારે છે. વળી જાહેર અને સામુહિક સેવાઓમાં તે થોડાક લોકોના લાભાર્થે ચાલવા લાગે તો લાખો લોકોના હિતોની ઉપેક્ષા થાય છે. આજે જાહેર વહીવટમાં સરકાર વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વધારતી જાય છે.આનાથી સરકારી સેવાઓ, જાહેર સેવાઓ, સામુહિક સેવાઓ ચોક્કસ અને ઝડપી બનતી જાય છે. પણ સાથે આ સેવાઓનું કેન્દ્રીકરણ થતું જાય છે અને સેવાઓ સિસ્ટમની પરાવલંબી બનતી જાય છે. બે સિસ્ટમ બગડે તો માણસ લાચાર થઇ જાય છે.
આજે આધુનિકતાના રવાડે ચડતા સરકારી તેમને કોઇ પણ વ્યવસ્થાઓ ગોઠવતા પહેલાં તેના પ્લસ-માઈનસ પોઈન્ટ સુપેરે જાણી લેવા જરૂરી છે.આ યાંત્રીકરણ અને આધુનિકીકરણના કારણે ચુંટાયેલા નેતાઓ કરતાં નિમાયેલા અધિકારીઓ વધારે સત્તા ભોગવતા થઇ ગયા છે. હવે સમય આવી ગયો છે કે રાજનેતાઓ પણ નવી ટેકનોલોજીથી માહિતગાર હોય અને અધિકારીઓ તેમને ગેરમાર્ગે ન દોરે. ભારતમાં ખાનગીકરણની નીતિ સ્વીકાર્યા પછી દેશમાં સામુહિક અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં પણ ખાનગીકરણ પ્રવેશ્યું. આપણે શિક્ષણ ક્ષેત્રે સેલ્ફ ફાયનાન્સ કોલેજોને મંજૂરી આપી, વીજળી ક્ષેત્રે ખાનગી કંપનીઓને મંજૂરી આપી તેવી જ રીતે જાહેર માર્ગોના નિર્માણ અને વહીવટમાં પણ ખાનગીકરણ આવ્યું.
રસ્તાના બાંધકામમાં ખાનગી ક્ષેત્રે પ્રવેશવાના કારણે રસ્તાના વપરાશમાં પણ રૂપિયા ચૂકવો, સેવા મેળવો’ની નીતિ શરૂ થઇ. મતલબ કે ટોલટેક્ષવાળા હાઈ વે બનવાનું શરૂ થયું.અહિંયા પણ ખર્ચ સરકાર કરે, સંચાલન ખાનગી એજન્સી કરેની નીતિ આવી એટલે સરકારે બાંધેલા હાઈ વે પર પણ ટોલટેક્ષ ઉઘરાવવાના ઈજારા ખાનગી કંપનીને આપણા પછી તો રસ્તા બાંધવાના કોન્ટ્રાકટ પણ ખાનગી કંપનીઓને અપાવા લાગ્યા અને ખર્ચ વસુલાત માટે ટોલટેક્ષ ઉઘરાવવાની છૂટ આપવામાં આવી.
શરૂઆતમાં ખાનગી વાહનો ઓછાં હતાં પણ દેશમાં 2001 માં પાંચ કરોડ વાહન હતાં તે વધીને 2015 માં 21 કરોડ થયા એટલે ટ્રાફિક વધ્યો. વાહનો વધવાથી લોકોનું પોતાના વાહનમાં પરિવહન વધ્યું અને કામકાજના સમયે ટોલબૂથ પર વાહનોની કતાર લાગવા લાગી. એકસપ્રેસ હાઈ વે પર ઝડપથી જવા માટે નીકળેલા વાહનચાલકને ટોલબૂથ પર રોકાવું અકળાવનારુ બનવા લાગ્યું અને લાંબા રસ્તા પર તો વારે વારે ટોલબૂથ આવે એટલે રૂપિયા ચૂકવ્યા પછી પણ ઊભા રહેવાનું વધવા લાગ્યું તો છેલ્લાં વર્ષોમાં આનો ઉકેલ શોધવામાં આવ્યો.
જો ગાડીની વિગત ડિઝીટલ કોડીંગ દ્વારા સ્કેન કરી લેવામાં આવે અને ટોલબુથ પર તે નોંધાઈ જાય તો ટોલબૂથના કર્મચારીને મેન્યુઅલ રજીસ્ટ્રેશન કરવું પડે નહિ. વળી જો રૂપિયાની ચુકવણી પણ ઓનલાઈન થઇ જાય તો રૂપિયાની લેવડદેવડનો સમય પણ બચે! આ વિચારને અમલમાં મૂકવા માટે થઇ ‘ફાસ્ટ ટેગ સિસ્ટમ’ની રચના ગાડી ઉપર ફાસ્ટટેગ લગાડી દેવાની જેની ડિઝીટલ માઈક્રોચિપમાં ગાડી અને તેના માલિકની તમામ હોય ટોલબૂથ પર લાગેલા સેન્સરવાળા કેમેરા લેસરથી આ ડીકોડ કરી સેકન્ડમાં વિગત નોંધી લે! અને આ માઈક્રો ચિપ જો બેન્ક એકાઉન્ટ, નામાકીય વોલેટ સાથે જોડાયેલું હોય તો રૂપિયાનું ચુકવણું પણ તત્કાળ જ થઇ જાય. ડીઝીટલ મની ટ્રાન્સફર થાય!
ફાસ્ટટેગનો મૂળ ઈરાદો ટોલબૂથ પર ગાડીને (વાહનને) નોંધણી માટે કે નાણાંકીય ચૂકવણી માટે રોકાવું ન પડે અને સમય બચે તે હતો. આપણા સરકારી તંત્રમાં ચોક્કસ હિસાબ મળે અને વાહનોએ ચૂકવેલા તમામ નાના સરકાર કે જે એજન્સીના તમામ નાના સરકાર કે જે તે એજન્સીના ખાતામાં જાય તે પણ બીજો ઉદ્દેશ હતો. સરકારે ભારતમાં ટોલટેક્ષવાળા હાઈ વે પર ફાસ્ટટેગથી જ ચુકવણી ફરજીયાત કરી છે.’એટલે હાઈ વે પર ફરતાં વાહનો માટે ફાસ્ટટેગ લગાવવી ફરજીયાત છે.
વળી ફાસ્ટટેગના કાયદા મુજબ હવે વાનમાં માત્ર ફાસ્ટટેગ લગાવવી જ ફરજીયાત નથી, પણ તેમાં ટોલટેક્ષ માટેનું પૂરતું બેલેન્સ પણ જરૂરી છે. મતલબ કે જો તમે મુસાફરી કરી રહ્યા છો અને ટોલટેક્ષવાળા હાઈ વે પરથી પસાર થાવ છો તો તમારી ગાડીમાં ફાસ્ટટેગ લગાડેલી હોવી જરૂરી છે. ફરજીયાત છે. સાથે સાથે ટોલ ડાયરેકટ ચુકવાય તે માટે ફાસ્ટટેગના વોલેટમાં પૂરતા પૈસા પણ હોવા જરૂરી છે. નહિ તો ટોલટેક્ષની ડબલ રકમ દંડ પેટે વસુલાશે. જો વોલેટમાં ઓછું બેલેન્સ હોય તો પણ ડબલ ટોલટેક્ષ ભરવો પડે છે.
પ્રથમ દૃષ્ટિએ અને શરૂઆતના અનુભવે સૌ ગાડીધારકો આ ફાસ્ટટેગ સિસ્ટમથી આકર્ષાયા. આમ પણ આપણો ઉચ્ચ મધ્યમ વર્ગ વિદેશની વાતોથી એટલો ગદ્ગદિત છે કે ભારતમાં આવું કશું જ આવે તો તેને અહોભાવ થઇ જાય છે. ‘હવે લાઈનો નહિ લાગે.’ રૂપિયા સીધા જ કપાઈ જાય. છૂટા આપવા-લેવાની માથાકુટ જ નહિ.’ ‘ટોલબૂથ પર સડસડાટ નીકળી જ જવાનું’.. વગેરે વાતો થવા લાગી, પણ ફાસ્ટટેગના ફરજીયાત અમલના એક જ વર્ષમાં હવે ખબર પડવા લાગી છે કે આમાં લોચા છે. એક તો જે લાઈનો નાબૂદ કરવા ફાસ્ટટેગ સિસ્ટમ લાવ્યા છે તે લાઈનો દૂર થઇ નથી.
વિદેશની જેમ ગાડી પસાર થઈ જાય અને રૂપિયા કપાઈ જાય તે ઝડપથી બનતું નથી. ગાડીએ કેમેરા સામે ઊભા જ રહેવું પડે છે. વળી દરેક ટોલબુથ પર મેન્ટેનન્સ સરખું નથી હોતું એટલે ગાડીઓની ફાસ્ટટેગ ઝડપથી સ્કેન થતી નથી. ઘણી બધી જગ્યાએ તો છૂટા સ્કેન મશીન લઇને કર્મચારીએ ફાસ્ટટેગ સ્કેન કરવા પડે છે. એટલે સ્થિતિમાં બહુ ફેર પડયો નથી. ગંભીર આર્થિક બાબત તરફ પણ દેશના અર્થશાસ્ત્રીઓનું ધ્યાન નથી ગયું તે એ કે આજે મધ્યમવર્ગીય પરિવારોમાં ફોર વ્હિલર (ગાડી) લેવાનું પ્રમાણ વધ્યું છે. હવે બધાં પરિવારો રોજ નેશનલ હાઈ વે પર જવાના નથી.
આમ છતાં જો કયારેય પણ હાઈ વે જવાનું થાય તો કાં તો એમણે બમણો ટોલ ભરવો પડે અને જો બમણો ટોલ ન ભરવો હોય તો ફાસ્ટટેગ લગાવી તેના વોલેટમાં બેલેન્સ કરાવી રાખવું પડે. હવે વિચારો કે અમદાવાદ મુંબઇના હાઈ વે પર જ લગભગ અગિયારસો રૂપિયા જેટલો ટોલટેક્ષ થાય છે. મુસાફરે વારંવાર તો વોલેટ રીચાર્જ કરાવે નહીં અથવા ચાલુ મુસાફરીમાં તો વોલેટ રિચાર્જ કર્યા ન કરે. માટે તેણે પહેલેથી જ ખાતામાં બારસોથી વધારે રૂપિયા જમા રાખવા પડે! જો દેશના પાંચ કરોડ વાહનધારકો પોતાના ફાસ્ટટેગ ખાતામાં સાવચેતીના ભાગરૂપે ગાડી દીઠ પાંચસો રૂપિયા પણ રાખે તો પચ્ચીસસો કરોડ રૂપિયા કારણ વગરના પડયા રહે.
એટલું જ નહિં આ ફાસ્ટટેગ આપતી કંપનીઓ, વોલેટ ચલાવનારાઓને વગર વ્યાજે આ રકમ મળી રહે! ખરેખર તો વાહન પર ફાસ્ટટેગ ફરજીયાત રાખવી જોઈએ પણ રૂપિયા ભરવાના બન્ને ઓપ્શન પણ ગ્રાહકને આપવા જોઇએ. ફાસ્ટટેગ હોય તે ગાડીધારક રૂબરૂ પણ રકમ ભરી શકવો જોઈએ. તે તેનો ગ્રાહક અધિકાર છે. નાગરિક અધિકાર છે. કારણ કે ટોલટેક્ષ એ રસ્તો વાપરવાની કીંમત છે. સરકારનો ટેક્ષ નથી! વળી સરકારનો ટેક્ષ પણ રોકડે-દંડ વગર ભરી જ શકાય છે. ટોલ એજન્સીવાળા ભ્રષ્ટાચાર ન કરે તે માટે ગાડીનો માલિક શા માટે હેરાન થાય? આ મુદ્દા પણ વિચારવા તો પડે જ! – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણા રોજિંદા જીવનમાં અનેક કામ ઝડપી અને સરળ બનાવી દીધાં છે પરંતુ આ જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમજણ અને કાળજીપૂર્વક ઉપયોગ ન થાય તો તે અનેક પ્રશ્નો પણ સર્જે છે. એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી કામમાં ઝડપ આવે છે. ચોકસાઈ આવે છે તેમાં જ બીજી બાજુએ તે કેન્દ્ર કરવા અને પરાવલંબન વધારે છે. વળી જાહેર અને સામુહિક સેવાઓમાં તે થોડાક લોકોના લાભાર્થે ચાલવા લાગે તો લાખો લોકોના હિતોની ઉપેક્ષા થાય છે. આજે જાહેર વહીવટમાં સરકાર વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વધારતી જાય છે.આનાથી સરકારી સેવાઓ, જાહેર સેવાઓ, સામુહિક સેવાઓ ચોક્કસ અને ઝડપી બનતી જાય છે. પણ સાથે આ સેવાઓનું કેન્દ્રીકરણ થતું જાય છે અને સેવાઓ સિસ્ટમની પરાવલંબી બનતી જાય છે. બે સિસ્ટમ બગડે તો માણસ લાચાર થઇ જાય છે.
આજે આધુનિકતાના રવાડે ચડતા સરકારી તેમને કોઇ પણ વ્યવસ્થાઓ ગોઠવતા પહેલાં તેના પ્લસ-માઈનસ પોઈન્ટ સુપેરે જાણી લેવા જરૂરી છે.આ યાંત્રીકરણ અને આધુનિકીકરણના કારણે ચુંટાયેલા નેતાઓ કરતાં નિમાયેલા અધિકારીઓ વધારે સત્તા ભોગવતા થઇ ગયા છે. હવે સમય આવી ગયો છે કે રાજનેતાઓ પણ નવી ટેકનોલોજીથી માહિતગાર હોય અને અધિકારીઓ તેમને ગેરમાર્ગે ન દોરે. ભારતમાં ખાનગીકરણની નીતિ સ્વીકાર્યા પછી દેશમાં સામુહિક અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં પણ ખાનગીકરણ પ્રવેશ્યું. આપણે શિક્ષણ ક્ષેત્રે સેલ્ફ ફાયનાન્સ કોલેજોને મંજૂરી આપી, વીજળી ક્ષેત્રે ખાનગી કંપનીઓને મંજૂરી આપી તેવી જ રીતે જાહેર માર્ગોના નિર્માણ અને વહીવટમાં પણ ખાનગીકરણ આવ્યું.
રસ્તાના બાંધકામમાં ખાનગી ક્ષેત્રે પ્રવેશવાના કારણે રસ્તાના વપરાશમાં પણ રૂપિયા ચૂકવો, સેવા મેળવો’ની નીતિ શરૂ થઇ. મતલબ કે ટોલટેક્ષવાળા હાઈ વે બનવાનું શરૂ થયું.અહિંયા પણ ખર્ચ સરકાર કરે, સંચાલન ખાનગી એજન્સી કરેની નીતિ આવી એટલે સરકારે બાંધેલા હાઈ વે પર પણ ટોલટેક્ષ ઉઘરાવવાના ઈજારા ખાનગી કંપનીને આપણા પછી તો રસ્તા બાંધવાના કોન્ટ્રાકટ પણ ખાનગી કંપનીઓને અપાવા લાગ્યા અને ખર્ચ વસુલાત માટે ટોલટેક્ષ ઉઘરાવવાની છૂટ આપવામાં આવી.
શરૂઆતમાં ખાનગી વાહનો ઓછાં હતાં પણ દેશમાં 2001 માં પાંચ કરોડ વાહન હતાં તે વધીને 2015 માં 21 કરોડ થયા એટલે ટ્રાફિક વધ્યો. વાહનો વધવાથી લોકોનું પોતાના વાહનમાં પરિવહન વધ્યું અને કામકાજના સમયે ટોલબૂથ પર વાહનોની કતાર લાગવા લાગી. એકસપ્રેસ હાઈ વે પર ઝડપથી જવા માટે નીકળેલા વાહનચાલકને ટોલબૂથ પર રોકાવું અકળાવનારુ બનવા લાગ્યું અને લાંબા રસ્તા પર તો વારે વારે ટોલબૂથ આવે એટલે રૂપિયા ચૂકવ્યા પછી પણ ઊભા રહેવાનું વધવા લાગ્યું તો છેલ્લાં વર્ષોમાં આનો ઉકેલ શોધવામાં આવ્યો.
જો ગાડીની વિગત ડિઝીટલ કોડીંગ દ્વારા સ્કેન કરી લેવામાં આવે અને ટોલબુથ પર તે નોંધાઈ જાય તો ટોલબૂથના કર્મચારીને મેન્યુઅલ રજીસ્ટ્રેશન કરવું પડે નહિ. વળી જો રૂપિયાની ચુકવણી પણ ઓનલાઈન થઇ જાય તો રૂપિયાની લેવડદેવડનો સમય પણ બચે! આ વિચારને અમલમાં મૂકવા માટે થઇ ‘ફાસ્ટ ટેગ સિસ્ટમ’ની રચના ગાડી ઉપર ફાસ્ટટેગ લગાડી દેવાની જેની ડિઝીટલ માઈક્રોચિપમાં ગાડી અને તેના માલિકની તમામ હોય ટોલબૂથ પર લાગેલા સેન્સરવાળા કેમેરા લેસરથી આ ડીકોડ કરી સેકન્ડમાં વિગત નોંધી લે! અને આ માઈક્રો ચિપ જો બેન્ક એકાઉન્ટ, નામાકીય વોલેટ સાથે જોડાયેલું હોય તો રૂપિયાનું ચુકવણું પણ તત્કાળ જ થઇ જાય. ડીઝીટલ મની ટ્રાન્સફર થાય!
ફાસ્ટટેગનો મૂળ ઈરાદો ટોલબૂથ પર ગાડીને (વાહનને) નોંધણી માટે કે નાણાંકીય ચૂકવણી માટે રોકાવું ન પડે અને સમય બચે તે હતો. આપણા સરકારી તંત્રમાં ચોક્કસ હિસાબ મળે અને વાહનોએ ચૂકવેલા તમામ નાના સરકાર કે જે એજન્સીના તમામ નાના સરકાર કે જે તે એજન્સીના ખાતામાં જાય તે પણ બીજો ઉદ્દેશ હતો. સરકારે ભારતમાં ટોલટેક્ષવાળા હાઈ વે પર ફાસ્ટટેગથી જ ચુકવણી ફરજીયાત કરી છે.’એટલે હાઈ વે પર ફરતાં વાહનો માટે ફાસ્ટટેગ લગાવવી ફરજીયાત છે.
વળી ફાસ્ટટેગના કાયદા મુજબ હવે વાનમાં માત્ર ફાસ્ટટેગ લગાવવી જ ફરજીયાત નથી, પણ તેમાં ટોલટેક્ષ માટેનું પૂરતું બેલેન્સ પણ જરૂરી છે. મતલબ કે જો તમે મુસાફરી કરી રહ્યા છો અને ટોલટેક્ષવાળા હાઈ વે પરથી પસાર થાવ છો તો તમારી ગાડીમાં ફાસ્ટટેગ લગાડેલી હોવી જરૂરી છે. ફરજીયાત છે. સાથે સાથે ટોલ ડાયરેકટ ચુકવાય તે માટે ફાસ્ટટેગના વોલેટમાં પૂરતા પૈસા પણ હોવા જરૂરી છે. નહિ તો ટોલટેક્ષની ડબલ રકમ દંડ પેટે વસુલાશે. જો વોલેટમાં ઓછું બેલેન્સ હોય તો પણ ડબલ ટોલટેક્ષ ભરવો પડે છે.
પ્રથમ દૃષ્ટિએ અને શરૂઆતના અનુભવે સૌ ગાડીધારકો આ ફાસ્ટટેગ સિસ્ટમથી આકર્ષાયા. આમ પણ આપણો ઉચ્ચ મધ્યમ વર્ગ વિદેશની વાતોથી એટલો ગદ્ગદિત છે કે ભારતમાં આવું કશું જ આવે તો તેને અહોભાવ થઇ જાય છે. ‘હવે લાઈનો નહિ લાગે.’ રૂપિયા સીધા જ કપાઈ જાય. છૂટા આપવા-લેવાની માથાકુટ જ નહિ.’ ‘ટોલબૂથ પર સડસડાટ નીકળી જ જવાનું’.. વગેરે વાતો થવા લાગી, પણ ફાસ્ટટેગના ફરજીયાત અમલના એક જ વર્ષમાં હવે ખબર પડવા લાગી છે કે આમાં લોચા છે. એક તો જે લાઈનો નાબૂદ કરવા ફાસ્ટટેગ સિસ્ટમ લાવ્યા છે તે લાઈનો દૂર થઇ નથી.
વિદેશની જેમ ગાડી પસાર થઈ જાય અને રૂપિયા કપાઈ જાય તે ઝડપથી બનતું નથી. ગાડીએ કેમેરા સામે ઊભા જ રહેવું પડે છે. વળી દરેક ટોલબુથ પર મેન્ટેનન્સ સરખું નથી હોતું એટલે ગાડીઓની ફાસ્ટટેગ ઝડપથી સ્કેન થતી નથી. ઘણી બધી જગ્યાએ તો છૂટા સ્કેન મશીન લઇને કર્મચારીએ ફાસ્ટટેગ સ્કેન કરવા પડે છે. એટલે સ્થિતિમાં બહુ ફેર પડયો નથી. ગંભીર આર્થિક બાબત તરફ પણ દેશના અર્થશાસ્ત્રીઓનું ધ્યાન નથી ગયું તે એ કે આજે મધ્યમવર્ગીય પરિવારોમાં ફોર વ્હિલર (ગાડી) લેવાનું પ્રમાણ વધ્યું છે. હવે બધાં પરિવારો રોજ નેશનલ હાઈ વે પર જવાના નથી.
આમ છતાં જો કયારેય પણ હાઈ વે જવાનું થાય તો કાં તો એમણે બમણો ટોલ ભરવો પડે અને જો બમણો ટોલ ન ભરવો હોય તો ફાસ્ટટેગ લગાવી તેના વોલેટમાં બેલેન્સ કરાવી રાખવું પડે. હવે વિચારો કે અમદાવાદ મુંબઇના હાઈ વે પર જ લગભગ અગિયારસો રૂપિયા જેટલો ટોલટેક્ષ થાય છે. મુસાફરે વારંવાર તો વોલેટ રીચાર્જ કરાવે નહીં અથવા ચાલુ મુસાફરીમાં તો વોલેટ રિચાર્જ કર્યા ન કરે. માટે તેણે પહેલેથી જ ખાતામાં બારસોથી વધારે રૂપિયા જમા રાખવા પડે! જો દેશના પાંચ કરોડ વાહનધારકો પોતાના ફાસ્ટટેગ ખાતામાં સાવચેતીના ભાગરૂપે ગાડી દીઠ પાંચસો રૂપિયા પણ રાખે તો પચ્ચીસસો કરોડ રૂપિયા કારણ વગરના પડયા રહે.
એટલું જ નહિં આ ફાસ્ટટેગ આપતી કંપનીઓ, વોલેટ ચલાવનારાઓને વગર વ્યાજે આ રકમ મળી રહે! ખરેખર તો વાહન પર ફાસ્ટટેગ ફરજીયાત રાખવી જોઈએ પણ રૂપિયા ભરવાના બન્ને ઓપ્શન પણ ગ્રાહકને આપવા જોઇએ. ફાસ્ટટેગ હોય તે ગાડીધારક રૂબરૂ પણ રકમ ભરી શકવો જોઈએ. તે તેનો ગ્રાહક અધિકાર છે. નાગરિક અધિકાર છે. કારણ કે ટોલટેક્ષ એ રસ્તો વાપરવાની કીંમત છે. સરકારનો ટેક્ષ નથી! વળી સરકારનો ટેક્ષ પણ રોકડે-દંડ વગર ભરી જ શકાય છે. ટોલ એજન્સીવાળા ભ્રષ્ટાચાર ન કરે તે માટે ગાડીનો માલિક શા માટે હેરાન થાય? આ મુદ્દા પણ વિચારવા તો પડે જ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે