Charchapatra

સરકાર પોતે પહેલા કરકસર કરે

સરકારી તંત્ર પ્રજાને શીખ આપે છે કે કરકસર કરો પરંતુ પહેલા સરકારી તંત્રે કરકસર કરવી જોઈએ. ઉદ્દઘાટનમાં ભવ્ય ઝાકમઝોળ થાય. જાહેર ખબરોમાં કરોડોનો ખર્ચ થાય તે ઓછો થવો જોઈએ. સરકાર બેંક, પોસ્ટ, શાળા મહાશાળામાં ખાસ ભરતી કરતી નથી. શાળામાં ગણિત કે અંગ્રેજી વિષયના શિક્ષકની ઘટ હોય ત્યારે તે જગ્યા પણ જલદી પુરાતી નથી પણ કોઈ વિધાન સભ્ય કે સંસદ સભ્યનું અવસાન થાય કે રાજીનામું મુકે કોઈપણ કારણસર તો તેની તુરત ચૂંટણી યોજી નિમણૂંક થાય. વાસ્તવમાં એક વિધાન સભ્યને કે સંસદ સભ્યને વધુ કામ આપી દેવું જોઈએ. વિધાન સભ્યને કે સંસદ સભ્યને વધુ કામ આપી દેવું જોઈએ. વિધાન સભ્ય કે સંસદ સભ્યો ઓછા કરી દેવા જોઈએ એ લોકોના પગાર ભથ્થાનો ખર્ચ ખુબ હોય છે તેનો બચાવ થશે. કલેકટરને વધુ સત્તા આપી દેવી જોઈએ. અંગ્રેજોના વખતમાં એક સુબો પ્રાંત અધિકારી બધુ સંભાળતો હતો અને રાજ્ય કારભાર ચાલતો હતો. આ તો મીટીંગ, ઈટીંગ, ટ્રાવેલીંગને જલસા.
નવસારી  – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top