સિનિયર સીટીઝન માટે સરકારે અનેક આયોજનો અને યોજનાઓ પ્રસ્થાપિત કરી છે. કોઈપણ સરકારી, બિન સરકારી કચેરીઓમાં સિનિયર સિટીજનોની વ્યથાને હળવો કરવા અલગ કાઉન્ટર કરવા ફતવો બહાર પાડયો છે. પણ જે તે કર્ણબધિર સંસ્થાને હજુ કાને પડયો નથી. ઉપરોક્ત કચેરીઓમાં કર્મચારીઓને કાને ચોંટેલા મોબાઈલના (ઈયર ફોન) ગ્રાહકોની વિનંતીને પણ કાને ધરવા અક્ષમ્ય સાબિત થયા છે. જો સરકાર દરેક કર્મચારીઓના મોબાઈલ ઓફિસ સમય દરમિયાન ગેટ કિપર કે વોચમેનને સુપરત કરવા, સરકાર ફતવો બહાર પાડી, જનતાનો અવાજ પછી કર્મચારીઓ સાંભળી શકશે. પહેલા સરકારી જમાઈઓના કાનમાંથી ઈયર ફોન કાઢો સહકારી બેંકો આપણું કામ તેજ દિવસે કરી આપવા તત્પર રહે છે જ્યારે સરકારી બેંકો ક્યારેય અને ભાગ્યેજ તેજ દિવસે કામ કરવા ગ્રાહક દબાણ કરે ત્યારે ગુસ્સે થઈ એલફેલ શબ્દો બોલે છે. માથાભારે કર્મચારીઓ પોતાના અધિકારીઓને પણ ગાંઠતા નથી. રાષ્ટ્રીય કરણ કરીને ડીપોઝીટરોને ગુલામ બનાવ્યા. આપણને લોન જોઈતી હોય તો સિક્યોરીટી માંગે છે, જ્યારે આપણે ડીપોઝીટ મુકીએ ત્યારે પાંચ લાખ ઉપરાંતની ડીપોઝીટથી આપણે આપણા જ પૈસાથી હાથ ધોઈ નાંખવા.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સિનિયર સિટીઝનને સરકારી તંત્ર સાંભળતું નથી
By
Posted on