Charchapatra

કેન્દ્રીય બજેટની સારી-ખરાબ જોગવાઈઓ

લોકસભાની ચૂંટણી પહેલાંનું સરકારનું છેલ્લું બજેટ હોઈ નોકરીયાત વર્ગની આવકવેરાની મર્યાદા રૂપિયા સાત લાખની કરી મોટી રાહત અપાઈ છે. આવક વેરા માટેનું જુનું માળખું અને નવું માળખું એમ બે માળખામાંથી કોઈ એક માળખું પસંદ કરવાની કરદાતાને છૂટ આપવામાં આવી છે. પરંતુ જુના આવકવેરાના માળખામાં 80C (એંસી ‘સી’) હેઠળ આવકમાંથી બાદ મળતી રકમની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હોત તો ચોક્કસ વધુ આવકારદાયક બની રહેત. દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી ઘટાડવા માટે નક્કકર પગલાંઓનો બજેટમાં અભાવ વર્તાય છે. સિનિયર સિટીઝન માટે પોસ્ટની ‘સિનિયર સિટિઝન્સ સ્કીમ’અને ‘એમઆઈએસ’(મન્થલી ઈન્કમ સ્કીમ’’માં રોકાણ કરવાની મર્યાદામાં કરવામાં આવેલો વધારો આવકારદાયક છે. ઈ-કોર્ટ માટે રૂપિયા સાત હજાર કરોડ રૂપિયાની ફાળવણીની જોગવાઈ પણ આવકારદાયક છે.
પાલનપુર          – મહેશ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

વર્તમાન કેન્દ્ર સરકારે વિશે વિચારો
હાલમાં જ બહાર પડેલી સાચી હકીકતો દરેક ભારતીય અને ગુજરાતનાં નાગરિકો માટે આંખ ખોલનાર છે. વિદેશપ્રધાન મુરલીધરે જાહેર કરેલ આંકડા મુજબ 2019થી આજ દિન સુધી નેતાઓએ કરેલ પ્રવાસનાં ખર્ચા, દેશના હિત માટે છે યા આ દેશના વિકાસ માટે એ જાહેર જનતાએ વિચારવું. (1) રાષ્ટ્રપતિનો પ્રવાસ ખર્ચ 2019થી આજ દિન 6,24,31,424 તો માનની વડાપ્રધાને એજ ગાળા દરમ્યાન 22,76,76,934 અને વિદેશ મંત્રીએ પણ એ સમયમાં 20,87,01,475 ખર્ચ કર્યો.  (2) બજેટ 2023માં મોંઘવારી, રોજગારી, રૂપિયાનું અવમુલ્યન સરહદ પરની સળગતી સમસ્યા, કુપોષણનો કોઈ જ ઉલ્લેખ નથી.

(3) સરકારે 2022 સુધી દેશના તમામ લોકોને ઘર, ખેડૂતોની આવક બમણી, 2 કરોડ યુવાનોને રોજગારી સ્માર્ટ સીટી જેવા દિવા સ્વપ્નો દેશની જનતાને બનાવ્યા હતા. (4) પેપરકાંડ વખતે મુખ્ય મંત્રીશ્રી મૌની બાબા બની રહ્યા. પણ બજેટ આવતાં જ પોતાની પ્રતિક્રિયા આપી. આ છે- આપણા દેશનાં વિકાસનાં ઘડવૈયા, ફક્ત યેન-કેન ચૂંટણી જીતવી- પ્રવાસ માટે એક પણ તક જતી ન કરવી. દેશની પ્રજાને કેવી દોરવણી આપવી, પ્રજાને દ્વિધામાં નાંખી આંકડાની માયાજાળ રજૂ કરવી. ભારત દેશમાં પેપરો ફોડવા, ચોરી લૂંટફાટ, બળાત્કાર, આત્મહત્યા ખૂન બધી જ સામાન્ય ઘટના બની ગઈ છે. ‘હાથ મારો અને મચ્છર મસળી નાંખો’. ના કોઈ નેતાની જવાબદારી, ના કોઈ તંત્રની જવાબદારી.
નવસારી  – નગીનભાઈ ગરાસીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top