Charchapatra

વૃક્ષોનો મહિમા અપાર છે

શહેરો-ગામોને હરિયાળાં બનાવવાં હોય તો નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વૃક્ષોનો મહિમા અપાર છે. વૃક્ષો વાદળોને ખેંચી લાવી વધુ વરસાદ લાવવા માટે ઉપયોગી નિવડે છે અને વરસાદનું પાણી વહી જતું અટકાવવાનું કાર્ય પણ વૃક્ષોનાં મૂળિયા કરે છે. ઉપરાંત પાણીને તે જમીનમાં ઉતારવા માટે ઘણા ઉપયોગી નિવડે છે. વૃક્ષોવાળા વિસ્તારના કૂવાનાં પાણી ઊંડાં જતાં નથી. એ વિસ્તારનું પાણી ચૌદ ગણું વધારે જમીનમાં હશે તેટલો વધુ પ્રમાણમાં વરસાદને આકર્ષી શકાશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દૂર કરવા વધુ ને વધુ વૃક્ષો વવાય અને તેની કાળજી લેવાય તેવાં આયોજનો શરૂ કરવાની તાતી જરૂર છે. આ માટે સરકારી વિભાગો અને પ્રજાકીય સંસ્થાઓએ કટિબધ્ધ થવાની તાતી જરૂર છે. પાલનપુર   – મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top