પહેલી માર્ચને વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય આશય લોકોમાં નાગરિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ઈન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.નાગરિક સુરક્ષા આપત્તિ અને આકસ્મિક પરિસ્થિતિઓમાં લોકોની સુરક્ષા માટે કાર્ય કરે છે.આ દિવસ લોકોમાં આપત્તિ સમયે તૈયાર રહેવાની ભાવના વિકસાવે છે.લોકોને ભૂકંપ, આગ,પૂર અને અન્ય આપત્તિઓથી બચવા માટે તાલીમ આપવામાં આવે છે.સરકાર અને વિવિધ સંસ્થાઓ આ દિવસે કાર્યક્રમો અને રેલીઓનું આયોજન કરી સમાજમાં જાગરૂકતા લાવવાનો પ્રયત્ન કરે છે.સાથે સાથે વિદ્યાર્થીઓને પણ આ સુરક્ષા નિયમો વિશે માહિતગાર કરવામાં આવે છે. નાગરિક સુરક્ષા સેવાઓ સમાજમાં શાંતિ અને સલામતી જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.આ દિવસ આપણને આપત્તિ સમયે સમજદારી અને હિંમતથી કામ લેવા માટે પ્રેરણા આપે છે. વિશ્વ નાગરિક સુરક્ષા દિને લોકો સુરક્ષિત રહે એવી અભ્યર્થના.
ગોડાદરા,સુરત – પ્રવીણ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.