સુરત : જો તમારો એટીએમ કાર્ડ ફસાયો હોય અને બહાર કોઇ યુવતી ઉભી હોયતો સાચવજો . શકય છે કે આ યુવતી તમને ડાયરેકટ એટીએમનો સીકયુરીટી કમ્પલેઇન નંબર આપશે. ત્યારબાદ તમને કહેશે કે તમે કાલે આવજો એટીએમ કાર્ડ તમારો મલી જશે. ત્યા સુધીમાં તમારા હજારો રૂપિયાની રોકડી થઇ જશે. હાલમાં શહેરમાં લિંબાયત, ડિંડોલી બાદ વરાછામાં મહિલા દ્વારા યુવાનો કે પછી વૃદ્ધોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
- શહેર અને જિલ્લામાં સેમ ઓપરેન્ડીથી એટીએમ કાર્ડની રોકડી કરવામાં આવી રહી છે : પોલીસ ઉંઘી રહી છે
- વરાછા મીનીબજાર ખાતે આવેલા એટીએમમાં નાણા ઉપડવા જતી વખતે ઇન્ડુસ બેકનો એટીએમ કાર્ડ ફસાઇ ગયો હતો
દિનેશ ધામલિયા (ઉ. વર્ષ 22, રહેવાસી નિર્મળ નગર સોસાયટી, સૂર્યકિરણ સોસાયટીની બાજુમાં ચીકુવાડી) દ્વારા અજાણી યુવતી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વરાછા મીનીબજાર ખાતે આવેલા એટીએમમાં નાણા ઉપડવા જતી વખતે ઇન્ડુસ બેકનો એટીએમ કાર્ડ ફસાઇ ગયો હતો. ત્યારબાદ મશીન પર રહેલા પુઠા પર એટીએમ સીકયુરિટી નંબર લખેલો હતો. તેમાં એટીએમ સીકયુરીટીને ફોન કરવા માટે પાસે ઉભેલી યુવતીએ જણાવ્યુ હતું. ત્યારબાદ યુવતીએ તેઓને પીન નંબર મારીને કેન્સલ સ્વીચ દબાવવા જણાવ્યુ હતું. યુવતીએ આવું કરવાથી તમારો કાર્ડ નીકળી જશે તેમ જણાવી પીન નંબર જોઈને જાણી લીધો હતો.
દરમિયાન એટીએમ કાર્ડ નહી નીકળતા યુવતીએ આ કાર્ડ બાદમાં ટેકનિકલ એકસ્પર્ટ આવશે ત્યારે તેઓ કાઢી નાંખશે તથા તમને કાર્ડ આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. દરમિયાન દિનેશ દ્વારા તેનો એટીએમ કાર્ડ મશીનમાં જ મૂકીને ચાલતી પકડી હતી. ત્યારબાદ બે જ કલાકમાં તેઓના દસ હજાર એમ ચાર વખત કપાઇ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. આમ કુલ્લે 42,000 રૂપિયા બેજ કલાકમાં તેઓના ખાતામાંથી ઉંચકાઇ ગયા હતા. આ મામલે અજાણી યુવતી સામે દિનેશ ધામલિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.